Breaking news : પોલીસ બેડામાં ખળભળાટ, 14 પોલીસ કર્મચારીને કરાયા સસ્પેન્ડ, જુઓ Video
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા લોકો જ કાયદાના ધજાગડા ઉડાડતા હોય તેવી ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લામાં પોલીસ વિભાગમાં બેદરકારી સામે આવતા તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા લોકો જ કાયદાના ધજાગડા ઉડાડતા હોય તેવી ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લામાં પોલીસ વિભાગમાં બેદરકારી સામે આવતા તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. શહેરમાં આવેલા વિવિધ ગાર્ડ પોઈન્ટ્સ જેમ કે જેલ ગાર્ડ, સિવિલ ગાર્ડ, ટ્રેજરી ગાર્ડ, EVM ગાર્ડ તેમજ ઇમરજન્સી સિવિલ ગાર્ડ પર ફરજ પર રહેલા પોલીસકર્મચારીઓ પોતાની ફરજમાં બેદરકારી સામે આવતા તેમના પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
14 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ
અમરેલી જિલ્લાના SP સંજય ખરાતની સૂચનાથી ASP વલય વૈદ્ય દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. ચેકિંગ દરમિયાન ગેરહાજર રહેતા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સસ્પેન્ડ કરાયા છે. હેડક્વાર્ટરના વિવિધ વિભાગોના પોલીસકર્મીઓની ડ્યુટીમાં બેદરકારી બદલ લેવાયેલા આ પગલાથી સમગ્ર અમરેલી પોલીસબેડામાં સન્નાટો વ્યાપી ગયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
