નીતિન ગડકરી

નીતિન ગડકરી

નીતિન ગડકરી ભારત સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા છે. ગડકરી 2010-2013 વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. નીતિન ગડકરી ભાજપના સૌથી યુવા અધ્યક્ષ હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગડકરી કોમર્સમાં અનુસ્નાતક છે. આ સિવાય તેણે કાયદા અને બિઝનેસ મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો છે. નીતિન ગડકરી ઉદ્યોગપતિ પણ છે.

ગડકરીએ તેમની રાજકીય કારકિર્દી 1976માં નાગપુર યુનિવર્સિટીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી શરૂ કરી હતી. 1995માં, તેમણે મહારાષ્ટ્રમાં શિવસેના-ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન સરકારમાં જાહેર બાંધકામ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને ચાર વર્ષ સુધી મંત્રી પદ સંભાળ્યું. 1989માં ગડકરી પ્રથમ વખત વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. તેઓ 20 વર્ષથી વિધાન પરિષદના સભ્ય હતા અને છેલ્લે 2008માં વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. ગડકરીની માતાનો તેમના પર ઘણો પ્રભાવ હતો અને તેમને સામાજિક કાર્યની ભાવનાથી પ્રેરિત કર્યા હતા.

તેઓ 1995 થી 1999 વચ્ચે મહારાષ્ટ્રમાં PWD મંત્રી હતા. જ્યારે તેઓ જિલ્લાના પાલક મંત્રી બન્યા ત્યારે તેમણે નાગપુરને નવો વિકાસ આપ્યો હતો. જાહેર બાંધકામ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મુંબઈમાં ફ્લાયઓવર બાંધનારાઓએ તેમને ‘ફ્લાયઓવર-મેન’ નામ આપ્યું હતું.

 

Read More

નીતિન ગડકરીનો મોટો દાવો, “વિપક્ષના એક મોટા નેતાએ કહ્યુ હતુ- તમે વડાપ્રધાન બનો તો અમે તમને સમર્થન આપીશુ”

નીતિન ગડકરીએ કહ્યું કે જે વિપક્ષી નેતાએ મને આ ઓફર કરી હતી તેમને મેં કહ્યું હતું કે, "તમે શા માટે મને વડાપ્રધાન પદ માટે સમર્થન કરવા માંગો છો. પીએમ બનવું એ મારા જીવનનું લક્ષ્ય નથી. હું મારી વિચારધારા અને સંગઠન પત્વેર અડગ છું. હું કોઈપણ પદ માટે સમાધાન નહીં કરું."

ફાયદાની વાત ! EV પર આ કેવી ભવિષ્યવાણી કરી ગયા નીતિન ગડકરી ? કયા બદલાવ તરફ કર્યો ઈશારો

વર્તમાન સમયમાં નીતિન ગડકરી ખૂબ જ ચર્ચામાં છે. હવે તેણે EV સેક્ટરને લઈને આવી ભવિષ્યવાણી કરી છે, જે બધાને આશ્ચર્યમાં મૂકી દે છે. તેમણે કહ્યું છે કે આગામી બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ અને ડીઝલ વાહનો જેટલી થઈ જશે. ચાલો તમને એ પણ જણાવીએ કે ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની વાર્ષિક બેઠકમાં તેમણે શું કહ્યું?

અકસ્માતો અટકાવવા હાઈવે પર એવા ડિવાઈડર બનાવો…નીતિન ગડકરીએ એન્જિનિયરોને આપી સલાહ

નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં દર વર્ષે પાંચ લાખ માર્ગ અકસ્માત થાય છે. તેમાં 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે જ્યારે ત્રણ લાખ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોટાભાગના અકસ્માતો રોડ એન્જિનિયરિંગમાં રહેલ ખામીને કારણે થાય છે.

g clip-path="url(#clip0_868_265)">