બધા સાંસદો લોકસભામાં હાજર રહે, ભાજપે વકફ સુધારા બિલને લઈને 3 લાઈનનો વ્હીપ ઈસ્યું કર્યો
કેન્દ્ર સરકાર, આવતીકાલ 2 એપ્રિલને બુધવારે લોકસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કરશે. આ સંદર્ભે, પાર્ટીએ તેના લોકસભા સાંસદોને આવતીકાલે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હિપ ઈસ્યું કર્યો છે.

કેન્દ્ર સરકાર બુધવારે લોકસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કરશે. વિપક્ષી પક્ષો અને મુસ્લિમ સંગઠનો આ બિલનો ગૃહની બહાર ભારે વિરોધ કરી રહ્યા છે. તેથી, સંસદમાં પણ જયારે આ બિલ રજૂ કરાય તે સમયે ભારે હોબાળો થઈ શકે છે. બીજી તરફ, ભાજપે તેના લોકસભા સાંસદોને આવતીકાલ બુધવારે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હિપ ઈસ્યું કર્યો છે. બિલમાં કરવામાં આવેલા સુધારાઓ પર 8 કલાકની ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રો કહે છે કે, ગૃહમાં પ્રસ્તાવિત ચર્ચા પછી, લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ પ્રતિભાવ આપશે અને બિલ પસાર કરવા માટે ગૃહની મંજૂરી માંગશે. લોકસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં મળેલી કાર્ય સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. ગયા વર્ષે બિલ રજૂ કરતી વખતે, સરકારે તેને સંયુક્ત સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
કેટલાક પક્ષો બહાના બનાવી રહ્યા છે
આવતીકાલે લોકસભામાં રજૂ થનારા બિલ અંગે કિરેન રિજિજુએ કહ્યું કે બુધવારે બપોરે 12 વાગ્યે લોકસભામાં પ્રશ્નકાળ પૂરો થતાં જ બિલને ચર્ચા અને પસાર કરવા માટે મૂકવામાં આવશે. કેટલાક પક્ષો આ બિલ પરની ચર્ચા ટાળવા માટે બહાના બનાવી રહ્યા છે. દરમિયાન, લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે, વિપક્ષે BAC બેઠકમાંથી વોકઆઉટ કર્યું કારણ કે સરકાર પોતાનો એજન્ડા લાદી રહી છે. મતદાર ID અને આધાર કાર્ડને લિંક કરવાના મુદ્દા પર ચર્ચાની માંગ સ્વીકારવામાં આવી ન હતી.
મારી પાર્ટી ચર્ચામાં ભાગ લેશે: ઓવૈસી
દરમિયાન, લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે, વિપક્ષે BAC બેઠકમાંથી વોકઆઉટ કર્યું કારણ કે સરકાર પોતાનો એજન્ડા લાદી રહી છે. મતદાર ID અને આધાર કાર્ડને લિંક કરવાના મુદ્દા પર ચર્ચાની માંગ સ્વીકારવામાં આવી ન હતી. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, મારો પક્ષ વકફ સુધારા બિલની ચર્ચામાં ભાગ લેશે, અમે સુધારા રજૂ કરીશું. અમે અમારી બધી દલીલો રજૂ કરીશું અને સમજાવીશું કે આ બિલ કેવી રીતે ગેરબંધારણીય છે અને તે મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતાની વિરુદ્ધ કેવી રીતે જાય છે. ચંદ્રબાબુ નાયડુ, નીતીશ કુમાર, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરી આ વાત સમજી રહ્યા નથી. જનતા તેમને ચૂંટણી સમયે સમજાવશે.
દેશમાં બનતી નાની મોટી પરંતુ મહત્વની ઘટનાને લગતા વિવિધ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો