Ahmedabad : રખિયાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, ઘાતક હથિયારોથી હુમલો કરનાર 7 આરોપીની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં દિવસે દિવસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે ટોળાએ હુમલો કર્યો હતો. ઘાતક હથિયારો સાથે 10થી વધુ લોકો ધસી આવ્યા હતા.

ગુજરાતમાં દિવસે દિવસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે ટોળાએ હુમલો કર્યો હતો. ઘાતક હથિયારો સાથે 10થી વધુ લોકો ધસી આવ્યા હતા.
અજીત મીલ ચાર રસ્તા પાસે અજીત રેસીડેન્સીમાં ઘટના બની હતી. એક સગીર સહિત સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રખિયાલ પોલીસ 6 આરોપીને લઈને ઘટના સ્થળે પહોંચી હતી. આરોપીઓને સાથે રાખી ઘટનાનું પંચનામુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અજિત રેસિન્ડસી બાદ સુંદરમનગર પણ આરોપીઓને લઈ જવાશે.
રખિયાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક
ઉલ્લેખનીય છે કે રખિયાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે ટોળાએ હુમલો કર્યો હતો. ઘાતક હથિયારો સાથે 10થી વધુ લોકો ધસી આવ્યા હતા. અજીત મીલ ચાર રસ્તા પાસે અજીત રેસીડેન્સીની ઘટનામાં અંગત અદાવતમાં હુમલા કરવામાં આવ્યો હોવાની આશંકા છે. હુમાલાનો વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. પોલીસે સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે.
તલવાર સાથે 10થી વધુ લોકો ધસી આવ્યા
પ્રાથમિક તપાસમાં જૂની અદાવતમાં હુમલો કરાયાનું સામે આવ્યું છે. અજીત રેસીડેન્સી ખાતે ખાતે રહેતા સલમાન ખાન પઠાણ પર તેના જ પાડોશીએ હુમલો કર્યાનો ખુલાસો થયો છે. એક સામાજિક પ્રસંગમાં તેઓ ભેગા થયા હતા. અને પછી જૂની અદાવતમાં સલમાન ખાન પઠાણના ઘર પર હુમલો કરવામાં આવ્યો. દસેક લોકોનું ટોળું ખુલ્લી તલવારો સાથે ધસી આવ્યું હતું. અને ફરિયાદીના ઘર પર પથ્થરો ફેંકી તલવારથી હુમલો કર્યો હતો. હાલ પોલીસે રાયોટિંગની સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને સાત આરોપીઓને સકંજામાં લીધાં છે. જેમાં આફદાબ સિદ્દિકી, અશરફ પઠાણ, અમ્મર સિદ્દિકી તેમજ એક સગીરનો પણ સમાવેશ થઈ રહ્યો છે.
હાલ સ્થિતિ થાળે હોવાનો અમદાવાદ પોલીસનો દાવો છે. પણ મુદ્દો એ છે કે અમદાવાદ પોલીસના પેટ્રોલિંગના દાવા વચ્ચે આરોપીઓ પાસે આટલાં ઘાતક હથિયાર ક્યાંથી આવ્યા ? ભોગ બનનાર પરિવારનો આક્ષેપ છે કે જ્યારે આરોપીઓ હુમલા માટે ધસી આવ્યા હતા. ત્યારે ઘરમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો જ હતા. અંગત અદાવતમાં જ આરોપીઓએ હુમલાને અંજામ આપ્યો હોવાનું ભોગ બનનાર પરિવારનું કહેવું છે. પણ, પરિવારનો આક્ષેપ છે કે હુમલાખોરો છેલ્લા બે દિવસથી હુમલા માટે જાણે તક શોધી રહ્યા હતા.
હુમલાની ઘટનામાં થયો ખુલાસો
જૂની અદાવતમાં હુમલો કરાયાનો ખુલાસો થયો છે. અજીત રેસીડેન્સી ખાતે રહેતા સલમાન ખાન પઠાણને સુંદરનગરમાં પણ મકાન છે. જેના પડોશી સાથે ઘણાં સમયથી બબાલ ચાલી રહી છે. રખિયાલમાં એક સામાજિક પ્રસંગમાં બન્ને પરિવાર ભેગા થઈ ગયા હતા. અને માથાકૂટ થઈ હતી. જે બાદ સલમાન ખાન પઠાણના ઘર પર હુમલો કરવામાં આવ્યો. દસેક લોકોનું ટોળું ખુલ્લી તલવારો સાથે ધસી આવ્યું હતું. અને ફરિયાદીના ઘર પર પથ્થરો ફેંકી તલવારથી હુમલો કર્યો હતો. હાલ પોલીસે રાયોટિંગની સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને સાત આરોપીઓને સકંજામાં લીધાં છે.