હાર્ટ એટેક
હવે એ વાત જૂની વાત થઈ ગઈ છે કે વૃદ્ધાવસ્થામાં જ હૃદયના રોગ થશે. તેનું કારણ એ છે કે 20 થી 30 વર્ષની વયજૂથના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. હૃદયની બીમારીઓ હવે જીવલેણ બની રહી છે. હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને કાર્ડિયાક ડિસીઝના કેસ વધી રહ્યા છે. કોવિડ વાયરસથી, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો (હૃદય સંબંધિત રોગો) નો ગ્રાફ વધુ ઝડપથી વધ્યો છે.
નિષ્ણાતો કહે છે કે, હૃદયરોગથી બચી શકાય છે, પરંતુ આ માટે જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવા પડશે. તબીબોના મતે હૃદયરોગથી બચવા રોજ હળવી કસરત કરો. દરરોજ ઓછામાં ઓછી 15 થી 25 મિનિટ કસરત કરવાની ટેવ પાડો. ભારે વર્કઆઉટ કરવું કે જીમમાં જવું જરૂરી નથી.
હૃદયરોગથી બચવા માટે તમે ઝડપથી ચાલવું, દોરડા કૂદવા, સ્વિમિંગ અને સાયકલ ચલાવી શકો છો. દર ત્રણ મહિને તમારા રિપોર્ટ કરાવો. હાર્ટને લગતા ટેસ્ટમાં લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ ખૂબ સારો હોવો જોઈએ. લિપિડ પ્રોફાઈલ ટેસ્ટના આધારે હૃદય રોગની સંભાવનાની ઓળખ થઈ શકે છે.