પ્રિયંકા ચોપરા બોક્સ ઓફિસ પર નોટો છાપવા તૈયાર, મોટા પરદે જલ્દી જ કરશે કમબેક!
પ્રિયંકા ચોપરા ભારતીય સિનેમાની સૌથી મોટા બજેટની ફિલ્મમાં કામ કરશે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા વિલનના રોલમાં જોવા મળશે. ફિલ્મ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડસ તોડવા તૈયાર.

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા વિદેશ જઈને ફિલ્મોમાં કામ કર્યા બાદ હવે બોલિવુડમાં કમબેક કરવા તૈયાર છે. પ્રિયંકા ચોપરા ભારતીય સિનેમાની સૌથી મોટા બજેટની ફિલ્મમાં કામ કરશે. આ ફિલ્મમાં તેની સાથે મહેશ બાબુ અને એસએસ રાજામૌલી પણ જોવા મળશે. આ ફિલ્મનું નામ “SSMB29” છે.
ચોંકાવનારી વાત તો એ કે, “SSMB29” ફિલ્મમાં પ્રિયંકા ચોપરા વિલનના રોલમાં જોવા મળશે. પ્રિયંકા ચોપરાના આ નિર્ણયથી તેના ફેન્સ અચંભિત થઈ ગયા છે અને તેના આ નવા રોલને લઈને તેઓમાં ઉત્સાહ પણ વધુ છે. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ 25 માર્ચ,2027ના રોજ મોટા પરદે રિલીઝ થઈ શકે છે.
બોલિવુડમાં કરશે દમદાર કમબેક
પ્રિયંકા ચોપરા બોલિવુડમાં ‘ક્રિશ-4’થી કમબેક કરશે. આ ફિલ્મનું બજેટ અંદાજિત 1000 કરોડનું છે. ફિલ્મનો ક્રેઝ જોતાં લાગી રહ્યું છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડસ તોડવા તૈયાર છે. પ્રિયંકા ચોપરા અને ઋતિક રોશનને સાથે જોવા માટે ફેન્સ તલપાપડ થઈ રહ્યા છે. ‘ક્રિશ 4’નું દિગ્દર્શન ઋતિક રોશનના પિતા રાકેશ રોશન કરશે.
પ્રીતિ ઝિન્ટા પણ ફિલ્મનો ભાગ
રાકેશ રોશન આદિત્ય ચોપરા સાથે મળીને YRF હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરશે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, પ્રિયંકા તેના જૂના કેરેક્ટરમાં એટલે કે પ્રિયાના રોલમાં જ જોવા મળશે. પ્રિયંકા ઉપરાંત પ્રીતિ ઝિન્ટા પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે તેવા સમાચાર બહાર આવ્યા છે.
આ પણ વાંચો: સાઉથના સુપરસ્ટારે મુકેશ અંબાણી સાથે બિઝનેસમાં હાથ મિલાવ્યો, જાણો કોણ છે આ દિગ્ગજ?