AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

28 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સુરતમાં દીકરીના ત્રાસના કારણે મજબૂર થઈને માતાએ પોતાનું ઘર છોડ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2025 | 8:45 AM
Share

Gujarat Live Updates : આજ 28 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

28 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સુરતમાં દીકરીના ત્રાસના કારણે મજબૂર થઈને માતાએ પોતાનું ઘર છોડ્યું

LIVE NEWS & UPDATES

  • 28 Dec 2025 08:38 AM (IST)

    સુરતમાં દીકરીના ત્રાસના કારણે મજબૂર થઈને માતાએ પોતાનું ઘર છોડ્યું

    સુરતમા દીકરી અને પુત્રે સાથે મળી માતાની પ્રોપર્ટી વેચી સુરતમાં મકાન લઈ વૃદ્ધ માતાને માનસિક ત્રાસ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વાલક ગ્રીનવેલી રેસિડેન્સીમાં પોતાની દીકરી સાથે રહેતા હતા. માતાને વારંવાર અપશબ્દો કહીને અપમાનિત કરતી હતી દીકરી. આ ઉપરાંત દીકરી તેના ભાઈઓ સાથે મળી માતાની તમામ મિલકત પણ સરખા ભાગે લખાવી લીધી હતી. સગી દીકરી એ જ માતાને પ્રોપર્ટી વગરની કરીને હેરાન પરેશાન કરી મૂક્યા. દીકરીના ત્રાસથી અલગ રહેવા માટે માતાએ, સુરત સ્થિત વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. વૃદ્ધાની પ્રોપર્ટીમાંથી ભાઈ-બહેને મકાન લીધા અને મકાનના ભાડાના પૈસાથી તેઓ પોતાનો ગુજરાત ચલાવતા પરંતુ માતાને સરખી રીતે સાચવતા ન હતા. વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ માતાને લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય આપ્યો છે.

  • 28 Dec 2025 07:39 AM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ, પીએમ મોદીના જીવન પર આધારિત નમોત્સવ કાર્યક્રમમાં આપશે હાજરી

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, આજે રવિવારે તેમના મતવિસ્તાર ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેઓ દિવસના અંતે શેલા ખાતે આવેલ સંસ્કારધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં ખાસ હાજરી આપશે.

  • 28 Dec 2025 07:25 AM (IST)

    કચ્છમાં ભચાઉના વોંધ પાસે મિની બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બસમાં લાગી આગ, 14 મુસાફરોને બચાવી લેવાયા

    કચ્છના ભચાઉના વોંધ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મિની બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ મિની બસમાં ભયાનક આગ લાગી હતી. મિની બસમાં સવાર 14 મુસાફરોને બચાવી લેવાયા છે. ભચાઉ ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી.

  • 28 Dec 2025 07:20 AM (IST)

    ગુજરાત ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર, જૂના ચહેરાની બાદબાકી

    ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ, ગઈકાલ શનિવારે મોડી રાત્રે, પ્રદેશ સંગઠનના માળખાની જાહેરાત કરી હતી. ગુજરાત ભાજપના નવા સંગઠન માળખામાં જૂના ચહેરાની બાદબાકી કરી છે.

આજે 28 ડિસેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Dec 28,2025 7:17 AM

વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
g clip-path="url(#clip0_868_265)">