બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ભલગામ ટોલ પ્લાઝા ખાતે હાઈવે ઓથોરિટી સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો. રોડની ખરાબ હાલત, મોટા ખાડા અને બંધ સ્ટ્રીટ લાઈટની અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે “રોડ નહીં તો ટોલ નહીં”ના નારા સાથે ધરણા યોજ્યા હતા. આ ધરણામાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સંકલન સમિતિની બેઠકોમાં મુદ્દાઓ ઉઠવા છતાં કામ ન થતા આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. દરમિયાન પોલીસે ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરી હતી, જેને લઈને વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો હતો.
27 ડિસેમ્બરના મહત્વના સમાચાર : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો દાવો, આવતીકાલે થનારી ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની ભરતીમાં કૌભાંડ આશંકા, GETCO-PGVCLની ભરતીની તપાસની માગ
આજે 27 ડિસેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 27 ડિસેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વડોદરાઃ ખુલ્લા હોલમાં પડતા યુવકના મોત બાદ જાગ્યું તંત્ર
વડોદરાઃ ગટરના ખુલ્લા હોલમાં પડતા યુવકના મોત બાદ તંત્ર જાગ્યું. પાલિકાના અધિકારીઓએ દુર્ઘટના બાદ સ્થળ પર બેરિકેટિંગ લગાવ્યા. જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની તંત્રએ ખાતરી આપી છે. ફરિયાદ નોંધીને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. કામગીરી યોગ્ય થાય તેનું નિરીક્ષણ કરવું જરૂરી છે. નિરીક્ષણ માટે અધિકારીઓને સ્થળે હાજર રહેવુ પણ જરૂર છે. જવાબદાર અધિકારીઓ સામે પણ નોટિસ આપી કાર્યવાહી કરાશે. પીડિત પરિવારને પણ જે વળતર આપવાનું થશે તે અપાશે.
માંજલપુરમાં ગટરનાં ખુલ્લા હોલમાં પડવાથી યુવકનુ મોત થયુ હતુ. પાણીની ટાંકી નજીક પાલિકાનાં ડ્રેનેજ વિભાગની કામગીરી ચાલતી હતી અને હોલને બેરિકેટિંગ ન કરતાં યુવક અંદર ખાબક્યો હતો અને ગંભીર ઈજાને કારણે યુવકનું મોત થયુ હતુ. મૃતક યુવક નિવૃત્ત DySPનો પુત્ર હોવાનું સામે આવ્યું. દુર્ઘટનાને લઈ સ્થાનિકોમાં પણ મનપાની કામગીરી સામે રોષ છે અને અનેક રસ્તાઓ ખોદી નાંખ્યા જેના કારણે સ્થાનિકોને હાલાકી પડતી હોવાની પણ વ્યથા ઠાલવી છે..
-
બનાસકાંઠાઃ હાઈવે ઓથોરિટી સામે જ કાંકરેજના ધારાસભ્યના ધરણા
બનાસકાંઠાઃ હાઈવે ઓથોરિટી સામે કાંકરેજના ધારાસભ્યએ ધરણા કર્યા છે. ભલગામ ટોલ પ્લાઝા પર રોડ નહીં તો ટોલ નહીં સાથે વિરોધ કર્યો. ખાડા અને બંધ સ્ટ્રીટ લાઈટની રજૂઆત છતાં કામ નથી થતાની રાવ સાથે ધરણા કર્યા. સંકલન સમિતિની બેઠકમાં મુદ્દા ઉઠવા છતાં કામ ન થયું. ધારાસભ્ય અમૃતજી ઠાકોરની સાથે સ્થાનિકો પણ જોડાયા. ધરણા કરી રહેલા ધારાસભ્ય સહિત કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની પોલીસે અટકાયત કરી.
-
-
વડોદરામાં તંત્રની બેદરકારીને કારણે ગયો બે યુવકનો જીવ
વડોદરામાં તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માંજલપુર વિસ્તારમાં ખુલ્લા ગટરના મેનહોલમાં પડી જવાથી એક યુવકનું મોત થયું છે..પરિવાર સાથે જમવા બહાર નીકળેલા યુવક માટે અંધારામાં ખુલ્લો મેનહોલ મોતનો ખાડો બની ગયો. કામ પૂરું થયા બાદ પણ મેનહોલ બંધ ન કર્યો અને બેરિકેડિંગ કે કોઈ ચેતવણી આપવામાં પણ ના આવી. આ બેદરકારીએ એક નિર્દોષનો જીવ લઈ લીધો છે.
-
ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે HCનો આદેશ
ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે HCએ આદેશ કર્યો છે. ચાઈનીઝ દોરી, કાચ વાળી દોરી, તુક્કલ સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉત્તરાયણમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતાં લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. આ વસ્તુઓનો સંગ્રહ કરતાં વેપારીઓ સામે પણ લાલ આંખ થશે.
ઉત્તરાયણના તહેવારમાં દોરીના લીધે અકસ્માતના કિસ્સા વધી જતાં હોય છે. સાથે જ ચાઈનીઝ તુક્કલના લીધે આગના બનાવ પણ સામે આવતા હોય છે. જે અંગે હમણાં સુધી કરાયેલી કામગીરીનો અહેવાલ પણ હાઈકોર્ટમાં રજૂ કરાયો છે. સાથે જ 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી 59 FIR નોંધી પોલીસે 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે ઉત્તરાયણની ઉજવણીને પગલે કેવા પ્રકારની વસ્તુઓનું વેચાણ કરવું તે માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તદઉપરાંત દરેક જિલ્લા પોલીસ વડા અને સંબધિત અધિકારીઓને ડે ટુ ડે રિપોર્ટ કરવા પણ કોર્ટે નિર્દેશ આપ્યા છે.
-
બનાસકાંઠા: યુવકની હત્યા કરનારા આરોપીઓનું કઢાયુ સરઘસ
બનાસકાંઠા: યુવકની હત્યા કરનારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો. પાલનપુર-અમદાવાદ હાઈવે પર યુવકની હત્યા કરાઈ હતી. એરોમા સર્કલ પર પોલીસે 6 આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. આરોપીઓને જોતા જ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો. તમામ આરોપીઓને કડક સજા થાય તેવી સ્થાનિકોએ માગ કરી. ઘટનાસ્થળે આરોપીઓને લઈ જઈ પોલીસ દ્વારા રિ-કન્સ્ટ્રક્શન કરાયું. બે DySP, PI, PSI સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
-
-
મોરબીમાં હની ટ્રેપ મામલે 5 આરોપીઓની ધરપકડ
મોરબીમાં હની ટ્રેપ મામલે 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. હજુ એક મહિલા સહિત 3 લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. આરોપીઓએ એક પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. પોતાની વાડી માટે શ્રમિકની શોધમાં ગયેલા પ્રૌઢને ફસાવ્યા હતા. મહિલાએ વાડીમાં જઈ નિર્વસ્ત્ર થઈને વીડિયો ઉતારી હનીટ્રેપમાં ફસાવ્યા. આરોપીઓએ 52.50 લાખનું સોનું સહિત રોકડ મળી 53.50 લાખ પડાવ્યા હતા. પ્રૌઢે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીઓ પાસેથી 51.11 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે હનીટ્રેપના રેકેટની તપાસ હાથ ધરી છે.
-
રાજકોટ: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આરોપ
રાજકોટ: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આવતીકાલે લેવાનાર PGVCL અને GETCOની પરીક્ષામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આવતીકાલની ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીમાં પણ ગેરરીતિની ભીતિ સેવાઈ રહી છે. જામનગરની એપ્રેરેન્ટિસ લાઈનમેનની ભરતીમાં કૌભાંડ આચરાયુ હોવાનો આક્ષેપ યુવરાજસિંહે કર્યો છે. 107 જગ્યામાં 35 બોગસ ઉમેદવારોની ભરતી થઈ હોવાનો મોટો આક્ષેપ કરાયો છે.
-
ભવનાથમાં અંબાજી મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ તીવ્ર બની
જુનાગઢમાં ભવનાથ અને અંબાજી મંદિરના મહંતની નિમણૂકની માગ તીવ્ર બની છે. મહત્વનું છે કે જુનાગઢના સુપ્રસિદ્ધ શિવરાત્રીના મેળાને આગામી વર્ષે રાષ્ટ્રીય ફલક પર લઈ જવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ત્યારે સાધુ સંતો અને હિન્દુ સંગઠનોની માગ છે કે વહેલી તકે ભવનાથ અને અંબાજી મંદિરના મહંતની નિમણૂક કરવામાં આવે. જેથી મેળાનું આયોજન સુવ્યવસ્થિત અને સુચારુ રીતે થઈ શકે.
ઉલ્લેખનિય છે કે અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુનાં નિધન પછી મહંત પદના મામલાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આ વિવાદને શાંત પાડવા માટે સરકારે મંદીરનો વહીવટ પોતાને હસ્તક લેવાનો નિર્ણય કર્યો હતો. ભવનાથ મંદીરના મહંતની મુદત પુરી થતા ત્યા પણ વિવાદ સર્જાતા મંદિરનો વહીવટ સરકાર હસ્તક છે. ત્યારે અંબાજી મંદિરના મહંત પદને લઈ અરજીઓ તંત્ર દ્વારા સ્ક્રૂટીની પ્રક્રિયા શરૂ છે. તેમજ ભવનાથ મંદિર મામલે ન્યાયીક પ્રક્રિયા ચાલતી હોવાથી. મહંતની નિમણૂક કરવામાં વિલંબ થઈ રહ્યો છે. સમગ્ર મામલે જિલ્લાના સહપ્રભારી પ્રધાન કૌશિક વેકરીયાએ જણાવ્યું હતુ કે મહંતનો વિષય ધ્યાન પર છે.. વહેલી તકે તેનું નિવારણ આવશે.
-
વાવ થરાદમાં નક્લી સોનુ વેચવા આવેલા લેભાગુનો પર્દાફાશ
જો હવે સોનું ખરીદવા જાઓ છો કે કોઈ તમારા ત્યાં સોનું વેચવા આવે છે તો ચેક કરી લેજો કે સોનું અસલી છે કે નકલી. નહીં તો છેતરાઈ જશો. વાવ-થરાદમાં નકલી સોનાના દાગીના વેચવા આવેલા બે શખ્સોનો પર્દાફાશ થયો છે. આરોપીઓ થરાદની સોની બજારમાં સોનાના દાગીના વેચવા માટે આવ્યા હતા. પુરુષોના કાનમાં પહેરાતા દાગીના માટે આ શખ્સોએ સોની પાસેથી 1 લાખ રૂપિયા માંગ્યા હતા. જો કે વેપારીની જાગૃતતાના કારણે નકલી દાગીના વેચવા આવેલા શખ્સોનો ભાંડો ફૂટ્યો. આ બંને આરોપીઓમાંથી એક શખ્સ રાજસ્થાનનો અને એક શખ્સ થરાદ તાલુકાનો હોવાનું સામે આવ્યું. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
-
સુરતઃ શહેરના લાલગેટ વિસ્તારમાં યુવકનો આપઘાત
સુરતઃ શહેરના લાલગેટ વિસ્તારમાં યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાત્રિના સમયે આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ છે. અગમ્ય કારમોસર યુવકે આપઘાત કર્યો છે. મૃતકનું નામ દાનિસ મુનાફ મોતિયાણી હોવાનું સામે આવ્યુ છે.
-
ઊંચા પગારની ઘેલછામાં નવસારીનો યુવક પણ મ્યાનમારમાં ફસાયો
ઊંચા પગારની ઘેલછામાં નવસારીનો યુવક પણ મ્યાનમારમાં ફસાયો છે. છ મહિના પહેલા ઓનલાઈન એપ્લિકેશનથી પરીક્ષા આપી હતી. ડેટા એન્ટ્રીની નોકરીની લાલચે યુવકને મ્યાનમાર બોલાવાયો હતો. એજન્ટે છેતરપીંડી કરતાં નવસારીના યુવક સહિત 10 લોકો ફસાયા હતા. સૌએ મ્યાનમારના વાડી વિસ્તારમાં આવેલા NGOમાં આશરો લીધો હતો. પુત્ર સાયબર રેકેટમાં ફસાયો હોવાની જાણ થતાં પરિવારમાં ચિંતા વ્યાપી છે. પુત્ર સુરક્ષિત ઘરે પરત ફરે તેવી પરિવારજનો માગ કરી રહ્યા છે.
મહત્વનું છે કે ગુજરાતીઓ સહિત અનેક ભારતીયો મ્યાનમારમાં ફસાયા છે. જેમાં નવસારીના એક યુવકનો પણ સમાવેશ છે. પુત્ર મ્યાનમારમાં ફસાયો હોવાથી પરિવારનો જીવ પણ તાળવે ચોંટ્યો છે. ત્યારે વહેલી તકે પોતાનો દીકરો ભારત પરત ફરે તેવી પરિવારજનો માગ કરી રહ્યા છે.
-
ગોધરામાં ભારતનો પ્રથમ આલ્કલાઈન વોટરનો પ્રોજેક્ટ શરૂ કરાયો
પંચમહાલના ગોધરા શહેરના સ્થાનિકો અને આવતા જતાં રાહદારીઓ માટે ભારતનો પ્રથમ આલ્કલાઈન વોટરનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ગોધરાવાસીઓ અને ગોધરામાં આવતા મુસાફરોને હવે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. ગોધરા નગરપાલિકા અને ખાનગી કંપનીના સંયુક્તપણે ભારતનો પ્રથમ સાર્વજનિક આલ્કલાઈન વોટર એટીએમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું અટલ ઉદ્યાન ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. કુલ 6 જેટલા વિસ્તારોમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આલ્કલાઈન વોટર એટીએમ સ્થાપવામાં આવ્યા છે. જેમાં માત્ર 2 રૂપિયા પ્રતિ લીટર આલ્કલાઈન પાણી ઉપ્લબ્ધ થશે. આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં બે ખાસ વાહનો દ્વારા ડોર ટુ ડોર આલ્કલાઈન પાણીની વિતરણ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત માત્ર 25 રૂપિયામાં 20 લીટર શુદ્ધ પાણી ઘર આંગણે પહોંચાડવામાં આવશે.
-
બનાસકાંઠાઃ હાઈવે ઓથોરિટી સામે જ કાંકરેજના ધારાસભ્યના ધરણા
બનાસકાંઠાઃ હાઈવે ઓથોરિટી સામે જ કાંકરેજના ધારાસભ્યએ ધરણા કર્યા. ભલગામ ટોલ પ્લાઝા પર રોડ નહીં તો ટોલ નહીં સાથે વિરોધ કર્યો. ખાડા અને બંધ સ્ટ્રીટ લાઈટની રજૂઆત છતાં કામ નથી થતાની રાવ સાથે ધરણા કર્યા. સંકલન સમિતિની બેઠકમાં મુદ્દા ઉઠવા છતાં કામ ન થયું. ધારાસભ્ય અમૃતજી ઠાકોરની સાથે સ્થાનિકો પણ જોડાયા. ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની પોલીસે અટકાયત કરી.
-
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. હાલમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. 5 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. પવન ફૂંકાવાના કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવાશે. આજે નલિયાનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયુ છે.
-
અમદાવાદ: બાઈક પર જોખમી સ્ટંટબાજી યુવકોને ભારે પડી
અમદાવાદ: બાઈક પર જોખમી સ્ટંટબાજી યુવકોને ભારે પડી છે. સિંધુભવન રોડ પર સ્ટંટબાજ યુવકોનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સ્ટંટ દરમિયાન બાઈકચાલકે કાબૂ ગુમાવ્યો હતો. બાઈકચાલક સહિત પાછળ બેઠેલો યુવક નીચે પટકાયો છે. અગાઉ પણ જોખમી બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો.
-
અમદાવાદઃ પેલેડિયમ મોલમાં ભગવા સેનાના કાર્યકરોએ કર્યા દેખાવો
અમદાવાદઃ ક્રિસમસ બાદ પણ ભગવા સેનાનો વિરોધ જારી છે. પેલેડિયમ મોલમાં ભગવા સેનાના કાર્યકરોએ દેખાવ કર્યા. મોલમાં ક્રિસ્ટમસ ટ્રી હટાવી કાર્યકરો દેખાવો કરી રહ્યા હતા. વિરોધ કરી રહેલ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને લઈ વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદ મોલમાં ક્રિસમસની ઉજવણીનો વિરોધ કરવા આવેલા સેનાના અધ્યક્ષે જણાવ્યુ કે કાર્યકરો ધર્મની વાત કરવા માટે મોલમાં ગયા હતા, દુકાનદાર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો નથી. માત્ર ક્રિસમસ પર જ કેમ આયોજનો કરાય છે. સનાતન ધર્મના તહેવારો અને પર્વોની ઉજવણી કેમ નહીં ?
-
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ અંગે પોલીસનું જાહેરનામું
અમદાવાદ: થર્ટી ફર્સ્ટને લઈને અમદાવાદ પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. ઉજવણીને ધ્યાને રાખીને અનેક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે. સિંધુભવન રોડ અને CG રોડ બંધ રહેશે. 31 ડિસેમ્બરે સાંજે 6 થી રાત્રે 3 વાગ્યા સુધી તમામ વાહનો પર પ્રતિબંધ રહેશે. મીઠાખળી સર્કલથી કોમર્સ 6 રસ્તા થઈ CG રોડ જઈ શકાશે. ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સુધીનો માર્ગ બંધ રહેશે. તમામ વિસ્તારોને નો ફ્લાઇ ઝોન જાહેર કરાયા છે. SG હાઈવે પર પેસેન્જર વાહનો સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ લગાવાયો છે. વાહન ચાલકો SP રિંગરોડનો ઉપયોગ કરશે
-
બનાસકાંઠાઃ હાઈવે ઓથોરિટી સામે જ કાંકરેજના ધારાસભ્યના ધરણા
-
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. નવા વર્ષની શરૂઆતમાં જોવા મળશે ઠંડીનો ચમકારો. હાલમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા હોવાથી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 5 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. પવન ફૂંકાવવાના કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવાશે. આજે નલિયાનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું. અમદાવાદનું લઘુતમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયુ.
-
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીના બાળકો સાથે હળવા મુડમાં સંવાદ કર્યો
અમદાવાદના ગોધાવી પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીના બાળકો સાથે હળવા મુડમાં સંવાદ કર્યો. અત્યાર સૌથી વધુ જેની ચિંતા વાલીઓને સતાવી રહી છે તે મોબાઈલને લઈને પણ મુખ્યપ્રધાન બાળકો સાથે મનખોલીને વાત કરી. વડાપ્રધાન અને મુખ્યપ્રધાન કોણ એવા હળવા સવાલોની સાથે સાથે બાળકોને મોબાઈલનો ઉપયોગ ન કરવાની પણ શીખામણ આપી.
-
રાપરમાં 29 કલાકમાં 24 ભૂકંપના આંચકા નોંધાયા
કચ્છના રાપરમાં ભૂકંપના આંચકો આવવાનો સિલસિલો યથાવત છે. રાપરમાં 29 કલાકમાં 24 ભૂકંપના આંચકા નોંધાયા. કચ્છ યુનિવર્સીટી જીઓ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ગૌરવ ચૌહાણએ માહિતી આપી. 4.6 તીવ્રતાના મોટા ભૂકંપના આંચકા બાદ 23 આફ્ટર શોક નોંધાયા. ગઈકાલે વહેલી સવારે 4:30 થી આજે સવારે 9:30 વાગ્યા સુધી ભૂકંપના આંચકા નોંધાયા. લાલ કલરની પિન મેનશોક નું લોકેશન છે અને પીળા પિન પછી આવેલા કુલ 23 આફ્ટરશોક છે.
-
અમદાવાદ: બાઈક પર જોખમી સ્ટંટબાજી યુવકોને ભારે પડી
અમદાવાદ: બાઈક પર જોખમી સ્ટંટબાજી યુવકોને ભારે પડી. સિંધુભવન રોડ પર સ્ટંટબાજ યુવકોનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સ્ટંટ કરતા દરમિયાન બાઈકચાલકે કાબૂ ગુમાવ્યો. બાઈકચાલક સહિત પાછળ બેઠેલો યુવક નીચે પટકાયો. અગાઉ પણ જોખમી બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો.
-
સુરત: લોકો સાથે સાયબર ફ્રોડ કરનારો યુવક મુંબઈથી ઝડપાયો
સુરત: લોકો સાથે સાયબર ફ્રોડ કરનારો યુવક મુંબઈથી ઝડપાયો. RTOની APK ઈ-ચલણની ફાઈલ મોકલીને રૂપિયા પડાવતો હતો. 5.02 લાખની ઉચાપત કરનારા પાંડેસરાના યુવકની ધરપકડ કરવામાં આવી. આરોપીના એકાઉન્ટમાં ફરિયાદીના 1.47 લાખ જમા થયા હતા. વધુ આરોપીઓની સંડોવણી હોય તેવી શક્યતાઓ છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યાં.
-
મોરબી: અકસ્માત કર્યા બાદ ડમ્પરચાલકની દાદાગીરી
મોરબી: અકસ્માત કર્યા બાદ ડમ્પરચાલકની દાદાગીરી જોવા મળી. માટેલ રોડ પર બેફામ ડમ્પરે બાઈકસવાર 2 મિત્રને અડફેટે લીધા. અકસ્માત બાદ ઈજાગ્રસ્તના પરિવારને ડમ્પરચાલક ધમકી આપતો હતો. ઈજાગ્રસ્તના ભાઈને ધમકાવતો ડમ્પરચાલકનો વીડિયો વાયરલ થયો છે. અકસ્માતમાં બાઈકસવાર બન્ને યુવકને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ડમ્પરચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
-
રાજકોટ: 31 ડિસેમ્બરને લઈ શહેર પોલીસ એક્શનમાં
રાજકોટ: 31ST ડિસેમ્બરને લઈ શહેર પોલીસ એક્શનમાં આવી ગઇ છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા FSLની ટીમ સાથે SOGએ ચેકિંગ હાથ ધર્યુ. મોડી રાત સુધી અનેક વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ કરાયું. નવા વર્ષની ઉજવણી પર પોલીસની બાજ નજર રહેશે. દારુ, ડ્રગ્સ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા પોલીસ એલર્ટ મોડ પર છે.
-
જાપાનમાં બરફના કહેરે મચાવ્યો હાહાકાર
જાપાનમાં બરફના કહેરે મચાવ્યો હાહાકાર મચી ગયો છે. અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડા પવન ફૂંકાતા લોકો હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાયા.સતત હિમવર્ષા પડતા ચારેકોર બરફની ચાદરો છવાઈ છે. હિમવર્ષાને કારણે રસ્તા સહિત વાહનો, મકાનો પર બરફ જામી ગયો છે. કાતિલ ઠંડીમાં લોકોનું બહાર નીકળવુ મુશ્કેલ બન્યુ.
-
દાહોદઃ મધ્યપ્રદેશ પરિવહનની બસને નડ્યો અકસ્માત
દાહોદઃ મધ્યપ્રદેશ પરિવહનની બસને અકસ્માત નડ્યો. હોટલ પર બસ ટર્ન લેતા સમયે પાછળથી ટ્રકે ટક્કર મારી. ટ્રકની જોરદાર ટક્કરથી બસની પલટી, એક મુસાફરનું મોત થયુ છે. બસમાં સવાર 17 ઇજાગ્રસ્ત નજીકની હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
-
પેરિસ મેટ્રો સ્ટેશનો પર ત્રણ મહિલાઓ પર ચાકુથી હુમલો, શંકાસ્પદની ધરપકડ
પેરિસના અલગ અલગ મેટ્રો સ્ટેશનો પર ત્રણ મહિલાઓ પર ચાકુથી હુમલાની ઘટના બની, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો. સમાચાર અહેવાલો અનુસાર, ફ્રેન્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે મેટ્રો લાઇન 3 પર ટૂંકા ગાળામાં હુમલાઓ થયા હતા.
-
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવશે. 27 અને 28 ડિસેમ્બરે અમદાવાદની મુલાકાત લેશે. 28 ડિસેમ્બરે શેલામાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઈપલાઈનનું લોકાર્પણ કરશે. થોડા સમય અગાઉ રહીશોએ કેન્દ્રીય ગૃહપ્રધાનને રજૂઆત કરી હતી. અમિત શાહે 600 કરોડના ખર્ચે ઝડપથી કાર્ય પૂર્ણ કરવા ખાતરી આપી હતી. સાબરમતી નદી વિસ્તારમાં રહેતા લોકોને પુનર્વસન અને સર્ટિફિકેશન પણ આપશે. પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઈકોનિક S.G હાઈવે પ્રોજેક્ટની મુલાકાત લેશે. બપોરે 2 વાગ્યે ગુરુદ્વારા ગોવિંદધામ દર્શન કરશે. સાંજે 7 વાગ્યે વિશ્વ ઉમિયાધામ ખાતે યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપશે. સાંજે 6 વાગ્યે નમોત્સવમાં પણ હાજર રહેશે.
Published On - Dec 27,2025 7:25 AM