સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ થાય તેવુ શાસન હવે આ દેશમાં ક્યારેય નહીં આવેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, છેલ્લા 11 વર્ષથી દેશમાં ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીની સરકાર છે. આઝાદી બાદ સનાતન ધર્મના અનેક સંપ્રદાયના સૌ અનુયાયીઓ રાહ જોતા હતા કે એક એવી સરકાર આવે કે જે આપણા સનાતન ધર્મને મહત્વ આપી તેના આધાર પર દેશ ચલાવે. 550 વર્ષ પહેલા બાબરે તોડેલ મંદિર ફરી બને અને જોત જોતામાં મંદીર બન્યું એટલુ જ નહીં તેના પર ભગવી ધજા પણ લહેરાય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગ્રંથ શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થવા અંગે, ગાંધીનગરના અડાલજ ખાતે સમૈયાનું આયોજન કરાયેલ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે આજે શિક્ષાપત્રી સામૈયામાં ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, છેલ્લા 11 વર્ષથી દેશમાં ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીની સરકાર છે. આઝાદી બાદ સનાતન ધર્મના અનેક સંપ્રદાયના સૌ અનુયાયીઓ રાહ જોતા હતા કે એક એવી સરકાર આવે કે જે આપણા સનાતન ધર્મને મહત્વ આપી તેના આધાર પર દેશ ચલાવે. 550 વર્ષ પહેલા બાબરે તોડેલ મંદિર ફરી બને અને જોત જોતામાં મંદીર બન્યું એટલુ જ નહીં તેના પર ભગવી ધજા પણ લહેરાય છે.
અમિત શાહે વધુમાં કહ્યું કે, આર્ટીકલ 370મી કલમ કાશ્મીરને આપણું પોતાનું કરવાની વાત પૂરી થઈ, ત્રિપલ તલ્લાક પૂરા થયા. કોમન સિવીલ કોડ, યોગ, ગૌસેવા, બદ્રીનાથ, મહાકાળ સહિતના અનેક મંદિરનો કોરિડોર રચાયો. હવે સોમનાથનો બની રહ્યો છે. છેલ્લા 11 વર્ષમાં સનાતન ધર્મ માટે હાથ ઉપર લીધેલા તમામ કાર્યો પૂરા કર્યા છે. હવે સનાતન ધર્મના અનુયાયીઓને નિરાશ થવું પડે તેવી સરકાર કે તેમનુ શાસન આ દેશમાં ક્યારેય આવવાનું નથી.
વિક્રમ સંવત 1882 ની વસંત પંચમીએ વડતાલની ધરતી પર ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિક્ષાપત્રી રચાયેલી હતી. આ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થતા અડાલજ ખાતે સમૈયો યોજાઈ રહેલ છે. સામૈયા મહોત્સવના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિભક્તોને વીડિયો સંદેશ પાઠવ્યો હતો. કાલુપુર સ્વામિનારાયણ મંદિર ના મુખ્ય ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ તથા વ્રજેન્દ્રપ્રસાદ જી (લાલજી) મહારાજ એ શિક્ષાપત્રી અને તેના મૂલ્યો લોકો સુધી પહોંચાડવા હરિભક્તોને અપીલ કરી છે.