Boney Kapoor Transformation : 69 વર્ષની ઉંમરે જીમ ગયા વગર બોની કપૂરે 26 કિલો વજન ઘટાડ્યું, જુઓ અદભૂત ટ્રાન્સફોર્મોશન
બોની કપૂરે અચાનકથી વજન ઓછું કરતા લોકો ચોંકી ગયા છે. બોની કેઝ્યુઅલ અને સેમી-ફોર્મલ બંને લુકમાં ખૂબ જ સુંદર લાગે છે.જીમ ગયા વગર બોની કપૂરે 26 કિલો વજન ઘટાડ્યું છે.

ફિલ્મમેકર બોની કપૂર હાલમાં ખુબ ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેમની ફિલ્મને લઈ ને નહી પરંતુ તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.તે પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખી રહ્યો છે. બોની કપૂરે અચાનક વજન ઓછું કરી સૌને ચોંકાવી દીધા છે.

જીમ ગયા વગર બોની કપૂરે 26 કિલો વજન ઘટાડ્યું છે.આટલું વજન ઓછું કરવા માટે તેમણે કોઈ પણ પ્રકારનું વર્ક આઉટ કર્યું નથી. પોતાની ડાયટ અને લાઈફસ્ટાઈલ પર ફોક્સ કર્યું છે.

બોની કપૂરના વજન ઘટાડવાનું રહસ્ય એ છે કે તે રાત્રે જમતો ન હતો અને ફક્ત સૂપ પીવે છે. એટલું જ નહીં, તેમના નાસ્તામાં ફક્ત ફળો, જ્યુસ અને જુવારની રોટલી હોય છે.

સોશિયલ મીડિયા પર ફિલ્મ નિર્માતાનો સ્લિમ ફોટો આવતાની સાથે જ લોકોએ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. બોની કપૂરને અચાનક ફિટ થતા જોઈને લોકો વિશ્વાસ કરી શકતા નથી. તેમણે ફિટ થવા માટે 26 કિલો વજન ઘટાડ્યું છે, જે પ્રશંસનીય બાબત છે.

બોનીનું આ પરિવર્તન ઘણા લોકોને પ્રેરણા આપી રહ્યું છે. ફિલ્મ નિર્માતા બનતા પહેલા, ટીવી અભિનેતા રામ કપૂરે પણ આવી જ રીતે પોતાના પરિવર્તનથી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. હાલમાં જેઠાલાલ, બાદશાહ અને સરફરાઝ ખાને પણ પોતાનું વજન ઘટાડ્યું છે.

તેમણે પહેલા વજન ઘટાડ્યું પછી ટ્રાંસપ્લાન્ટ કરાવ્યું છે. તેમણે કહ્યું માત્ર 3 દિવસમાં અંદાજે 6000 વાળ લગાવ્યા છે. કહ્યું મારી પત્ની શ્રીદેવી હંમેશા કહેતી હતી કે, પહેલા વજન ઘટાડો પછી વાળની ચિંતા કરો.
પિતા પ્રોડ્યુસર, પત્ની, દિકરી, દિકરો અને ભાઈ બોલિવુડમાં આપી ચૂક્યા છે હિટ ફિલ્મો અહી ક્લિક કરો
