AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : BCCIનો મોટો નિર્ણય… રિટાયરમેન્ટ બાદ રોહિત-કોહલીની કેટેગરી ઘટી, નવા કોન્ટ્રાક્ટમાં આ દિગ્ગજોના પત્તાં કપાયા

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, BCCI તેના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી 'A-પ્લસ' કેટેગરીને ખતમ કરવાની યોજના બનાવી રહ્યું છે અને હવે આ અંગે નવી માહિતી સામે આવી છે.

Breaking News : BCCIનો મોટો નિર્ણય... રિટાયરમેન્ટ બાદ રોહિત-કોહલીની કેટેગરી ઘટી, નવા કોન્ટ્રાક્ટમાં આ દિગ્ગજોના પત્તાં કપાયા
| Updated on: Feb 07, 2026 | 1:48 PM
Share

એક અહેવાલ મુજબ, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલી’ જે પહેલા A-પ્લસ કેટેગરીમાં હતા, તેમને હવે વર્ષ 2025-26ના કોન્ટ્રાક્ટમાં ‘B’ કેટેગરીમાં રાખવામાં આવશે. ભારતના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ આ જ કેટેગરીમાં રાખવામાં આવશે.

BCCI સેક્રેટરીએ શું જણાવ્યું?

અહેવાલમાં જણાવાયું છે કે, માત્ર ત્રણ ખેલાડીઓ (શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા) ગ્રુપ ‘A’ કેટેગરીનો હિસ્સો હશે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ અગાઉ સ્પોર્ટસ્ટાર સાથેની વાતચીતમાં A-પ્લસ કેટેગરીને સસ્પેન્ડ કરવાના નિર્ણય પાછળ કોહલી અને રોહિતના તાજેતરના નિવૃત્તિના નિર્ણયોને કારણ ગણાવ્યા હતા. આ ટોચના બેટ્સમેનોએ વર્ષ 2024માં વર્લ્ડ કપ જીત્યા બાદ T20I માંથી નિવૃત્તિ લીધી હતી. આ સિવાય એક વર્ષ બાદ તેમણે ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી અને હવે તે માત્ર ODIમાં જ રમી રહ્યા છે.

જૂના માળખા મુજબ, A-પ્લસ કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળતા હતા. ગ્રેડ Aમાં ખેલાડીઓને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે, જ્યારે ગ્રેડ Bમાં આ રકમ ઘટીને 3 કરોડ રૂપિયા થઈ જાય છે. ગ્રેડ Cમાં રાખવામાં આવેલા ખેલાડીઓને 1 કરોડ રૂપિયા મળે છે.

જો કે, હવે A-પ્લસ કેટેગરી ખતમ થયા બાદ પે-સ્ટ્રક્ચરમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. નવી સંભવિત યાદી નીચે મુજબ છે:

  1. ગ્રેડ A: શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા.
  2. ગ્રેડ B: રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ, ઋષભ પંત, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર.
  3. ગ્રેડ C: અક્ષર પટેલ, તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, નીતીશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, સાઈ સુદર્શન, રવિ બિશ્નોઈ, ઋતુરાજ ગાયકવાડ.

અહેવાલ મુજબ, ઈશાન કિશન, સરફરાઝ ખાન અને રજત પાટીદાર જેવા નામોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. આ ત્રણેય અગાઉના કોન્ટ્રાક્ટમાં ગ્રેડ Cનો હિસ્સો હતા. બીજું એક નામ જેને સ્થાન મળ્યું નથી તે મોહમ્મદ શમી છે, જે ગયા વર્ષે ગ્રેડ A કેટેગરીમાં હતા.

આ પણ વાંચો: U19 World Cup ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ઉપર BCCI એ જાહેર કર્યું કરોડોનુ ઈનામ, ICC એ તો ખાલી હાથે કાઢી મૂક્યા હતા

g clip-path="url(#clip0_868_265)">