AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બિહારના રાજકીય ઇતિહાસનો બીજો Exit Poll પડ્યો સાચો, આ ગઠબંધન સત્તામાં આવશે !

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના એક્ઝિટ પોલ આ વખતે સાચા સાબિત થયા છે, જે ભૂતકાળથી વિપરીત છે.

Breaking News : બિહારના રાજકીય ઇતિહાસનો બીજો Exit Poll પડ્યો સાચો, આ ગઠબંધન સત્તામાં આવશે !
| Updated on: Nov 14, 2025 | 11:03 AM
Share

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે આવેલ એક્ઝિટ પોલ પરિણામો આ વખત સાચા સાબિત થયા છે. એનડીએને બહુમતી મળશે એવો અંદાજ આપતાં લગભગ બધા જ એક્ઝિટ પોલ્સે આ વખતના રાજકીય હિસાબો સાચા પાડ્યા છે.

બિહાર ચૂંટણીમાં અત્યાર સુધીના સાતમા એક્ઝિટ પોલ સામે આવ્યા પહેલા છ એક્ઝિટ પોલમાંથી માત્ર એક જ એક્ઝિટ પોલ સાચો નીકળ્યો હતો. 2015 અને 2020ની ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ્સ મોટા ભાગે ખોટા સાબિત થયા હતા.

એથી જ 2025ના એક્ઝિટ પોલ પર પણ અનેક લોકો શંકા વ્યક્ત કરી રહ્યા હતા.

હાલના એક્ઝિટ પોલમાં એનડીએને ફરી સત્તામાં આવે તેમ બતાવવામાં આવ્યું હતું, પરંતુ લોકોમાં આશંકા હતી કે જો એક્ઝિટ પોલ ફરી ખોટો સાબિત થશે, તો કદાચ ગઠબંધન વાપસી કરી શકે. પરંતુ આ વખત બિહારના ઇતિહાસમાં બીજીવાર એક્ઝિટ પોલ સાચા સાબિત થયા છે. NDA આગળ છે.

શું બદલાયું આ વખતે?

  • ચૂંટણી નિષ્ણાતોના મતે આ વખતે એજન્સીઓએ
  • વધુ સચોટ મેથીડોલોજી
  • મોટું સેમ્પલ સાઇઝ
  • ગ્રામ્ય વિસ્તાર પર ખાસ ફોકસ
  • ભૂતકાળની ભૂલોનું વિશ્લેષણ

જેવા પરિબળોને ધ્યાનમાં લીધા હતા. આ કારણે અંદાજ વધુ વાસ્તવિકતા સાથે મેળ ખાતા જોવા મળ્યા.

એનડીએની જીતનું એક્ઝિટ પોલ્સે કર્યું હતું અનુમાન

બધા મુખ્ય એક્ઝિટ પોલ્સમાં એક જ તારણ હતું…

  • એનડીએ મજબૂત સ્થિતિમાં
  • મહાગઠબંધન પાછળ રહેશે

નીતિશ કુમારના નેતૃત્વને ફાયદો થશે

એવો અંદાજ આપ્યો હતો, અને મતગણતરીના પરિણામોએ પણ આ દાવાને સાચો ઠેરવ્યો.

કેમ મહત્વનું છે આ?

  • બિહાર જેવા રાજ્યોમાં એક્ઝિટ પોલ્સ ઘણીવાર ખોટા પડતાં આવ્યા છે.
  • 2015માં પણ અને 2020માં પણ મોટા ભાગના એક્ઝિટ પોલ્સ ખોટા સાબિત થયા હતા.
  • આથી 2025માં પણ લોકો શંકામાં હતા કે કદાચ આ વખતના અંદાજો પણ ભટકી જશે.
  • પણ આ વખતની સચોટતા એક્ઝિટ પોલ્સની વિશ્વસનીયતા માટે મહત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવી રહી છે.
ચુંટણી વર્ષ શું હતા Exit Poll વાસ્તવિક પરિણામ એક્ઝિટ-પોલ
2015 એક્ઝિટ-પોલ્સે Mahagathbandhan (RJD-JD(U)-Congress) ની જીતનું સંકેત આપ્યો હતો. વાસ્તવિકમાં Mahagathbandhan 178 બેઠક મેળવી, NDA માત્ર 58 પરથી નીકળ્યું. ખોટા
2020 એક્ઝિટ-પોલ્સે પ્રમાણમાં Mahagathbandhanને અગ્રણ્ય સ્થાન આપ્યું હતું. વાસ્તવિકમાં NDA 125 બેઠકો સાથે મજબૂત પક્ષ બની રહ્યું, જ્યારે Mahagathbandhan 110 બેઠકો પર રહી. ખોટા
2025 એક્ઝિટ-પોલ્સે પ્રમાણમાં NDA ને અગ્રણ્ય સ્થાન આપ્યું હતું. વાસ્તવિકમાં NDA 167 થી વધુ બેઠકો મળી ગઈ છે. સાચા

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) જેને રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન તરીકે પણ ઓળખવમાં આવે છે. NDA ના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">