ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા એ વિશ્વના સાત ખંડ પૈકીનો એક છે. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલ ઓસ્ટ્રેલિયા ખંડ હોવાની સાથે સાથે દેશ પણ છે. જેનુ પુરુ નામ કોમનવેલ્થ ઓફ ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા છે. ઓસ્ટ્રેલિયા એ ટાપુઓના સમૂહ પણ છે. વિશ્વના સૌથી નાના ખંડ એવા ઓસ્ટ્રેલિયાના મુખ્ય ટાપુ ટાસ્માનિયા છે. હિંદ અને પ્રશાંત મહાસાગરના અન્ય નાના મોટા ટાપુઓ ઓસ્ટ્રેલિયાનો ભાગ ગણાય છે.
ઓસ્ટ્રેલિયા દેશમાં કૂલ છ રાજ્યો આવેલા છે. જે ન્યુ સાઉથ વેલ્સ, વિકટોરિયા, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ ઓસ્ટ્રેલિયા, ક્વિન્સલેન્ડ અને ટાસ્માનિયા. આ દરેક રાજ્યના પાટનગર છે જે વિશ્વના જાણીતા શહેર છે. જેમ કે સિડની એ ન્યુ સાઉથ વેલ્સનુ પાટનગર છે. મેલબોર્ન છે તે વિકટોરિયા રાજ્યનુ પાટનગર છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનુ પાટનગર પર્થ છે. તો એડિલેડ એ દક્ષિણ ઓસ્ટ્રેલિયાનુ પાટનગર છે. બ્રિસ્બન છે તે ક્વિન્સલેન્ડ અને ટાસ્માનિયાનુ પાટનગર હોબાર્ટ છે.
ઓસ્ટ્રેલિયામાં છ રાજ્ય ઉપરાંત બે એવા પ્રદેશ છે જેને ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરિ અને નોર્ધર્ન ટેરિટરિ તરીકે ઓળખવામાં આવે છે. કેનબરા એ ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરિનું પાટનગર છે જ્યારે ડાર્વિન નોર્ધર્ન ટેરિટરિનું પાટનગર છે.
સિડની આતંકી હુમલાખોર પાસેથી બંદૂક આંચકી લેનાર અહેમદ શેનો ધંધો કરે છે ? ઓસ્ટ્રેલિયાના PM એ લીધી મુલાકાત
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આતંકવાદી હુમલા દરમિયાન અહેમદ અલ-અહમદે જબરી હિંમત બતાવી હતી. તેણે આડેઘડ ગોળીબાર કરતા આતંકવાદી હુમલાખોરને પાછળથી પકડી લીધો અને તેના હાથમાંથી બંદૂક છીનવી લીધી હતી. જોકે, આ દરમિયાન તેને ગોળી વાગી હતી અને તે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. હવે અહેમદ અલ-અહમદ બાબતે એવું સામે આવ્યું છે કે અહેમદ ફળો વેચવાનો વ્યવસાય નથી કરતો. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બેનીઝે અહેમદ અલ-અહમદની ખબર અંતર પુછવા હોસ્પિટલ ગયા હતા. અને તેણે દર્શાવેલ બહાદુરીની પ્રશંસા કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Dec 16, 2025
- 12:25 pm