આકાશ દીપ
IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપરાંત, આકાશ દીપે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભારત અને બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું છે.27 વર્ષના આકાશ દીપે રાંચીમાં ટેસ્ટ ડેબ્યું કર્યું છે. આકાશ દીપે ફર્સ્ટ ક્લાસ કરિયરમાં કુલ 30 મેચ રમી છે. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 104 વિકેટ છે.તેની એવરેજ 23.58 છે. એટલું જ નહીં પરંતુ આકાશ દીપ પણ IPL રમી ચૂક્યો છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે.ટેનિસ બોલથી શરુ થઈ હતી આકાશ દીપના કરિયરની શરુઆત અને તેની સફળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તેના પિતા હંમેશા ઈચ્છતા હતા કે, તે સરકારી નોકરી કરે, તેને લઈ આકાશ દીપે અનેક પરીક્ષાઓ આપી હતી પરંતુ તેના મગજમાં માત્ર ક્રિકેટર બનવાના વિચારો હતા.