Bihar Election Results 2025 LIVE Counting : બિહારમાં વંશવાદની વિરુદ્ધ વિકાસવાદની જીત, કોંગ્રેસ-આરજેડી વચ્ચે ફુટ પડશે : પીએમ મોદી
Bihar Assembly Election Results 2025 LIVE Counting and Updates in Gujarati : 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે NDA આગળ વધી રહ્યું છે. આજે નક્કી થશે કે બિહારનું સિંહાસન કોણ મેળવશે. NDA અને મહાગઠબંધન વિરુદ્ધ છેડે છે, અને નીતિશ અને તેજસ્વી વચ્ચે કડક સ્પર્ધા ચાલી રહી છે. રા

બિહાર ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. વલણો સૂચવે છે કે NDA સરકાર સત્તામાં આવશે. આનો અર્થ એ છે કે નીતિશ કુમાર ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બની શકે છે. આ દરમિયાન, તેજસ્વી યાદવનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હોય તેવું લાગે છે. બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે, જેમાં 122 બહુમતી છે.
ચૂંટણીના આંકડા
- કુલ વિધાનસભા બેઠકો: 243
- બહુમતી આંકડો: 122
- પહેલા તબક્કાનું મતદાન 6 નવેમ્બરના રોજ થયું હતું, જેમાં 65.08 ટકા મતદાન થયું હતું.
- બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ થયું હતું, જેમાં 68.76 ટકા મતદાન થયું હતું.
LIVE NEWS & UPDATES
-
Bihar Election Results 2025 : બિહારના પરિણામો જોઈ પશ્ચિમ બંગાળમાં પણ જંગલ રાજનો સફાયો થશે: પીએમ મોદી
ગંગાજી બિહારથી જ વહીને પશ્ચિમ બંગાળમાં પહોચે છે. બિહારે પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતનો રસ્તો બનાવ્યો છે.પશ્ચિમ બંગાળમાંથી પણ જંગલ રાજને ઉખાડી ફેંકશે. તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.
-
Bihar Election Results 2025 : આરજેડી અને કોંગ્રેસ વચ્ચે ભારે ફુટ પડશે- મોદી
આરજેડી અને કોંગ્રેસ વચ્ચે ભારે ફુટ પડવાની આગાહી કરતા કહ્યું કે, કોંગ્રેસના નામદાર તળાવમાં નહાવાની ચેષ્ટા પક્ષને ડૂબાડવાની તૈયારીમાં પડ્યા છે.
-
-
Bihar Election Results 2025 : વર્ષો સુધી દેશમાં રાજ કરનાર કોંગ્રેસ વર્ષોથી સત્તાની બહાર
કોંગ્રેસને આડે હાથે લેતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં સૌથી વઘુ વર્ષો રાજ કરનાર કોંગ્રેસ વર્ષોથી સત્તાની બહાર રહ્યું છે. ગુજરાતમાં 30 વર્ષથી સત્તાની બહાર છે. બિહારમાં 35 વર્ષથી સત્તાની બહાર છે. પશ્ચિમ બંગાળમાં તો 50 વર્ષથી કોંગ્રેસ સત્તામાં આવી નથી. કોંગ્રેસ લોકસભાની ત્રણ ચૂંટણીમાં 3 આંકડા સુધી પહોચી શકી નથી. 2024માં ચૂંટણી બાદ, 6 રાજ્યોમાં વિધાનસબાની ચૂંટણી થઈ તે તમામે તમામ 6 રાજ્યોમાં કોંદ્રેસ 100નો આંક પાર નથી કરી શકી.
-
Bihar Election Results 2025 : કોંગ્રેસ હવે MMC મુસ્લિમલીગી, માઓવાદી કોંગ્રેસ બની ગઈ છે-મોદી
કોંગ્રેસ આજે MMC મુસ્લિમલીગી, માઓવાદી કોંગ્રેસ બની ગઈ છે, તેથી જ કોંગ્રેસની અંદર હવે એક ભડાસ નીકળી રહી છે. કોંગ્રેસના નામદાર પ્રત્યે નિરાશા, નારાજગી પ્રવર્તી રહી છે. મને આશંકા છે કે, કોંગ્રેસમાં ભંગાણ પડશે અને મોટા ભાગલા સર્જાશે.
-
Bihar Election Results 2025 : મતદારો એનડીએને એક વિશ્વાસ તરીકે જોઈ રહ્યાં છે
દેશમા ત્રીજીવાર એનડીએ સરકારને સત્તા સોપી. આ ઘટના 60 વર્ષ પછી બની છે. જ્યારે એક જ પક્ષને સતત ત્રીજીવાર સત્તા સોપાઈ હોય. લોકસભાની ચૂંટણી બાદ દેશના અન્ય રાજયોમાં પણ પ્રચંડ જીત મળી. હરિયાણામાં જય કિસાન જય વિજ્ઞાનને આગ વધાર્યું, છત્રપતિ શિવાજી મહારાજ, બાબા સાહેબ આંબેડકરની જમીન પર ત્રીજીવાર વિજયી બનાવ્યા. દેશની રાજધાનીમાં 25 વર્ષ બાદ જીત્યા અને બિહારમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ વસ્તી રહે છે ત્યાં મોટી જીત મેળવી છે. એનડીએને એક વિશ્વાસ સાથે જોઈ રહ્યાં છે.
-
-
Bihar Election Results : વિકાસ વિરોધીઓને જનાતાએ આપ્યો જવાબ, બિહારમાં વંશવાદની વિરુદ્ધ વિકાસવાદની જીત : નરેન્દ્ર મોદી
તૃષ્ટિકરણની જગ્યા સંતુષ્ટીકરણે લીધી છે. બિહારના લોકોએ એ નક્કી કર્યું છે કે, બિહારની જમીન પર ફરી કયારેય જંગલરાજ ફરી નહીં આવે. કોંગ્રેસ અને લાલઝંડાવાળાએ બિહારને બરબાદ કર્યું હતું. એ દિવસો હવે ઈતિહાસ બની ગયા છે. હવે આ વિકાસની યાત્રા રોકાવાની નથી. આજના પરિણામ વિકાસ વિરોધીને જવાબ છે. બેશરમીથી કહેતા હતા એક્સપ્રેસ વે હાઈવે, ઉદ્યોગ, ટ્રેન, એરપોર્ટની શુ જજરૂર છે તેમ કહેતા હતા તેવા વંશવાદ વિરુધ્ધ વિકાસવાદની જીત છે.
-
Bihar Election Results : બિહારે સાબિત કર્યું જૂઠ્ઠાણા હારે વિશ્વાસ જીતે છે, લોકતંત્ર પર હુમલો કરનારની ઘૂળ ચટાડી છે
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએના ભવ્ય વિજય થતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મતદારયાદી સુધારણા કાર્યક્રમમમાં દરેક રાજકીય પક્ષ સાથ આપે. બિહાર એ ધરતી છે જ્યા લોકતંત્રની જનની હોવાનું ગૌરવ અપાવ્યું છે. લોકતંત્ર પર હુમલો કરનારની ઘૂળ ચટાડી છે. બિહારે ફરી દર્શાવ્યું કે જૂઠ્ઠાણા હારે વિશ્વાસ જીતે છે. બિહારે ડંકાની ચોટ પર કહ્યું કે,જામીન પર ચાલતા લોકોને જનતા સાથ નથી આપતી.
-
Bihar Election Results : બિહારમાં રિપોલીગ નથી થયુ એ માટે ચૂંટણીપંચ અભિનંદનને આભારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ એ જ બિહાર છે જ્યા માઓવાદી આંતક સામેલ હતો. પરંતુ આ વખતે બિહારમાં કોઈ ડર વિના લોકોએ ઉત્સાહ ઉંમગથી મતદાન કર્યું . બિહારમાં જ્યારે જંગલરાજ હતુ ત્યારે શું શું થતુ હતુ તે તમે જાણો છો. સરેઆમ મતદાન મથકે હત્યા થતી હતી. મતપેટી લૂટી લેવાતી. આજે શાંતિપૂર્ણ મતદાન થાય છે. રિપોલીગના આંકડા પણ પરિવર્તનનો પુરાવો આપે છે. 2005 પહેલા રિપોલીગ થયું હતું. 1995માં દોઢ હજાર મતદાન મથકોએ પુનઃમતદાન થયું, જંગલરાજ ગયું તેમ તેમ સ્થિતિ સુધરી. આજે બિહારમાં રિપોલીગ કરાવવાની સ્થિતિ હતી. આથી ચૂંટણી પંચ અને તેની સાથે જોડાયેલાને અભિનંદન આપવા ઘટે.
-
Bihar Election Results : બિહારે નવી M Y ફોર્મ્યુલા મહિલા-યુથ આપી છેઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાને સંબોધતા કહ્યું કે, લોખંડ લોખંડને કાપે એ કહેવત છે. તેને લઈને તુષ્ટીકરણવાળા પક્ષોએ MY માય ફોર્મ્યુલા બનાવી હતી. પરંતુ બિહારે નવી ફોર્મ્યુલા M Y એટલે કે મહિલા અને યુથ ફોર્મ્યુલા આપી છે.
-
Bihar Election Results : કોંગ્રેસ ક્યારેય પાછી નહીં આવેઃ પીએમ મોદી
જગલ રાજ, કટ્ટા રાજની વાત કરતો હતો ત્યારે આરજેડી ક્યારેય વિરોધ નહોતા કરતા પણ કોંગ્રેસ વિરોધ કરતુ હતું, પરંતુ હવે એ પાછુ નહીં આવે. બિહારના લોકોએ વિકસીત, સમુદ્ધ બિહાર માટે મતદાન કર્યું હતું. મે આગ્ર્હ રાખ્યો હતો કે વિક્રમી મતદાન કરો, અને બિહારના લોકોએ તમામ વિક્રમો તોડી નાખ્યા.
-
Bihar Election Results : બિહારના લોકોએ ગરદા ઉડા દીયાઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીત બાદ, દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયે, ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગરદા ઉડા દીયા, મખાનાની ખીર ઘરે ઘરે બનશે. અમે તો જનતા જનાર્દનના સેવક છીએ. મહેનતથી જનતાનુ દિલ ખુશ કરતા રહીએ છીએ. જનતા જનાર્દનનું દિલ ચોરીને બેઠા છીએ એટલા માટે પૂરા બિહારે બતાવ્યુ કે ફરી એક વાર એનડીએ સરકાર.
-
Bihar Election Results : પરજીવી કોંગ્રેસની હાલત પ્રાદેશિક પક્ષ કરતા પણ ખરાબઃ જે પી નડ્ડા
રાજદને બિહારની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પરજીવી કોંગ્રેસની હાલત ક્ષેત્રીય રાજકીય પક્ષ કરતા પણ ખરાબ થઈ છે. તેમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું હતું.
-
Bihar Election Results : મહાગઠબંધનના નેતાઓએ પીએમ મોદીનો વિરોધ કરતા કરતા છઠ્ઠી મૈયાનુ અપમાન કર્યુંઃ જે પી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ, દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યલયે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મળેલ ભવ્ય ઐતિહાસિક જીત બાદ કાર્યકરોને સંબોધતા કહ્યું કે, મહિલાએ અમને સમર્થન આપ્યું. સમાજના તમામ વર્ગના લોકોએ ભાજપને સમર્થન આપ્યું. મહાગઠબંધનના નેતાઓએ ચૂંટણી દરમિયાન મોદીના વિરોધ કરતા કરતા છઠ્ઠી મૈયાનુ પણ અપમાન કર્યું.
-
Bihar Election Results : બિહારની જનતાએ પીએમ મોદી પર અતૂટ વિશ્વાસ મુકી, બિહારમા જગંલ રાજને નો એન્ટ્રી કહ્યું – જે પી નડ્ડા
ભાજપના મુખ્ય કાર્યાલયે ભાજપના કાર્યકરોને સંબોધતા જે પી નડ્ડાએ કહ્યું કે, બિહારમાં ભાજપ તરફી સુનામી સર્જાઈ છે. બિહારના મતદારોએ વિકાસના મુદ્દાને મહોર મારી છે. વિકાસની રાજનીતિને પ્રાધાન્ય આપ્યું હોવાનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું હતું. મતદારોએ બિહારમા જગંલ રાજને નો એન્ટ્રી કહ્યું છે.
-
Bihar Election Results : ચૂંટણી પંચની વેબસાઈટ પર સાંજના 6.45 સુધી માત્ર 112 બેઠકોના જ જાહેર કરાયા પરિણામ
કેન્દ્રીય ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઈટ ઉપર બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ, તેમજ કઈ બેઠક પર કયા રાજકીય પક્ષના ઉમેદવાર આગળ છે તે જાહેર કરવામાં આવી રહ્યાં છે. જો કે, આજે સાંજે 6.45 કલાક સુધીમાં કેન્દ્રીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ ઉપર, 112 બેઠકોના જ પરિણામ જાહેર કરાયા છે. જેમાં 55 ભાજપ, 33 જેડીયુ, 3 આરજેડી, 7 એલજેપીઆરવી, 4 એ આઈએમઆઈએમ અને 1 બેઠક કોંગ્રેસને દર્શાવી છે.
-
Bihar Election Results : શાહ, નડ્ડા અને ધર્મેન્દ્ર પ્રધાન ભાજપ કાર્યાલયે પહોંચ્યા
બિહાર ચૂંટણી પરિણામો બાદ, ભાજપના નેતાઓ દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયે પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ બિહાર ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભાજપના મુખ્ય કાર્યાલયે પહોંચ્યા છે.
-
Bihar Election Results : આ સુશાસનની, વિકાસ, જનકલ્યાણની ભાવનાની જીત છેઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર ચૂંટણી પરિણામોને સુશાસન, વિકાસનો વિજય ગણાવ્યો. તેમણે કહ્યું કે વિકાસનો વિજય થયો છે. જન કલ્યાણની ભાવનાનો વિજય થયો છે. સામાજિક ન્યાયનો વિજય થયો છે. હું બિહારમાં મારા પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેમણે 2025ની વિધાનસભા ચૂંટણીમાં NDAને ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય અપાવ્યો છે. આ પ્રચંડ જનાદેશ આપણને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે.
પીએમ નરેન્દ્ર મોદીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલ પોસ્ટમાં જણાવ્યું કે આગામી સમયમાં, અમે બિહારના વિકાસ, તેના માળખાગત સુવિધાઓને વધારવા અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે ખંતપૂર્વક કામ કરીશું. અમે ખાતરી કરીશું કે બિહારના યુવાનો અને મહિલાઓને સમૃદ્ધ જીવન માટે પુષ્કળ તકો મળે.
सुशासन की जीत हुई है।
विकास की जीत हुई है।
जन-कल्याण की भावना की जीत हुई है।
सामाजिक न्याय की जीत हुई है।
बिहार के मेरे परिवारजनों का बहुत-बहुत आभार, जिन्होंने 2025 के विधानसभा चुनावों में एनडीए को ऐतिहासिक और अभूतपूर्व जीत का आशीर्वाद दिया है। यह प्रचंड जनादेश हमें…
— Narendra Modi (@narendramodi) November 14, 2025
-
Bihar Election Results : ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર JDU 6, BJP 3 બેઠક પર વિજયી !
કેન્દ્રીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ https://results.eci.gov.in/ ઉપર સાંજના 4.25 કલાકે માજ્ઞ નવ બેઠકનું જ પરિણામ જાહેર કર્યું હતું. જેમાં જેડીયુને 6 બેઠક અને બીજેપીને 3 બેઠક પર વિજયી જાહેર કર્યું છે.
-
Raghopur Seat Result: તેજસ્વી યાદવ 3,500 મતે આગળ
રાઘોપુરમાં તેજશ્વી યાદવે લીડ મેળવી છે. તેઓ 3,500 થી વધુ મતોથી આગળ છે. ભાજપના સતીશ કુમાર તેમને સખત ટક્કર આપી રહ્યા છે. તેજસ્વી લાંબા સમયથી આ બેઠક ઉપર પાછળ ચાલી રહ્યાં હતા, પરંતુ હવે તેમણે લીડ મેળવી છે.
-
Bihar Election Results : બિહારમાં NDA એ પોતાનો જ રેકોર્ડ તોડ્યો
NDA એ બિહારમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ગઠબંધન 208 બેઠકો પર આગળ ચાલે છે. અગાઉ, 2010 માં, NDA એ 206 બેઠકો જીતી હતી. દરમિયાન, કોંગ્રેસ પાર્ટીની બેઠકો ઘટી રહી છે, ફક્ત એક બેઠક પર આગળ છે. જ્યારે RJD પણ આ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું, RJD 23 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
-
Bihar Election Results : ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલ દુલારચંદની હત્યાના આરોપી અનંતસિંહનો મોકામા બેઠક પર થયો વિજય
જેડીયુ ઉમેદવાર અનંત સિંહ મોકામાથી આશરે 29,000 મતોના માર્જિનથી જીત્યા છે. અનંતસિંહની જીત અંગે ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. અનંત સિંહ જન સૂરજ પાર્ટીના સમર્થક દુલાર ચંદ યાદવની હત્યાના આરોપમાં હાલ જેલમાં છે.
-
Mokama Election Result: મોકામાથી અનંત સિંહનો વિજય
જેડીયુ ઉમેદવાર અનંત સિંહ મોકામાથી આશરે 29,000 મતોના માર્જિનથી જીત્યા છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. અનંત સિંહ જન સૂરજ પાર્ટીના સમર્થક દુલાર ચંદ યાદવની હત્યાના આરોપમાં જેલમાં છે.
-
ભાજપ કોઈ પક્ષ નથી, તે એક છેતરપિંડી છે: અખિલેશ યાદવ
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા, સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે બિહારમાં SIR દ્વારા રમાયેલી રમત હવે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અથવા અન્યત્ર શક્ય બનશે નહીં કારણ કે આ ચૂંટણી ષડયંત્રનો હવે પર્દાફાશ થઈ ગયો છે. અમે તેમને આ રમત રમવા દઈશું નહીં. CCTV ની જેમ, અમારું PPTV (PDA Prahari) સતર્ક રહેશે અને ભાજપની યોજનાઓને નિષ્ફળ બનાવશે. ભાજપ કોઈ પક્ષ નથી, તે એક છેતરપિંડી છે.
-
Bihar Election Results 2025 : તેજસ્વી યાદવ 9માં રાઉન્ડમાં 2288 મતથી પાછળ
તેજસ્વી યાદવ મતગણતરીના 9માં રાઉન્ડમાં 2288 મતથી પાછળ ચાલી રહ્યા છે.

-
Bihar Election Result : પોસ્ટ કરીને JDUએ તરત જ કરી ડીલીટ
JDU એ બિહાર ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું. પાર્ટી 82 બેઠકો પર આગળ છે. પરિણામોથી ખુશ થઈને, JDU એ સ્પષ્ટ કર્યું છે કે નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી રહેશે. પાર્ટીએ લખ્યું, ભૂતકાળમાં કે ભવિષ્યમાં નહીં… નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે. જો કે થોડી જ વારમાં JDU એ આ પોસ્ટ ડીલીટ કરી દીધી.
-
PM મોદી સાંજે 6 કલાકે BJP મુખ્યાલય જશે
બિહાર વિધાનસભાના ચૂંટણીના પરિણામો સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે. જે પછી PM મોદી સાંજે 6 કલાકે BJP મુખ્યાલય જશે. જ્યાંથી તેઓ સંબોધન કરે તેવી સંભાવના છે.
-
Constituency Wise Result: કોણ ક્યાં આગળ છે?
- દાનાપુરમાં ભાજપના રામકૃપાલ યાદવ આગળ છે
- ઠાકુરગંજમાં જેડીયુના ગોપાલ અગ્રવાલ આગળ છે
- દરભંગા શહેરમાં બીજેપીના સંજય સરાવગી આગળ છે
- નાલંદામાં જેડીયુના શ્રવણ કુમાર આગળ છે
- લખીસરાયમાં વિજય સિંહા આગળ છે
- તારાપુરમાં સમ્રાટ ચૌધરી આગળ છે
-
Bihar Election Results : તેજસ્વી યાદવે બાજી પલટી, 219 મતથી ચાલી રહ્યા છે આગળ
તેજસ્વી યાદવે બાજી પલટી, 219 મતથી ચાલી રહ્યા છે આગળ.

-
Bihar Election Result 2025 : બિહાર ચૂંટણીમાં મુખ્ય મતવિસ્તારોના પરિણામ
- રાઘોપુર બેઠક પર મોટો ઉથલપાથલ થયો છે. તેજસ્વી યાદવ 1,273 મતોથી પાછળ છે.
- અનંત સિંહ 7મા રાઉન્ડમાં પણ મોકામામાં આગળ છે. તેમણે 11,055 મતોની નોંધપાત્ર લીડ સ્થાપિત કરી છે. બીના દેવી હજુ પણ પાછળ છે.
- તારાપુર બેઠક પર, ભાજપના સમ્રાટ ચૌધરી અને આરજેડીના અરુણ કુમાર વચ્ચે કડક સ્પર્ધા ચાલી રહી છે. હાલમાં, સમ્રાટ ચૌધરી આગળ છે.
- મહુઆમાં, તેજ પ્રતાપ યાદવ ત્રીજા સ્થાને સરકી ગયા છે, જેમાં એલજેપીના સંજય કુમાર સિંહ મજબૂત લીડ જાળવી રાખે છે.
- ચૂંટણી પંચના શરૂઆતના વલણો અનુસાર, ભાજપના છોટી કુમારી છપરામાં 3,301 મતોથી આગળ છે, જે આરજેડીના શત્રુઘ્ન યાદવથી 974 મતોથી આગળ છે.
- ચૂંટણી પંચના શરૂઆતના વલણો અનુસાર, રાઘોપુર બેઠક પર આરજેડીના તેજસ્વી પ્રસાદ યાદવ 4,463 મતોથી આગળ છે, જ્યારે ભાજપના સતીશ કુમાર 893 મતોથી આગળ છે. સતીશ કુમાર 3,570 મતોથી પાછળ છે. જન સૂરજના ચંચલ કુમાર માત્ર 93 મતો સાથે ઘણા પાછળ છે. ગણતરી ચાલુ છે, અને વધુ રાઉન્ડ પૂર્ણ થતાં વલણમાં સુધારો થઈ શકે છે.
-
Bihar Election Result 2025 : હાઈ-પ્રોફાઇલ બેઠકો પર કોણ આગળ છે?
છાપરા વિધાનસભા બેઠક પર મોટો બદલાવ જોવા મળ્યો છે, જ્યાં ભાજપના ઉમેદવાર છોટી કુમારીએ લીડ મેળવી છે, જેના કારણે આરજેડીના લોકપ્રિય ઉમેદવાર ખેસારી લાલ લગભગ 900 મતોથી પાછળ છે. મોકામા બેઠક પર, જેડીયુના અનુભવી ઉમેદવાર અનંત સિંહ 11,000 થી વધુ મતોની નોંધપાત્ર લીડ સાથે આગળ છે. સિવાન બેઠક પર, ભાજપના ઉમેદવાર મંગલ પાંડે પણ 6,000 થી વધુ મતોથી આગળ છે. જોકે, મથિહાની બેઠક પર, આરજેડીના બોગો સિંહ 11,000 થી વધુ મતોની મજબૂત લીડ જાળવી રાખે છે.
-
Bihar Election Result 2025 : એકલો JDU પક્ષ જ મહાગઠબંધન પર પડ્યો ભારે
બિહારની ચૂંટણીમાં મહાગઠબંધન અને NDA વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ અહીં, JDU એકલા મહાગઠબંધન કરતાં આગળ છે. નીતિશ કુમારની પાર્ટી 70 થી વધુ બેઠકો પર આગળ છે, જ્યારે મહાગઠબંધન 57 બેઠકો પર આગળ છે.
-
Bihar Election Result 2025 : સતત પાછળ થતા જોવા મળી રહ્યા છે તેજ પ્રતાપ
તેજ પ્રતાપને ત્રીજા રાઉન્ડ સુધી માત્ર 1500 મત મળ્યા, તે 8801 મતોથી પાછળ છે.
-
Bihar Result : બિહારમાં ફરી જંગી બહુમતિથી સરકાર રચવા NDAની આગેકૂચ
બિહારમાં ફરી જંગી બહુમતિથી સરકાર રચવા NDAની આગેકૂચ છે. બિહારની જનતાએ ફરી વિકાસના વાયદા પર વિશ્વાસ મુક્યો છે. તેજસ્વી યાદવનો નોકરીનો દાવો ન ચાલ્યો. જંગલરાજનો ડર NDAના ફાયદામાં રહ્યો. મહિલા મતદારોએ નિતિશ પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો. PK ફેક્ટરથી NDAને કોઈ નુકસાન નહીં. ઔવેસી ફેક્ટરને કારણે મહાગઠબંધનના વોટ કપાયા.
-
Bihar Result Live: અમિત શાહનું સૂત્ર સાચું સાબિત થઈ રહ્યું છે
ગૃહમંત્રી અમિત શાહનું બિહાર વિધાનસભા ચૂંટણી માટેનું સૂત્ર હતું, “આ વખતે, 160 પાર કરો.” તેમનું સૂત્ર સાચું પડતું દેખાય છે. ચૂંટણી પંચ અનુસાર, NDA 160 થી વધુ બેઠકો પર આગળ છે. ભાજપ 68, JDU 65, LJP 16 અને HAM 4 બેઠકો પર આગળ છે.
-
Bihar Result 2025 : વારસાલીગંજ બેઠક પર અશોક મહતોના પત્ની અનિતા દેવી પાછળ
વારસાલીગંજમાં બીજા રાઉન્ડના મતદાનમાં ભાજપના ઉમેદવાર અરુણા દેવી 2,993 મતોથી આગળ છે. દરમિયાન, અશોક મહતોના પત્ની અનિતા દેવી પાછળ છે.
-
Bihar Result 2025 : બિહારમાં JDU ટોચ પર ઉભરી આવ્યું, ચિરાગ પાસવાન 17 બેઠકો પર આગળ
બિહારમાં JDU ટોચ પર ઉભરી આવ્યું, ચિરાગ પાસવાન 17 બેઠકો પર આગળ છે.
NDA has crossed the majority mark and is leading on 140 seats (JD(U) 62, BJP 59, LJP(RV) 15, HAMS 4) and Mahagathbandhan leading on 46 seats (RJD 34, Congress 10, CPI(ML)L 2) as per the early trends of Election Commission. Others and Independent leading on 6 seats.
Counting of… pic.twitter.com/PgoO5ZItRU
— Tv9 Gujarati (@tv9gujarati) November 14, 2025
-
Bihar Result 2025 : આરજેડી નેતાનું શરુઆતના ચૂંટણી પરિણામોના વલણો પર નિવેદન
પ્રારંભિક ચૂંટણી પરિણામો પર ટિપ્પણી કરતા, આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે જ્યારે સ્પર્ધા નજીક દેખાઈ રહી છે, ત્યારે આરજેડીના નેતૃત્વ હેઠળનું મહાગઠબંધન ઘણા વિસ્તારોમાં આગળ છે. તેમણે કહ્યું, “અમને આશા અને વિશ્વાસ છે કે એક કે બે કલાકમાં સ્પષ્ટ થઈ જશે કે મહાગઠબંધન બિહારમાં સરકાર બનાવી રહ્યું છે.”
VIDEO | Bihar election results 2025: RJD spokesperson Mritunjay Tiwari says, “In the initial trends that have come in, a close contest is visible, but in many places the RJD-led Mahagathbandhan is ahead. We have full hope and confidence that within one or two hours it will become… pic.twitter.com/IoXNeXrurB
— Press Trust of India (@PTI_News) November 14, 2025
-
Bihar Result Live: કોંગ્રેસ ખરાબ હાલતમાં
ચૂંટણી પંચના મતે, ભાજપ 44 બેઠકો પર, જેડીયુ 43 બેઠકો પર, આરજેડી 24 બેઠકો પર, એલજેપી 12 બેઠકો પર અને કોંગ્રેસ 6 બેઠકો પર આગળ છે. બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે બિહારના મુખ્યમંત્રીનો નિર્ણય બંધારણીય પ્રક્રિયાઓ દ્વારા લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે મત ચોરીના મુદ્દાએ મહાગઠબંધનને ડૂબાડી દીધું.
-
Bihar Results 2025: શરૂઆતી વલણ બાદ બિહારમાં રાજકીય હલચલ તેજ
શરૂઆતી વલણ બાદ બિહારમાં રાજકીય હલચલ તેજ છે. ભાજપના મોટા નેતાઓ પ્રદેશ કાર્યાલાય પહોંચી રહ્યા છે. પ્રારંભિક વલણ મુજબ બિહારમાં NDA સરકારની શક્યતા છે.
-
Bihar Result 2025 : ચૂંટણી પંચના આંકડા શું કહે છે ?
ચૂંટણી પંચના આંકડા મુજબ, ભાજપ 21 બેઠકો પર, જેડીયુ 16 બેઠકો પર, આરજેડી 8 બેઠકો પર, એલજેપી 4 બેઠકો પર, કોંગ્રેસ 3 બેઠકો પર અને સીપીઆઈ 1 બેઠકો પર આગળ છે.
-
Bihar Constituency Wise Result: કયા વિસ્તારમાં કોણ આગળ છે તે જાણો
કયા વિસ્તારમાં કોણ આગળ છે તે જાણો.
- મીનાપુર – અજય કુમાર આગળ
- મોકામા – અનંત સિંહ
- ફુલવારી – શ્યામ રજક સિંહૉ
- મસૌદી – અરુણ માંઝી આગળ
- દરભંગા સદરથી સંજય સરાવગી આગળ
- હિસુઆથી ભાજપના અનિલ સિંહ આગળ
- બરુરાજ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના અરુણ કુમાર સિંહ આગળ
- મીનાપુર વિધાનસભા મતવિસ્તારમાં જેડીયુના અજય કુમાર આગળ
- બેતિયાથી રેણુ દેવી આગળ
-
Bihar Result 2025 : રાઘોપુર વિધાનસભા બેઠક
આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ ફરીથી રાઘોપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક લાલુ પ્રસાદ પરિવારનો ગઢ છે. તેજસ્વી અહીં સતત ત્રીજી જીતની આશા રાખી રહ્યા છે. તેમના મુખ્ય હરીફ, ભાજપના સતીશ કુમાર, 2010 માં જેડીયુના સભ્ય તરીકે બેઠક જીત્યા બાદ 2015 અને 2020 બંને ચૂંટણીઓ હારી ગયા હતા.
-
Bihar Result : તારાપુર વિધાનસભા બેઠક પરથી શરૂઆતના વલણોમાં ભાજપના સમ્રાટ ચૌધરી આગળ
તારાપુર વિધાનસભા બેઠક પરથી શરૂઆતના વલણોમાં ભાજપના સમ્રાટ ચૌધરી આગળ ચાલી રહ્યા છે.
-
Bihar Results 2025: આ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે
- રાજનગરમાં સુજીત કુમાર આગળ છે
- ઔરાઈમાં રામ નિષાદ આગળ છે
- બરુરાજમાં અરુણ કુમાર સિંહ આગળ છે
- સાહિબગંજમાં રાજુ સિંહ આગળ છે
- ઢાકા વિધાનસભા મતવિસ્તારમાં પહેલા રાઉન્ડમાં ભાજપના પવન જયસ્વાલ આગળ છે
- બાનિયાપુરમાં ભાજપના કેદાર સિંહ આગળ છે
- કટિહાર સદરમાં ભાજપના તારકિશોર પ્રસાદ આગળ છે
- શહાબુદ્દીનના પુત્ર ઓસામા શાહાબ રઘુનાથપુર વિધાનસભા મતવિસ્તારમાં આગળ છે
Key Bihar Seats Update: Tajaswi Yadav, Kundan Kumar, Shravankumar Ahead | TV9Gujarati#BJP #JDU #RJD #BreakingNews #BiharElection2025 #BiharElections #BiharPolitics #BiharElection #Bihar #BiharAssemblyPolls #VoteCounting #BiharAssemblyElectionResults #TV9Gujarati pic.twitter.com/hbCWQ77Wq9
— Tv9 Gujarati (@tv9gujarati) November 14, 2025
-
Vidhan Sabha Election Results 2025: કોણ ક્યાં આગળ ચાલી રહ્યુ છે?
- તરારી વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના ધારાસભ્ય વિશાલ પ્રશાંત આગળ છે
- જગદીશપુર વિધાનસભા મતવિસ્તારમાં JDU MLC શ્રી ભગવાન આગળ છે
- શાહપુર વિધાનસભા મતવિસ્તારમાં RJD ધારાસભ્ય રાહુલ તિવારી આગળ છે
- આરા વિધાનસભા મતવિસ્તારમાં BJP ઉમેદવાર સંજય ટાઇગર આગળ છે
- બેગુસરાયમાં BJP ઉમેદવાર કુંદન કુમાર આગળ છે
- દાનાપુર મતવિસ્તારમાં રામકૃપાલ યાદવ આગળ છે
- પૂર્ણિયા સદર વિધાનસભા મતવિસ્તારમાં BJP ઉમેદવાર વિજય ખેમકા આગળ છે
- ધમદહા વિધાનસભા મતવિસ્તારમાં JDU ઉમેદવાર લેસી સિંહ આગળ છે
- બનમખી વિધાનસભા મતવિસ્તારમાં BJP ઉમેદવાર કૃષ્ણ કુમાર ઋષિ આગળ છે
- અમોર વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર આગળ છે
- કસ્બા વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર આગળ છે
-
Bihar Result: NDA 111 બેઠક પર આગળ અને મહાગઠબંધન 87 બેઠક પર આગળ
NDA 111 બેઠક પર આગળ અને મહાગઠબંધન 87 બેઠક પર આગળ છે.

-
Bihar Result: AIMIM એક બેઠક પર ચાલી રહી છે આગળ
AIMIM એક બેઠક પર આગળ ચાલી રહી છે.
-
Bihar Vidhan Sabha Chunav Result: ભાજપ અને આરજેડી વચ્ચે કાંટાની ટક્કર
એનડીએ અને મહાગઠબંધન વચ્ચેનું અંતર વધ્યું છે. એનડીએ 70 બેઠકો પર અને મહાગઠબંધન 43 બેઠકો પર આગળ છે. જોકે, ભાજપ અને આરજેડી વચ્ચે બરાબરી છે, તેઓ 35-35 બેઠકો પર આગળ છે.
-
Bihar Result: EVMમાં મતગણતરી થઇ શરુ
EVMમાં મતગણતરી શરુ થઇ ગઇ છે. 8 વાગ્યે બેલેટ પેપરની મતગણરી શરુ થયા બાદ હવે EVM પર મતગણતરી શરુ થઇ છે.
-
Bihar Vidhan Sabha Chunav Result: જનસુરાજ પાર્ટી 4 બેઠક પર આગળ નીકળી
પોસ્ટલ બેલેટની શરુઆતની ગણતરીમાં જનસુરાજ પાર્ટી 4 બેઠક પર આગળ નીકળી.
-
Bihar Vidhan Sabha Chunav Result: NDA 23 થી વધુ બેઠકો પર આગળ
NDA એ મજબૂત શરૂઆત કરી છે. તે 23 બેઠકો પર આગળ છે. મહાગઠબંધન 15 બેઠકો પર આગળ છે. પક્ષની દ્રષ્ટિએ, BJP 12 બેઠકો પર, JDU 8 બેઠકો પર, LJP 1 બેઠકો પર, HAM 1 બેઠકો પર, RJD 10 બેઠકો પર, કોંગ્રેસ 2 બેઠકો પર અને VIP 1 બેઠકો પર આગળ છે.
-
Bihar Result : કોણ કોણ આગળ ચાલી રહ્યુ છે ?
- રાઘોપુરમાં તેજસ્વી યાદવ આગળ છે
- તારાપુરમાં સામત ચૌધરી આગળ છે
- મોકામામાં અનંત સિંહ આગળ છે
- મૈથિલી અલીપુરમાં આગળ છે
- બાંકીપુરમાં ભાજપના નીતિન નવીન આગળ છે
-
Bihar Vidhan Sabha Chunav Result: NDA 9 બેઠકો પર આગળ
ટ્રેન્ડ આવવા લાગ્યા છે. NDA 9 બેઠકો પર આગળ છે. દરમિયાન, મહાગઠબંધન 1 બેઠક પર આગળ છે. મત ગણતરી ચાલી રહી છે તેમ, તેજસ્વી યાદવે જાહેર કર્યું છે કે બિહારમાં પરિવર્તન આવી રહ્યું છે.
-
Bihar Result : રાધોપુરથી તેજસ્વી યાદવ આગળ, NDA 2 બેઠક પર આગળ
રાધોપુરથી તેજસ્વી યાદવ આગળ, NDA 2 બેઠક પર આગળ છે.
-
Bihar Chunav Result Live: બિહાર વિધાનસભામાં જીત માટે 122 બહુમતીનો આંકડો
મત ગણતરી શરૂ થઇ ગઇ છે. આ પ્રક્રિયા સવારે 8:00 વાગ્યે શરૂ થઇ ગઇ છે. પહેલા પોસ્ટલ બેલેટ ખોલવામાં આવી રહ્યા છે. ત્યારબાદ EVM ખોલવામાં આવશે. બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે. બહુમતીનો આંકડો 122 છે.
-
Bihar Results: ’14 નવેમ્બર, બિહારમાં તેજસ્વી સરકાર…’, મતગણતરી શરૂ થાય તે પહેલાં RJDનું પોસ્ટર
સવારે, બિહારમાં મતગણતરી શરૂ થાય તે પહેલાં, રાષ્ટ્રીય જનતા દળે સરકાર બનાવવાનો દાવો કરતું પોસ્ટર બહાર પાડ્યું. પોસ્ટરમાં લખેલું છે, ’14 નવેમ્બર, બિહારમાં તેજસ્વી સરકાર.’
-
આ રાજ્યોમાં પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થશે
બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે પેટાચૂંટણીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવશે. તેલંગાણામાં જુબિલી હિલ્સ, જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા સહિત આઠ બેઠકો પર મતદાન થયું. બધાની નજર ઝારખંડની ઘાટસિલા બેઠક પર પણ છે. જેએમએમના ધારાસભ્ય અને તત્કાલીન શિક્ષણ પ્રધાન રામદાસ સોરેનના મૃત્યુને કારણે ઘાટસિલામાં પેટાચૂંટણી જરૂરી બની હતી.
-
Bihar Vidhan Sabha Chunav Result: મત ગણતરી શરૂ થાય તે પહેલાં બંને પક્ષો તરફથી જીતના દાવા
મત ગણતરી શરૂ થાય તે પહેલાં જ નિવેદનબાજીનો દોર શરૂ થયો છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને જીતના દાવા કરી રહ્યા છે. જેડીયુએ જાહેર કર્યું છે કે હવે ફક્ત થોડા કલાકોની વાત છે, અને સુશાસનની સરકાર પાછી આવી ગઈ છે.
-
Bihar Election Result : કોંગ્રેસ કાર્યાલય પર શાંતિ છવાઈ ગઈ
પટનામાં કોંગ્રેસ મુખ્યાલય, સદાકત આશ્રમ, હાલમાં ખાલી છે. હજુ સુધી પાર્ટીનો એક પણ કાર્યકર આવ્યો નથી. ચૂંટણી પરિણામો માટે કોઈ તૈયારી દેખાતી નથી. ચોક્કસ, નેહરુની જન્મજયંતિ માટે કેટલાક ફૂલો લાવવામાં આવ્યા છે.
-
Bihar Election Result : બિહાર ચૂંટણીમાં દર વખતે મતદાન કેવી રીતે વધ્યું છે
- 2010માં, મતદાન 52.07% હતું, જે 2005 કરતાં 6.2% વધુ હતું.
- 2015માં, મતદાન 56.09% હતું, જે 2010 કરતાં 4.2% વધુ હતું.
- 2020માં, મતદાન 57.02% હતું, જે 2015 કરતાં 0.3% વધુ હતું.
- 2025માં, મતદાન 66.09% હતું… જે 2015 કરતાં લગભગ 10% વધુ હતું.
-
જીતન રામ માંઝીએ પરિણામો પહેલા પાર્ટી કાર્યકરોને ભાવનાત્મક અપીલ કરી
હિન્દુસ્તાની અવમ મોરચા (HAM) ના સ્થાપક અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા તેમના પક્ષના કાર્યકરોને ભાવનાત્મક સંદેશ આપ્યો છે. તેમની પોસ્ટમાં, માંઝીએ લખ્યું છે કે HAM ને એવી સ્થિતિમાં લાવવા માટે બધા પક્ષના કાર્યકરોએ અથાક, સમજદાર અને આર્થિક રીતે કામ કર્યું છે જ્યાં હવે સમગ્ર બિહારમાં તેની ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે ઓછી બેઠકો જીતવા છતાં, HAM નો આ ચૂંટણીમાં શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ રહેશે. માંઝીએ તેમના પક્ષના કાર્યકરોને અપીલ કરી કે પરિણામો જાહેર થયા પછી ફટાકડા ન ફોડે કે વિજયની ઉજવણી ન કરે. તેમણે કહ્યું કે જો તેમને કંઈક કરવું જ પડે, તો તેમણે તે પૈસાનો ઉપયોગ ગરીબ વ્યક્તિને મદદ કરવા માટે કરવો જોઈએ, આ સાચું માંઝીવાદ હશે.
-
ચૂંટણીના આંકડા જે તમારે જાણવાની જરૂર
- કુલ વિધાનસભા બેઠકો: 243
- બહુમતી આંકડો: 122
- પહેલા તબક્કાનું મતદાન 6 નવેમ્બરના રોજ થયું હતું, જેમાં 65.08 ટકા મતદાન થયું હતું.
- બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ થયું હતું, જેમાં 68.76 ટકા મતદાન થયું હતું.
-
બિહાર ચૂંટણી પંચ મત ગણતરી માટે તૈયારી કરી રહ્યું છે..
ચૂંટણી પંચે તમામ જિલ્લા મુખ્યાલયોમાં ગણતરી કેન્દ્રો સ્થાપ્યા છે, જે ચોવીસ કલાક સીસીટીવી દેખરેખ અને ત્રણ-સ્તરીય સુરક્ષા ઘેરાબંધીથી સજ્જ છે. પંચે અધિકારીઓને સૂચના આપી છે કે ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો (EVM) અને VVPAT સ્લિપને હેન્ડલ કરવા માટેની પ્રક્રિયાઓનું કડક પાલન થાય. રાજ્યભરમાં 70 થી વધુ ગણતરી નિરીક્ષકો અને 14,000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ખોટી માહિતી ફેલાતી અટકાવવા માટે કેટલાક ગણતરી કેન્દ્રોમાં અને તેની આસપાસ ઇન્ટરનેટ સેવાઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં મતદાન પૂર્ણ થયા પછી, ઉમેદવારો અને પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં EVM ધરાવતા સ્ટ્રોંગ રૂમને સીલ કરવામાં આવ્યા હતા.
Published On - Nov 14,2025 5:27 AM
