AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે BCCI બનાવી રહ્યું છે ખાસ પ્લાન, વિરાટ કોહલી અને રોહિત શર્માને લાગશે મોટો ઝટકો

Team India Central Contract: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સેન્ટ્રલ કોન્ટ્રાકેટમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ટીમ ઈન્ડિયના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી એ પ્લસની કેટેગરી દુર થવાની છે. વિરાટ-રોહિત તેમજ બુમરાહ જેવા ખેલાડીઓને પગાર ઓછો મળશે.

Breaking News : સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે BCCI  બનાવી રહ્યું છે ખાસ પ્લાન, વિરાટ કોહલી અને રોહિત શર્માને લાગશે મોટો ઝટકો
| Updated on: Jan 20, 2026 | 5:01 PM
Share

દુનિયાની સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી એ પ્લસ ગ્રેડ દુર કરવાનો પ્લાન કરી રહ્યું છે. એ પ્લસ ગ્રેડમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજો સામેલ છે.હવે આ ચારેય ખેલાડીઓના પગારમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખેલાડીઓને BCCIના ગ્રેડ A+ કોન્ટ્રાક્ટ હેઠળ વાર્ષિક 7 કરોડ મળે છે, પરંતુ આ ગ્રેડ હવે અસ્તિત્વમાં રહેશે નહીં. BCCI પાસે હવે ફક્ત ત્રણ કેટેગરીઓ હશે, A, B અને C.

રોહિત-વિરાટની સેલેરીમાં મોટો ફેરફાર થશે

રિપોર્ટ અનુસાર રોહિત શર્મા અને વિરાટ કોહલીના પગારમાં મોટો ફેરફાર જોવા મળશે. આ બંન્ને ખેલાડીઓને બી ગ્રેડમાં શિફ્ટ કરવામાં આવશે. હાલમાં બી ગ્રેડના ખેલાડીઓને 3 કરોડ રુપિયા વર્ષના મળતા હતા. હવે વિરાટ-રોહિત શર્માને 7 કરોડના બદલે 3 કરોડ રુપિયા મળશે. જાડેજાને પણ બી ગ્રેડમાં શિફટ કરવામાં આવ્યા છે. તો જસપ્રીત બુમરાહને એ ગ્રેડમાં શિફ્ટ કરી શકે છે. હવે સવાલ એ છે કે, શું બીસીસીઆઈ એ ગ્રેડના ખેલાડીઓને હજુ પણ 5 કરોડ રુપિયા આપશે. જો આવું થયું તો બુમરાહને પણ 2 કરોડ રુપિયાનું નુકસાન નક્કી છે.

ક્યાં ખેલાડીઓ પાસે ક્યો કોન્ટ્રાક્ટ છે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કુલ 34 ખેલાડીઓને સેન્ટ3લ કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેમાંથી 19 ખેલાડીઓની પાસે સી ગ્રેડ કોન્ટ્રાક્ટ છે. બી ગ્રેડમાં હાલમાં કુલ 5 ખેલાડીઓ છે. 6 ખેલાડીઓને ગ્રેડ એમાં રાખવામાં આવ્યા છે. એ પ્લસ ગ્રેડમાં 4 ખેલાડીઓ છે.

                             કેટેગરી     પગાર
A+ 7 કરોડ
A 5 કરોડ
B 3 કરોડ
C 1 કરોડ

અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની વાત કરી છે. પરંતુ જો નવું મોડેલ લાગુ કરવામાં આવે તો સેલેરી સ્ટ્રક્ચરમાં કેટલાક ફેરફારો થઈ શકે છે.બીસીસીઆઈએ એપ્રિલ 2025માં તેનો છેલ્લો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો હતો. રોહિત, વિરાટ, જાડેજા અને બુમરાહને A+ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો બોર્ડ આ નવા મોડેલને લાગુ કરે છે, તો ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને ગ્રેડ બીમાં સ્થાન મળી શકે છે.

 ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">