AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ફેન્સ ‘ડબલ ડોઝ’ માટે તૈયાર ! ‘ભારત અને પાકિસ્તાન’ એક જ દિવસમાં 2 મહામુકાબલા રમશે, બંને ટીમો વચ્ચે થશે ‘કાંટાની ટક્કર’

ભારત અને પાકિસ્તાન જ્યારે પણ ક્રિકેટના મેદાનમાં સામસામે ઉતરે છે, ત્યારે આખી દુનિયાના ક્રિકેટ ચાહકોની નજર આ મહામુકાબલા પર ટકેલી હોય છે. એવામાં આ વખતે એક જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 મહામુકાબલા યોજાવા જઈ રહ્યા છે.

Breaking News: ફેન્સ 'ડબલ ડોઝ' માટે તૈયાર ! 'ભારત અને પાકિસ્તાન' એક જ દિવસમાં 2 મહામુકાબલા રમશે, બંને ટીમો વચ્ચે થશે 'કાંટાની ટક્કર'
Image Credit source: AI Generated
| Updated on: Jan 19, 2026 | 7:26 PM
Share

ક્રિકેટ જગતમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન મેદાન પર સામ-સામે આવે છે, ત્યારે વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર આ મહામુકાબલા પર હોય છે. એવામાં આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક જ દિવસે બે મેચ રમાશે. ટૂંકમાં ક્રિકેટ પ્રેમીઓ માટે આખો દિવસ રોમાંચથી ભરપૂર રહેવાનો છે.

કઈ તારીખે રમાશે આ 2 ‘મહામુકાબલા’?

સરળ શબ્દોમાં કહીએ તો, આવતા મહિનાની 15 તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 મુકાબલા રમાશે, તેવું નક્કી થઈ ગયું છે. વાત એમ છે કે, T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઈ રહી છે.

ભારત અને શ્રીલંકાની ધરતી પર આ ટૂર્નામેન્ટ રમાશે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે ટકરાશે. આ મુકાબલો કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી રમાશે.

બીજો મુકાબલો કયો?

બીજા મુકાબલાની વાત કરીએ તો, T20 વર્લ્ડ કપ 2026 માં ભારત-પાકિસ્તાન મુકાબલા પહેલા IND vs PAK ની મેચ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ રમાશે. રસપ્રદ વાત એ છે કે, આ મુકાબલો પણ 15 ફેબ્રુઆરીએ T20 ફોર્મેટમાં જ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ મુકાબલો એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ટૂર્નામેન્ટમાં રમાશે.

આ ટૂર્નામેન્ટના શિડ્યુલની જાહેરાત થયા બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 વખત ટક્કર થશે. સારી વાત એ છે કે, બંને મુકાબલાનો સમય અલગ-અલગ છે, જેથી ક્રિકેટ ચાહકો બંને મેચનો આનંદ માણી શકશે.

T20 વર્લ્ડ કપમાં જ્યાં પુરુષોની ટીમ ભાગ લેશે, ત્યાં બીજી તરફ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 માં મહિલા ટીમ પોતાનો જલવો બતાવતી જોવા મળશે. વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 માં કુલ 8 ટીમ ભાગ લેશે, જેને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

ગ્રુપ-A અને ગ્રુપ-B ટીમોને સ્થાન મળ્યું?

ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવેલ છે. ગ્રુપ-A માં ઇન્ડિયા-એ, પાકિસ્તાન-એ, યુએઈ (UAE) અને નેપાળની ટીમ છે. ગ્રુપ-B માં બાંગ્લાદેશ-એ, શ્રીલંકા-એ, મલેશિયા અને યજમાન થાઈલેન્ડને સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. અહી ક્લિક કરો

મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
g clip-path="url(#clip0_868_265)">