AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સ્મૃતિ મંધાના-હરમનપ્રીત કૌરની ફિફ્ટી વ્યર્થ ગઈ, ઓસ્ટ્રેલિયાએ ભારતને પહેલી ODI માં હરાવ્યું

ભારતને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ સામેની પ્રથમ વનડેમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે ભારતીય ટીમ શ્રેણીમાં 0-1 થી પાછળ પડી ગઈ છે. વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌરની લડાયક ફિફ્ટી વ્યર્થ ગઈ હતી.

Breaking News : સ્મૃતિ મંધાના-હરમનપ્રીત કૌરની ફિફ્ટી વ્યર્થ ગઈ, ઓસ્ટ્રેલિયાએ ભારતને પહેલી ODI માં હરાવ્યું
Indian Womens Cricket TeamImage Credit source: X/BCCI
| Updated on: Feb 24, 2026 | 4:45 PM
Share

મહિલા ક્રિકેટમાં બે પાવરફૂલ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સિરીઝમાં T20 શ્રેણી 2-1 થી જીત્યા બાદ વનડે સિરીઝની પહેલી જ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. વનડે વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ હાર સાથે ત્રણ મેચની સિરીઝમાં 0-1 થી પાછળ થઈ ગઈ છે.

ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વનડેમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. બ્રિસ્બેનમાં રમાયેલી આ મેચમાં ભારતે સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાને 50 ઓવરમાં 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યજમાન ટીમે ભારતીય મહિલા ટીમ સામે આ લક્ષ્ય ફક્ત 4 વિકેટ ગુમાવીને અને 70 બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો.

ભારતની ખરાબ શરૂઆત

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે, ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર પ્રતિકા રાવલ એક પણ રન બનાવ્યા વિના આઉટ થઈ ગઈ. પછી, સ્કોર 25 સુધી પહોંચતા ટીમે શેફાલી વર્માની વિકેટ ગુમાવી દીધી. ઓસ્ટ્રેલિયાએ જેમીમાહ રોડ્રિગ્ઝને આઉટ કરી ત્યારે ટીમ 50 રનનો આંકડો પાર કરવા માંડ-માંડ પહોંચી હતી. ભારતને 11.2 ઓવરમાં 52 રન પર આ ત્રણ મોટા આંચકાનો સામનો કરવો પડ્યો.

સ્મૃતિ મંધાના-હરમનપ્રીતની ઈનિંગ્સ વ્યર્થ ગઈ

એક છેડે વિકેટ પડી રહી હતી, પરંતુ સ્મૃતિ મંધાનાએ બીજા છેડે વિકેટ ટકાવી રાખી હતી. સ્મૃતિને મિડલ ઓર્ડરમાં આવેલી કેપ્ટન હરમનપ્રીત કૌરનો ટેકો મળ્યો હતો. બંનેએ ફિફ્ટી ફટકારી હતી. સ્મૃતિ 68 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 58 રન બનાવી આઉટ થઈ હતી જ્યારે હરમનપ્રીતે 53 રનની ઈનિંગ રમી હતી. ભારતીય ટીમ 50 ઓવર પણ રમી શકી નહીં અને 48.3 ઓવરમાં 214 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 1-0 થી આગળ

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ હતો, જેને તેમણે 38.2 ઓવરમાં માત્ર ચાર વિકેટ ગુમાવીને પૂર્ણ કરી લીધો. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન એલિસા હીલીએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. બેથ મૂનીએ પણ 76 રનનું યોગદાન આપ્યું હતું. પ્રથમ વનડેમાં જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી છે.

Breaking News IND vs PAK : ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યૂલ જાહેર, આ તારીખે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર

Follow Us
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
g clip-path="url(#clip0_868_265)">