હવે પ્રધાન, મુખ્ય પ્રધાન, વડાપ્રધાન 30 દિવસ જેલમાં રહે તો, ખુરશી ખાલી કરવી પડશે, આજે સંસદમાં રજૂ થશે નવો કાયદો
જો કોઈ મંત્રી ગંભીર ગુનાના આરોપસર સતત 30 દિવસ સુધી જેલમાં રહેશે, તો રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની સલાહ બાદ તેમણે તેમના પદ પરથી દૂર કરવામાં આવશે. જો વડા પ્રધાન પોતે ફણ આવા કોઈ પણ આરોપસર 30 દિવસ જેલમાં રહે તો તેમણે 31મા દિવસે રાજીનામું આપવું પડશે. આ બિલ લોકસભામાં આજે રજૂ થાય ત્યારે તેના પર હોબાળો થવાની પૂરેપૂરી શક્યતા છે.

બંધારણમાં 130મો સુધારો દર્શાવતુ બિલ આજે એટલે કે બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ બિલ રજૂ કરશે. રાજકારણમાં ગુનાખોરી અટકાવવાની દિશામાં આ સરકારનું એક મોટું પગલું છે. આ કાયદામાં વડા પ્રધાન, કેન્દ્રીય પ્રધાનથી લઈને મુખ્યમંત્રી સુધી દરેકને આવરી લેવામાં આવશે. મંત્રીઓ અને મુખ્ય પ્રધાનોને ધરપકડ અથવા અટકાયત પર પણ દૂર કરી શકાય છે. આ ઉપરાંત, 30 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મંત્રી પદ પણ ગુમાવવામાં આવશે.
જોકે, આ બિલ રજૂ થાય ત્યારે હોબાળો થવાની શક્યતા છે. પરંતુ લોકસભામાં આ બિલ રજૂ કરવાની સાથે, ગૃહમંત્રી તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની વિનંતી કરશે. તેથી, બધા પક્ષો પણ શાંત થશે. ચાલો જાણીએ 130મા બંધારણીય સુધારાના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ…
બંધારણના 130મા સુધારાના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ:
- કલમ 75 (કેન્દ્ર સરકાર-વડાપ્રધાન અને મંત્રીમંડળ): બંધારણના કલમ 75 માં જોગવાઈ (5) પછી આ જોગવાઈ ઉમેરવામાં આવશે.
- (5A): જો કોઈ મંત્રી ગંભીર ગુના (5 વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુનો) ના આરોપમાં સતત 30 દિવસ જેલમાં હોય, તો રાષ્ટ્રપતિ તેમને વડા પ્રધાનની સલાહ પર પદ પરથી દૂર કરશે. જો વડા પ્રધાન સલાહ ન આપે, તો 31મા દિવસ પછી તે મંત્રી આપમેળે પદ પરથી દૂર માનવામાં આવશે.
- જો વડા પ્રધાન પોતે આવા આરોપમાં 30 દિવસ જેલમાં હોય, તો તેમણે 31મા દિવસ સુધીમાં રાજીનામું આપવું પડશે. જો તેઓ રાજીનામું ન આપે, તો તેમનું પદ આપમેળે સમાપ્ત થઈ જશે.
- એવી પણ જોગવાઈ છે કે આ જોગવાઈમાં એવું કંઈ નથી જે વડા પ્રધાન અથવા મંત્રીને કસ્ટડીમાંથી મુક્ત થયા પછી રાષ્ટ્રપતિ દ્વારા વડા પ્રધાન અથવા મંત્રી તરીકે ફરીથી નિયુક્ત થવાથી રોકી શકે.
- કલમ 164 (રાજ્ય સરકાર-મુખ્ય પ્રધાન અને મંત્રી પરિષદ): બંધારણની કલમ 164 ની પેટા-કલમ (4) પછી નીચેની જોગવાઈ ઉમેરવામાં આવશે.
- (4A): જો રાજ્યમંત્રી 30 દિવસ માટે જેલમાં હોય, તો રાજ્યપાલ, મુખ્યમંત્રીની સલાહ પર, તેમને પદ પરથી દૂર કરશે. જો કોઈ સલાહ આપવામાં ન આવે, તો મંત્રીનું પદ ૩૧મા દિવસથી આપમેળે બંધ થઈ જશે.
- જો મુખ્યમંત્રી પોતે 30 દિવસ માટે જેલમાં રહે છે, તો તેમણે 31મા દિવસ સુધીમાં રાજીનામું આપવું પડશે, અન્યથા તેમનું પદ આપમેળે બંધ થઈ જશે.
એવી પણ જોગવાઈ છે કે આ જોગવાઈમાં કંઈપણ મુખ્ય પ્રધાન અથવા મંત્રીને, કસ્ટડીમાંથી મુક્ત થયા પછી, રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રી અથવા મંત્રી તરીકે ફરીથી નિયુક્ત થવાથી રોકી શકશે નહીં.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો