AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાનમાં 4 ગુજરાતીઓને અપહરણ કરી માર મારતો વીડિયો વાયરલ, સરકારની મદદથી તમામ બંધકોને કરાયા મુક્ત, જુઓ Video

ગાંધીનગર જિલ્લાના માણસાના બાપુપુરા ગામના 3 યુવક અને મહિલાને બંધક બનાવાયા હતા. યુવકોને નગ્ન કરીને માર મારતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ ગુજરાત અને ભારત સરકારની મદદથી તમામ બંધકોને છોડવામાં આવ્યા છે.

ઈરાનમાં 4 ગુજરાતીઓને અપહરણ કરી માર મારતો વીડિયો વાયરલ, સરકારની મદદથી તમામ બંધકોને કરાયા મુક્ત, જુઓ Video
GandhinagarImage Credit source: Whisk AI
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 29, 2025 | 1:47 PM
Share

ગેરકાયદેસર વિદેશ જવાની ઘેલછામાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે કાંતો બંધક બનાવાતા હોય તેવા કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે વિદેશ જવા ઈચ્છતા ગુજરાતીઓ સાથે વધુ એક વખત આવી ઘટના બની છે. ગાંધીનગર જિલ્લાના માણસાના બાપુપુરા ગામના 3 યુવક અને મહિલાને બંધક બનાવાયા હતા. યુવકોને નગ્ન કરીને માર મારતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ ગુજરાત અને ભારત સરકારની મદદથી તમામ બંધકોને છોડવામાં આવ્યા છે.

સરકારની મદદથી તમામ બંધકોનો છૂટકારો

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બંધક બનાવાયેલા તમામ લોકો હાલ દિલ્લી પહોંચ્યા છે. આજે સાંજ સુધીમાં તમામ અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. માણસાના 3 યુવક અને 1 મહિલા 19 ઓક્ટોબરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા.ડંકી રૂટથી ઓસ્ટ્રેલિયા જઈ રહેલા યુવાનો મુશ્કેલીમાં મુકાયા હતા. ઈરાનના તેહરાનથી 4 ગુજરાતીઓનું અપહરણ કરીને ગોંધી રાખ્યા હતા. બાબા ખાન નામની વ્યક્તિએ અપહરણ કરી 2 કરોડની ખંડણી માગી હતી. સરકારના પ્રયાસોથી તમામ બંધકો મુક્ત કરવામાં આવ્યા છે.

સાંજ સુધી અમદાવાદ પહોંચવાની શક્યતા

ઉલ્લેખનીય છે કે માણસાના બાપુપુરા ગામના યુવકોને નગ્ન કરીને માર મારતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. યુવકો છોડવા માટે આજીજી કરતા હોય અને નાણાં ચૂકવવા ભરોસો આપતા હોય તેવું વીડિયોની વાતચીતમાં સાંભળવા મળ્યું. 1 મહિલા સહિત 3 યુવકો થર્ડ પાર્ટી એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા જતા હતા. તેમને દિલ્લીથી બેંગકોક અને દુબઇ થઇને ઇરાનનાં તહેરાનમાં આવેલા એરપોર્ટ પર લઇ જવાયા હતા. તહેરાનમાં આ ત્રણેયને હેલી હોટલમાં રાખીને એજન્ટે નાણાની માગ કરી હતી. ઇરાનનો બાબા નામનાં શખ્સે તેમને ગોંધી રાખ્યા હતા.

સમગ્ર મામલે બાપુપુરા ગામના સરપંચે જણાવ્યું કે, દિલ્લીનો એજન્ટ ત્રણેય લોકોને ઓસ્ટ્રેલિયા લઈ જવાનો હતો. પરંતુ, તહેરાન એરપોર્ટ બહાર તેમનું અપહરણ થઈ ગયું.તેમનો પરિવાર અપહરણકારોએ માગેલી ખંડણી આપી શકે તેમ ન હોવાથી.સરકાર ઝડપી તેઓએ સહીસલામત પાછા લાવે તેવી માગ કરી છે. ત્યારે ગુજરાત અને ભારત સરકારની મદદથી તમામ બંધકોનો છોડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે સાંજ સુધી 4 ગુજરાતીઓ અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">