Breaking News: રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ છોડી રાજસ્થાનમાં સામેલ, સંજુ સેમસન CSK માં રમશે
IPL મીની ઓક્શન પહેલા CSK અને RR વચ્ચે સૌથી મોટી ટ્રેડ ડિલ થઇ છે. રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસનની IPL ટીમ બદલાઈ ગઈ છે. રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ છોડી રાજસ્થાન રોયલ્સમાં સામેલ થયો છે અને સંજુ સેમસન RR છોડી CSK માં સામેલ થયો છે.

IPL મીની ઓક્શન પહેલા CSK અને RR વચ્ચે ટ્રેડ ડિલ થઈ. CSK ના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાને CSK માંથી રાજસ્થાન રોયલ્સ માં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જાડેજા હવે આગામી સિઝનમાં RR મેં રમશે. ₹14 કરોડમાં આ ડીલ થઈ છે. જયારે સંજુ સેમસન હવે CSK માંથી રમશે.
CSK અને RR વચ્ચે જાડેજા-સંજુની ડીલ
આવતા વર્ષે રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનમાં બધી ટીમોમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળશે. રવિન્દ્ર જાડેજાના ચેન્નાઈ સુપર કિંગ્સથી રાજસ્થાન રોયલ્સ જવા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ સંજુ સેમસન CSKમાં જોડાશે. હવે, ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે, CSK અને RR એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે રવિન્દ્ર જાડેજાને ટ્રેડ દ્વારા રાજસ્થાન રોયલ્સ ટીમમાં ઉમેરવામાં આવ્યો છે, જ્યારે સંજુ સેમસન CSK ટીમમાં જોડાયો છે.
Warnie found his Rockstar in 2008. Rajasthan gets him back today. pic.twitter.com/mIY8y0HRqT
— Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2025
જાડેજા ₹14 કરોડમાં RR સાથે જોડાયો
રાજસ્થાન રોયલ્સ સાથે IPLમાં ડેબ્યૂ કરનાર રવિન્દ્ર જાડેજા 2012ની IPL સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો હતો અને ત્યારથી તે CSK ટીમ માટે રમી રહ્યો છે. જાડેજાએ 12 સિઝન સુધી CSK માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તે ટીમનો ભાગ રહ્યો છે. રવિન્દ્ર જાડેજા IPLના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક છે. રવિન્દ્ર જાડેજાએ 250 થી વધુ IPL મેચ રમી છે. રવિન્દ્ર જાડેજાને ગયા સિઝનમાં ₹18 કરોડ ચૂકવવામાં આવ્યા હતા, તેને ₹14 કરોડ (₹4 કરોડ) માં ખેલાડીઓના ટ્રેડ દ્વારા રાજસ્થાન રોયલ્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, રવિન્દ્ર જાડેજાની ફી માં ₹4 કરોડનો ઘટાડો થયો છે.
SANJU SAMSON IS YELLOVE. Anbuden welcome, Chetta! #WhistlePodu #Yellove pic.twitter.com/uLUfxIsZiU
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2025
CSKએ સંજુ સેમસન માટે ₹18 કરોડ ખર્ચ્યા
છેલ્લા ઘણા IPL સિઝનથી રાજસ્થાન રોયલ્સનો ભાગ રહેલો અને ટીમના કેપ્ટન તરીકે પણ સેવા આપી ચૂકેલો સંજુ સેમસન હવે રવિન્દ્ર જાડેજા સાથે ટ્રેડ કરી રાજસ્થાન રોયલ્સ છોડી ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાયો છે. સંજુએ 2013 માં IPL માં ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તે 2016 અને 2017 માં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો. તે પાછલી બધી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેયર્સ ટ્રેડ નિયમો મુજબ સંજુ સેમસનને ખરીદવા માટે તેના પર્સમાંથી ₹18 કરોડ ખર્ચ્યા હતા.
આ પણ વાંચો: IND vs SA: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, કેપ્ટન શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ, અચાનક છોડ્યું મેદાન
