AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતમાં, ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતમાં, ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2025 | 9:53 AM
Share

વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થવાથી, ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી વિસ્તાર, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ઉભી થતી ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના મતવિસ્તાર ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટ્રર્ન ટ્રંક લાઈન અને સ્ટ્રેચનું લોકાર્પણ અને જરૂરીયાતમંદ લોકોને સનદ અર્પણ કાર્યક્રમ તેમજ ગણેજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.

અમદાવાદ શહેરના વિકાસ,આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા શહેરના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અતિ મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂ.326 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ, શીલજ, આંબલી, શાંતિપુરા થઈ સનાથલ વિસ્તાર મારફતે સાબરમતી નદી સુધી કુલ 27.719 કિલોમીટર લંબાઈની નવી ડ્રેનેજ ટ્રંક લાઇન નાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 27.304 કિલોમીટર લંબાઈની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.

વેસ્ટર્ન ટ્રંક લાઇન પ્રોજેક્ટમાં 1200 એમ.એમ.,1800 એમ.એમ. તેમજ 2400થી 2500 એમ.એમ.વ્યાસની વિશાળ RCC પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાંથી આશરે 8,125 મીટર લંબાઈની કામગીરી અદ્યતન માઇક્રો-ટનલિંગ પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવી છે. એશિયામાં પ્રથમ વખત 2400થી 2500 એમ.એમ. વ્યાસની પાઇપ માઇક્રો-ટનલિંગ પદ્ધતિથી સતત લાંબી લંબાઈમાં જમીન સપાટીથી અંદાજે 12 મીટર ઊંડે નાખવામાં આવી છે. સરદાર પટેલ રિંગ રોડ જેવા વ્યસ્ત માર્ગ પર કોઈપણ પ્રકારની ટ્રાફિક અડચણ ઊભી કર્યા વગર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી વિસ્તાર, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ઉભી થતી ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. આ પ્રોજેક્ટના પરિણામે અંદાજે 18 થી 20 લાખ નાગરિકોને આધુનિક અને સુરક્ષિત ડ્રેનેજ સુવિધાનો લાભ મળશે.

આ ઉપરાંત અમદાવાદ શહેરના ટ્રાફિક અને શહેરી સૌંદર્યીકરણ માટે મહત્વપૂર્ણ એવા ઇસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધીના રૂપિયા 4 કરોડના ખર્ચે ત્યાર થયેલા પાયલોટ સ્ટ્રેચ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે. આ પાયલોટ સ્ટ્રેચ અંતર્ગત ફૂટપાથ, સાયકલ ટ્રેક, સ્ટ્રીટ ફર્નિચર, લૅન્ડસ્કેપિંગ, લાઈટિંગ, સાઈનેજ તેમજ પેડેસ્ટ્રીઅન-ફ્રેન્ડલી ડિઝાઇન સાથે માર્ગને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ માર્ગ વિકાસ પ્રોજેક્ટને ભવિષ્યમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ અમલમાં મૂકવા માટે મોડેલ તરીકે અપનાવવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 28, 2025 09:41 AM
g clip-path="url(#clip0_868_265)">