પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ફેન્સમાં પીસી(ટૂંકમાં નામ PC) તરીકે ઓળખાતી પ્રિયંકા ચોપરાનો જન્મ 18 જુલાઈ 1982માં ઝારખંડના જમશેદપુરમાં થયો હતો. તેની માતાનું નામ મધુ ચોપરા તેમજ અશોક ચોપરા છે.
તેઓ બંને ભારતીય સેનામાં ડોક્ટર તરીકે સેવા આપી છે.

તેને ઘણા એવોર્ડ મળ્યા છે, જેમાં બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને પાંચ ફિલ્મફેર પુરસ્કારોનો સમાવેશ થાય છે. તેને વર્ષ 2016માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. પ્રિયંકા ચોપરા થોડાં વર્ષો સુધી અમેરિકામાં તેની કાકી સાથે રહેતી હતી. તે યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધાની બીજી વિજેતા હતી અને મિસ ઇન્ડિયા વર્લ્ડના ટાઇટલ માટે પ્રવેશી હતી, જ્યાં તેણે મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ સન્માન મેળવનારી તે પાંચમી ભારતીય હતી.

તેણે વર્ષ 2002માં તમિલ ફિલ્મ ‘થમિજહન’થી એક્ટિંગની શરૂઆત કરી હતી. તેણે અંદાજ, એતરાજ, મુઝસે શાદી કરોંગી, કિસ્મત, બ્લેક મેલ, વક્ત, બરસાત, ડ્રોન, દ્રોણા, બર્ફી, દિલ ધડકને દો, બાઝીરાવ મસ્તાની વગેરે જેવી સફળ મુવીમાં એક્ટિંગ કરી છે. આ ઉપરાંત પણ તેણે ઘણી ફિલ્મો કરી છે. ફિલ્મોમાં એક્ટિંગ ઉપરાંત તે સ્ટેજ શોમાં ભાગ લે છે તેમજ ટીવી પર રિયાલિટી શો હોસ્ટ કર્યા છે અને ભારતના રાષ્ટ્રીય અખબારો માટે કૉલમ લખી છે.

તે મા્ર એક્ટિંગ જ નહીં, પણ સિંગર પણ છે. તેણે ફિલ્મ બરસાતનું સાજન સાજન ગીત, મૈરી કોમનું ચારો ગીત, ફિલ્મ દિલ ધડકને દોનું ટાઈટલ સોન્ગ ગાયેલું છે. આ ઉપરાતં તેણે ઈંગ્લિશ ગીતો પણ ગાયેલા છે. પ્રિયંકાએ નિક જોનાસ સાથે વર્ષ 2018માં ભવ્ય લગ્ન કર્યા હતા. પ્રિયંકા ચોપરા અને નિકે જોનાસે વર્ષ 2022માં સરોગસીની મદદથી તેમની પુત્રીનું સ્વાગત કર્યું હતું. જેનું નામ છે માલતી મેરી ચોપરા જોનાસ. આ કપલે તેમની પુત્રી સાથે સુખી જીવન જીવી રહ્યું છે.

Read More

દિકરી શીખી રહી છે બેલી ડાન્સ, લંડનમાં બેસી ખમણ, ખાંડવી અને જલેબીનો સ્વાદ લઈ રહી છે પ્રિયંકા, જુઓ ફોટો

પ્રિયંકા ચોપરા જોનસને સોશિયલ મીડિયા પર દિકરી મેરીના બેલી ડાન્સની ઝલક ચાહકો સાથે શેર કરી છે. સાથે અભિનેત્રી લંડનમાં ખમણ , ખાંડવી અને જલેબીનો સ્વાદ માણી રહી છે, જુઓ ફોટો

Miss India 2024 : મિસ ઈન્ડિયાથી લઈને મિસ વર્લ્ડ, ભારતની આ સુંદરીઓના માથા પર પહેરાવવામાં આવ્યો છે મિસ વર્લ્ડનો તાજ

નિકિતા પોરવાલને ફેમિના મિસ ઈન્ડિયા 2024નો તાજ પહેરાવવામાં આવ્યો છે. ફેમિના મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં જે જીતનારી સ્પર્ધક મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યારસુધી 6 સુંદરીઓએ મિસ વર્લ્ડનો ખિતાબ પોતાને નામ કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">