AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બાંગ્લાદેશને હરાવી ભારત એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં બન્યું વર્લ્ડ ચેમ્પિયન

IND W vs BAN W: બેંગકોકમાં રાઇઝિંગ સ્ટાર્સ મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું. રાધા યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે ટુર્નામેન્ટ જીતી. ભારતની યુવા મહિલા ખેલાડીઓએ ઈતિહાસ રહ્યો હતો.

Breaking News : બાંગ્લાદેશને હરાવી ભારત એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં બન્યું વર્લ્ડ ચેમ્પિયન
Indian Womens Cricket TeamImage Credit source: X/BCCI
| Updated on: Feb 22, 2026 | 4:46 PM
Share

ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સનો ખિતાબ જીત્યો હતો. બાંગ્લાદેશે સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતે ટુર્નામેન્ટના પહેલા સેમિફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ફાઇનલમાં, રાધા યાદવની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ગ્રુપ B માં અજેય રહેલા બાંગ્લાદેશને સરળતાથી હરાવ્યું. તેઓએ 46 રનથી ટાઇટલ જીત્યું.

ભારતે બાંગ્લાદેશને 46 રને હરાવ્યું

બાંગ્લાદેશને ફાઇનલ જીતવા માટે 135 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા, તેઓ 100 રન પણ બનાવી શક્યા નહીં. ભારત સામેની ફાઇનલ મેચમાં બાંગ્લાદેશ ફક્ત 88 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જે ટાઇટલથી 46 રન દૂર હતું. બાંગ્લાદેશ તરફથી ઓપનર શમીમા સુલ્તાનાએ સૌથી વધુ 20 રન બનાવ્યા જ્યારે સરમીન સુલ્તાનાએ 18 રન બનાવ્યા.

ફાઇનલમાં ભારતીય બોલરોનું પ્રદર્શન

ભારત તરફથી પ્રેમા રાવત સૌથી સફળ બોલર રહી, તેણે 4 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી. સોનિયા મેંધિયા અને તનુજા કંવરે 2-2 વિકેટ લીધી. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન રાધા યાદવ અને સાયમા ઠાકોરે 1-1 વિકેટ લીધી.

ભારતે 7 વિકેટે 134 રન બનાવ્યા

અગાઉ, ભારતની ફાઇનલમાં શરૂઆત સારી રહી ન હતી. ટીમના ટોચના ચાર ખેલાડીઓ 50 રનની અંદર આઉટ થઈ ગયા હતા. જોકે, કેપ્ટન રાધા યાદવ અને તેજલ હસબનીસ વચ્ચેની અડધી સદીની ભાગીદારીએ ટીમના સ્કોરને 100 થી વધુ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

તેજલ હસબનીસની ફિફ્ટી

તેજલ હસબનીસે અંત સુધી અણનમ રહીને 34 બોલમાં 51 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. રાધા યાદવે 30 બોલમાં 36 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ બે ઇનિંગ્સે ભારતને 20 ઓવરમાં 7 વિકેટે 134 રન સુધી પહોંચાડવામાં મદદ કરી. બાંગ્લાદેશની સૌથી સફળ બોલર ફહિમા ખાતુન રહી, જેણે ચાર ઓવરમાં 25 રન આપીને ચાર વિકેટ લીધી.

T20 WC Breaking : જો બધી સુપર-8 મેચ રદ કરવામાં આવે તો પાકિસ્તાન સહિત આ ટીમો બહાર થઈ જશે, જાણો ICC નો નિયમ શું છે

Follow Us
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
g clip-path="url(#clip0_868_265)">