AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Trade: રાજસ્થાન રોયલ્સે રવિન્દ્ર જાડેજાની શરત સ્વીકારવાની ફરજ પડી, જયસ્વાલ-પરાગ માટે ખરાબ સમાચાર!

રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસન માટે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટ્રેડ ડીલ તેના અંતિમ તબક્કામાં છે. જોકે, જાડેજાએ CSK છોડી RR માં રમવા એક ખાસ શરત મૂકી છે, જેના માટે રાજસ્થાન રોયલ્સ તૈયાર થયું છે અને આ શરત યુવા સ્ટાર ખેલાડીઓ માટે સારા સમાચાર નથી.

IPL Trade: રાજસ્થાન રોયલ્સે રવિન્દ્ર જાડેજાની શરત સ્વીકારવાની ફરજ પડી, જયસ્વાલ-પરાગ માટે ખરાબ સમાચાર!
Ravindra JadejaImage Credit source: PTI
| Updated on: Nov 12, 2025 | 4:01 PM
Share

IPL 2026 ટ્રેડિંગ વિન્ડો દરમિયાન સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજાના ટ્રેડના સમાચારોએ સૌથી વધુ ચર્ચા જગાવી છે. લીગની નવી સિઝન માટે ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે તેના બે સુપરસ્ટાર ખેલાડીઓની અદલાબદલી કરવા સંમતિ આપી છે. ટ્રેડની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, ત્યારે કેપ્ટનશીપને લઈ મોટો ખુલાસો થયો છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જાડેજાએ ટ્રેડ માટે મંજુરી આપતા પહેલા કેપ્ટનશીપને શરત તરીકે રાખી હતી, અને હવે ફ્રેન્ચાઈઝી તેના માટે સહમત થઈ રહી હોય તેવું લાગે છે.

જાડેજા કેપ્ટન તરીકે કમબેક ફરશે

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાન રોયલ્સ પણ જાડેજા જેવા અનુભવી ખેલાડીને કેપ્ટન બનાવવા તૈયાર છે. જાડેજાએ આ ફ્રેન્ચાઈઝી સાથે તેની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. હકીકતમાં, સંજુ સેમસનના રાજસ્થાન છોડવાને કારણે, ટીમને નવા કેપ્ટન પસંદ કરવાનો નિર્ણય લેવો પડશે. સેમસન છેલ્લા ચાર સિઝનથી રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરી રહ્યો હતો. જોકે, ગયા સિઝનમાં, જ્યારે તે ઈજાને કારણે કેટલીક મેચ રમી શક્યો ન હતો અથવા ફક્ત ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો હતો, ત્યારે રિયાન પરાગે આ જવાબદારી સંભાળી હતી.

જાડેજા IPLમાં બીજી વખત કેપ્ટનશીપ કરશે

રાજસ્થાન રોયલ્સ યુવા કરતા અનુભવી ખેલાડીને ટીમની કમાન સોંપવા માંગે છે. જો આવું થાય, તો જાડેજા IPLમાં બીજી વખત કેપ્ટનશીપ કરશે. જોકે, તેનો કેપ્ટન તરીકે પાછલો અનુભવ બહુ સારો નહોતો. અગાઉ 2012 માં જ્યારે એમએસ ધોનીએ CSK ની કેપ્ટનશીપ છોડી દીધી, ત્યારે જાડેજાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, તેની કેપ્ટનશીપ હેઠળ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, અને તેને ફક્ત આઠ મેચ પછી સિઝનની મધ્યમાં કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો.

જયસ્વાલ-પરાગ માટે ખરાબ સમાચાર

હવે, જો જાડેજાને ખરેખર કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવે છે, તો તે ટીમના યુવા ખેલાડીઓ અને કેપ્ટનશીપ માટેના સંભવિત દાવેદારો રિયાન પરાગ અને યશસ્વી જયસ્વાલ માટે સ્વીકાર્ય સારા સમાચાર નથી. ગયા સિઝનમાં રિયાન પરાગે કેટલીક મેચોમાં કેપ્ટનશીપ કરી હતી, પરંતુ સિઝન સમાપ્ત થયા પછી યશસ્વી જયસ્વાલે પણ અનેક ઈન્ટરવ્યુમાં કેપ્ટનશીપની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો જાડેજાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં ન આવે, તો આ બેમાંથી એક જવાબદારી સંભાળશે તેવી શક્યતા છે. જોકે, સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી બધા વિકલ્પો ખુલ્લા રહેશે.

આ પણ વાંચો: Womens World Cup 2025: વર્લ્ડ કપ વિજેતા વડોદરાની રાધા યાદવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સન્માન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">