AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરુ, 3 સભ્યોની બનાવી કમિટી, લોકસભા સ્પીકરે કરી જાહેરાત

અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિ જસ્ટિસ વર્માના કેસની તપાસ કરશે અને લોકસભામાં રિપોર્ટ રજૂ કરશે.

Breaking News: જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરુ, 3 સભ્યોની બનાવી કમિટી, લોકસભા સ્પીકરે કરી જાહેરાત
impeachment against Justice Verma
| Updated on: Aug 12, 2025 | 1:05 PM
Share

અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવાની લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ જાહેરાત કરી છે. તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિ જસ્ટિસ વર્માના કેસની તપાસ કરશે અને લોકસભામાં રિપોર્ટ રજૂ કરશે. આ સમિતિમાં ત્રણ લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઈકોર્ટના સિનિયર એડવોકેટ બી.વી. આચાર્યનો સમાવેશ થાય છે.

જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરુ

સ્પીકર ઓમ બિરલાએ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ શરૂ કરવાની જાહેરાત કરી છે. સ્પીકરની આ જાહેરાત પછી, લોકસભામાં સૂચિબદ્ધ કામકાજ ચાલી રહ્યું છે. આ દરમિયાન, વિપક્ષી સભ્યોએ બિહાર મતદાર યાદી સુધારણાના મુદ્દા પર વેલમાં આવીને હંગામો શરૂ કર્યો છે. ભારે હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી ચાલી રહી છે.

સ્પિકર ઓમ બિરલાએ કરી જાહેરાત

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ ચલાવવા માટે 146 સાંસદો દ્વારા સહી કરાયેલ પ્રસ્તાવ સ્વીકાર્યો. સ્પીકર ઓમ બિરલાએ હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે 3 સભ્યોની પેનલની જાહેરાત કરી છે.

માહિતી આપતાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, “સમિતિના સભ્યોમાં સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અરવિંદ કુમાર, મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મનિન્દર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઈકોર્ટના સિનિયર એડવોકેટ બી.વી. આચાર્યનો સમાવેશ થાય છે. સમિતિ શક્ય તેટલી વહેલી તકે પોતાનો રિપોર્ટ રજૂ કરશે. તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ પ્રસ્તાવ પેન્ડિંગ રહેશે.”

કેમ થઈ રહી જસ્ટિસ વર્માને હટાવવાની પ્રક્રિયા?

તમને જણાવી દઈએ કે 14 માર્ચે નવી દિલ્હીમાં જસ્ટિસ વર્માના નિવાસસ્થાનની બહાર બળી ગયેલી નોટો મળી આવતા આ વિવાદ શરૂ થયો હતો. આ ઘટનાએ ન્યાયિક વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ પછી, જસ્ટિસ વર્માને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ હાઈકોર્ટ મોકલવામાં આવ્યા હતા.

બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
g clip-path="url(#clip0_868_265)">