AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News IND vs PAK : આ તારીખે ફરી થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, મહિલા T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યૂલ જાહેર

ICC એ 12 જૂનથી શરૂ થનારા મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે સંપૂર્ણ શેડ્યુલ જાહેર કર્યું છે . પ્રથમ મેચ યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે એજબેસ્ટન ખાતે રમાશે. 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ અને પાકિસ્તાન મહિલા ટીમ એક જ ગ્રુપમાં છે, એટલે ફરી એકવાર વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર થશે.

Breaking News IND vs PAK : આ તારીખે ફરી થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, મહિલા T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યૂલ જાહેર
India vs PakistanImage Credit source: X
| Updated on: Feb 24, 2026 | 4:35 PM
Share

ICC એ મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે સંપૂર્ણ શેડ્યુલ જાહેર કર્યું છે. ટુર્નામેન્ટ 12 જૂનથી 5 જુલાઈ સુધી ઇંગ્લેન્ડમાં યોજાશે. કુલ 12 ટીમો બે ગ્રુપમાં વહેંચાઈ છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી 14 જૂને એજબેસ્ટન ખાતે હાઈવોલ્ટેજ મુકાબલો રમાશે.

ઇંગ્લેન્ડમાં યોજાશે મહિલા T20 વર્લ્ડ કપ

ICC દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આ ટુર્નામેન્ટ મહિલા T20 વર્લ્ડ કપની 10 મી આવૃત્તિ હશે. ઓપનિંગ મેચ 12 જૂને એજબેસ્ટન ખાતે યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ગ્રુપ સ્ટેજથી લઈને ફાઈનલ સુધીના તમામ મુકાબલા ઇંગ્લેન્ડના પ્રતિષ્ઠિત મેદાનોમાં યોજાશે.

ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં

ગ્રુપ 1 માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સનો સમાવેશ થયો છે. જ્યારે ગ્રુપ 2માં વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ સામેલ છે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં પાંચ મેચ રમશે અને ટોચની બે ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.

14 જૂને ભારત-પાકિસ્તાનની ટક્કર

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રવિવાર, 14 જૂને એજબેસ્ટન ખાતે યોજાશે. ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થનારી આ મેચ પર વિશ્વભરના ચાહકોની નજર રહેશે. બંને ટીમો વચ્ચેનો મુકાબલો હંમેશા રોમાંચક રહ્યો છે, તેથી આ મેચ ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ રહેશે.

5 જુલાઈએ લોર્ડ્સમાં ફાઈનલ

ટુર્નામેન્ટ દરમિયાન હેડિંગ્લી, હેમ્પશાયર બાઉલ, ઓલ્ડ ટ્રેફોર્ડ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ, ધ ઓવલ અને લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ જેવા ઐતિહાસિક મેદાનો પર મેચો રમાશે. 30 જૂન અને 2 જુલાઈએ ધ ઓવલ ખાતે બે સેમિફાઈનલ યોજાશે, જ્યારે 5 જુલાઈએ લોર્ડ્સમાં ફાઈનલ રમાશે.

12 ટીમો ખિતાબ માટે જંગ

કુલ 33 મેચો ધરાવતી આ ટુર્નામેન્ટ મહિલા ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. વિશ્વની શ્રેષ્ઠ 12 ટીમો ખિતાબ માટે જંગ લડશે. ક્રિકેટપ્રેમીઓ માટે જૂન અને જુલાઈ મહિનો રોમાંચ અને સ્પર્ધાથી ભરેલો રહેશે, જેમાં દરેક મેચનું મહત્ત્વ નિર્ણાયક રહેશે.

T20 WC Breaking : પાકિસ્તાન ફક્ત એક મેચનું મહેમાન, T20 વર્લ્ડ કપમાંથી થશે બહાર?

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">