જસપ્રીત બુમરાહ બાદ ટીમ ઈન્ડિયાનો વધુ એક સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત, આ મોટી ટુર્નામેન્ટમાંથી થયો બહાર
ખેલાડીઓની ઈજાની સમસ્યા પૂર્ણ થવાનું નામ જ નથી લઈ રહી. બૂમરાહ બાદ વધુ એક સ્ટાર ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત થયો છે અને હવે તે એક મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર આકાશ દીપે ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ હવે આ ખેલાડીને મોટો ઝટકો લાગ્યો છે. અહેવાલો અનુસાર, આકાશ દીપ દુલીપ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે.

જમણા હાથનો ફાસ્ટ બોલર આકાશ દીપ ઈંગ્લેન્ડમાં જ ઈજાગ્રસ્ત થયો હતો. તેને પાંચમી ટેસ્ટમાં બોલિંગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી અને આ જ કારણ છે કે તે હવે દુલીપ ટ્રોફી રમી શકશે નહીં.

આકાશ દીપ ઈશાન કિશનના નેતૃત્વમાં રમાતી દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોન ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી હતો. ઈંગ્લેન્ડ શ્રેણીમાં બુમરાહ પણ ઈજાગ્રસ્ત થયો હતો અને હવે આકાશ દીપ પણ ઈજાગ્રસ્ત છે. ટીમ ઈન્ડિયા માટે આ સારા સમાચાર નથી, કારણ કે તેના ફાસ્ટ બોલરો સતત ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે.

જોકે આકાશ દીપ એશિયા કપ માટે ટીમમાં સામેલ થવાની રેસમાં ઘણો પાછળ હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે. હવે આકાશ દીપને તેની રિકવરી પર કામ કરવું પડશે કારણ કે અગાઉ પણ તે ઈજાથી ઘણો પરેશાન હતો.

આકાશ દીપ ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી બની ગયો છે. વાસ્તવમાં, આ ખેલાડીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3 મેચમાં 13 વિકેટ લીધી હતી. એટલું જ નહીં, તેણે શ્રેણીમાં 80 રનનું યોગદાન પણ આપ્યું હતું. ઓવલ ટેસ્ટમાં, તેણે મુશ્કેલ સમયમાં શાનદાર અડધી સદી પણ ફટકારી હતી.

જો આકાશ દીપ સમયસર ફિટ થઈ જાય, તો તે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં જોવા મળી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી એશિયા કપ પછી યોજાશે. આ શ્રેણીમાં બે ટેસ્ટ મેચ રમાશે. પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. (All Photo Credit : PTI / Getty)
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં આકાશ દીપે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. આકાશ દીપ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
