AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 WC Breaking News: ઓસ્ટ્રેલિયાએ પોતાનું ‘બ્રહ્માસ્ત્ર’ બહાર કાઢ્યું… 59ની એવરેજથી રન ફટકારનાર બેટ્સમેન શું વર્લ્ડ કપમાં બદલશે ગેમ?

ટી20 વર્લ્ડ કપ 2026માં ઓસ્ટ્રેલિયન ટીમ અત્યારે ખેલાડીઓની ઈજાના કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. પેટ કમિન્સ બાદ હવે સ્ટાર બોલર જોશ હેઝલવુડ પણ અનફિટ થતા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જો કે, આ સંકટ સમયે ઓસ્ટ્રેલિયાએ પોતાનું સૌથી મોટું 'બ્રહ્માસ્ત્ર' બહાર કાઢ્યું છે.

ICC T20 WC Breaking News: ઓસ્ટ્રેલિયાએ પોતાનું 'બ્રહ્માસ્ત્ર' બહાર કાઢ્યું... 59ની એવરેજથી રન ફટકારનાર બેટ્સમેન શું વર્લ્ડ કપમાં બદલશે ગેમ?
Image Credit source: Cricinfo
| Updated on: Feb 16, 2026 | 1:54 PM
Share

ટી20 વર્લ્ડ કપ 2026 માં ઓસ્ટ્રેલિયન ટીમ અત્યાર સુધી તેના મુખ્ય ખેલાડીઓની ઈજાની સમસ્યાથી વધુ ઝઝૂમતી જોવા મળી છે. પેટ કમિન્સ બહાર થયા બાદ જોશ હેઝલવુડ પણ સ્ક્વોડનો હિસ્સો હોવા છતાં અનફિટ હોવાને કારણે બહાર થઈ ગયો હતો. ત્યારબાદ હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની જગ્યાએ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે, જેમાં અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સત્તાવાર જાહેરાત કરવામાં આવી

આઈસીસી (ICC) ટેકનિકલ કમિટીની મંજૂરી મળ્યા બાદ તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ ટી20 વર્લ્ડ કપ 2026 ના સ્ક્વોડમાં જોડાયેલા ઘણા ખેલાડીઓની ફિટનેસને ધ્યાનમાં રાખીને સ્ટીવ સ્મિથને બેકઅપ તરીકે બોલાવવાનો નિર્ણય પહેલા જ લઈ લીધો હતો, જેમાં તે ટીમ સાથે શ્રીલંકા પહોંચી પણ ગયો છે.

શું શ્રીલંકા સામે ‘સ્મિથ’ રમશે?

ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન મિશેલ માર્શ શરૂઆતની 2 મેચમાં ઈજાના કારણે ન રમી શકતા સ્મિથને તેના કવર તરીકે બોલાવવામાં આવ્યો હતો, જેમાં તેણે 15 ફેબ્રુઆરીએ ટીમ સાથે ટ્રેનિંગ પણ કરી હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન ટીમની સ્ક્વોડનો હિસ્સો બન્યા બાદ, જો જરૂર પડશે તો 16 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામે રમાનારી મેચમાં સ્ટીવ સ્મિથ રમતો જોવા મળી શકે છે.

59.80 ની સરેરાશથી કુલ 299 રન બનાવ્યા

સ્મિથે છેલ્લે ફેબ્રુઆરી 2024માં ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. જો કે, હાલમાં જ પૂરી થયેલી બિગ બેશ લીગ (BBL) 2025-26 ની સીઝનમાં તે સિડની સિક્સર્સ તરફથી રમતા ખૂબ જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. સ્મિથે આ ટૂર્નામેન્ટમાં 59.80 ની સરેરાશથી કુલ 299 રન બનાવ્યા હતા. બીજી તરફ, ટી20 ઈન્ટરનેશનલમાં તેના રેકોર્ડ પર નજર કરીએ તો, તેણે 67 મેચમાં 24.86 ની સરેરાશથી કુલ 1094 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 125.45 નો રહ્યો છે.

ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવાની ચિંતા

ટી20 વર્લ્ડ કપ 2026માં ઓસ્ટ્રેલિયન ટીમ ગ્રુપ-B નો હિસ્સો છે, જેમાં તેણે અત્યાર સુધી બે મેચ રમી છે. આ બે મેચમાંથી ટીમને એકમાં જીત મળી છે, જ્યારે એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં કાંગારૂ ટીમ પર ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવાની તલવાર લટકી રહી છે.

ઓસ્ટ્રેલિયાએ તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમી હતી, જેમાં તેને 23 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ટીમની નેટ રનરેટ પણ ઘણી ખરાબ થઈ ગઈ છે, જે અત્યારે માત્ર 1.100 છે. હવે જો ઓસ્ટ્રેલિયન ટીમ તેની બાકીની 2 મેચમાંથી એક પણ મેચમાં હારશે, તો તેના માટે સુપર-8માં પહોંચવાનો રસ્તો લગભગ બંધ થઈ જશે.

ICC T20 WC Breaking News: ગંભીરનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો અને ધોની પણ પાછળ રહી ગયો, કિશને ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે પોતાનું નામ નોંધાવ્યું

Follow Us
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
g clip-path="url(#clip0_868_265)">