AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માનું સપનું અધૂરું રહી જશે! આવું કામ કરશે તો, વર્લ્ડ કપ 2027 ની ટીમમાં જ જોવા નહીં મળે

વનડે વર્લ્ડ કપ 2027 રમવાનું સપનું જોઈ રહેલ રોહિત શર્મા હવે મુશ્કેલીમાં મુકાયો છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝે ઘણા સવાલ ઊભા કર્યા છે, જેમાંથી એક સવાલ એ છે કે, શું રોહિત શર્મા વર્લ્ડ કપ 2027 માં રમશે?

રોહિત શર્માનું સપનું અધૂરું રહી જશે! આવું કામ કરશે તો, વર્લ્ડ કપ 2027 ની ટીમમાં જ જોવા નહીં મળે
Image Credit source: AFP
| Updated on: Jan 18, 2026 | 8:55 PM
Share

વનડે વર્લ્ડ કપ 2027 રમવાનું સપનું જોઈ રહેલ રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની 3 વનડે મેચની સિરીઝમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે, શું રોહિત આવતા વર્ષે યોજાનારા વનડે વર્લ્ડ કપમાં રમી શકશે?

‘ફોર્મ’ ચિંતાનો વિષય

ટી20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલ રોહિત હવે માત્ર એક જ ફોર્મેટ રમે છે. રોહિતની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ 2023 વર્લ્ડ કપની ફાઈનલમાં હારી ગઈ હતી. આવી સ્થિતિમાં તેનું વર્લ્ડ કપ જીતવાનું સપનું હજુ અધૂરું છે.

જો કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ રોહિતનું બેટ કંઈ ખાસ કમાલ કરી શક્યું નથી. ન્યૂઝીલેન્ડ ટીમ સામેની 3 મેચની વનડે સિરીઝમાં સારી શરૂઆત મળ્યા બાદ રોહિતે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

હિટમેનનો ‘ફ્લોપ શો’!

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝના 3 મુકાબલામાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને 20.33ની એવરેજ અને 76.25ના સ્ટ્રાઈક રેટથી માત્ર 61 રન બનાવ્યા. આ સિરીઝમાં હિટમેને 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતે વડોદરામાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચમાં 89.66ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 29 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા.

મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો

રાજકોટમાં રમાયેલા બીજા મુકાબલામાં રોહિતે 38 બોલ પર 24 રનની ધીમી ઇનિંગ રમી હતી. આજે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં પણ રોહિત શર્મા મોટી ઇનિંગ રમવામાં અસમર્થ રહ્યો હતો. હિટમેને 2 ચોગ્ગાની મદદથી 13 બોલમાં 11 રનનું યોગદાન આપ્યું હતું. જેકરી ફાઉલ્ક્સના બોલ પર ક્રિશ્ચિયન ક્લાર્કે રોહિતનો કેચ લીધો હતો. ચોથી ઓવરના છેલ્લા બોલે રોહિત કેચ આઉટ થયો હતો.

વનડેની કારકીર્દી

વનડેમાં રોહિતના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે 282 વનડેની 274 ઇનિંગ્સમાં 11,577 રન બનાવ્યા છે. આ દરમિયાન હિટમેનની એવરેજ 48.85 ની અને સ્ટ્રાઈક રેટ 92.75 ની રહી છે. વનડે ફોર્મેટમાં રોહિતના નામે 61 અડધી સદીની સાથે 33 સદી નોંધાયેલી છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર (Best Score) 264 રન છે.

Breaking News: 14 મેચમાં જ કર્યું મોટું ‘પરાક્રમ’! હર્ષિત રાણાએ બુમરાહ અને અશ્વિન જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
g clip-path="url(#clip0_868_265)">