યોગાસન તમારા લિવરને બનાવશે સ્વસ્થ, નિયમિત કરો આ 4 યોગાસન

ભારતમાં વર્ષોથી સ્વાસ્થ્ય સારુ રાખવા માટે યોગાસન (Yogasanas) કરવામાં આવે છે. ભારતે વિશ્વને યોગાનું મહત્ત્વ સમજાવ્યુ છે. હાલના સમયમાં પણ યોગાસન કરવાથી તમારી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

Aug 02, 2022 | 8:43 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 02, 2022 | 8:43 PM

માનવ શરીરમાં લિવર (યકૃત)એ મહત્વનો ભાગ છે. તે સારી રીતે કાર્યરત હોય એ જરુરી છે, તે જમવાનું પચાવવામાં કામ કરે છે. લિવરેને સ્વસ્થ રાખવા માટે તમે કેટલાક યોગાસન નિયમિત કરી શકો છો.

1 / 5
નૌકાસન - સૌથી પહેલા શવાસનમાં સૂઈ જાઓ. રાહ અને અંગૂઠા જોડો. હાથને કમર સુધી જમીન પર રાખો. બંને પગ અને હાથ ઉંચા કરો. થોડીવાર ફોટોમાં બતાવેલી મુદ્રામાં રહો અને પછી તે જ સ્થિતિમાં પાછા ફરો.

2 / 5
ભુજંગાસન - યોગા મેટ પર પેટના ભાગથી સીધા સૂઈ જાઓ. બન્ને પગ વચ્ચે અંતર રાખો. તમારા હાથને જમીન પર રાખીને નાભિને ઉપરની તરફ ઉઠાવો. ફોટોમાં જે મૃદ્રા દર્શાવવામાં આવી છે, તે મૃદ્રામાં શરીરને રાખો. આજ મૃદ્રામાં થોડા સમય માટે રહો અને સામાન્ય સ્થિતિમાં પાછા આવો.

3 / 5
ધનુરાસન- આ આસન કરવા માટે પેટના ભાગે સૂઈ જાઓ. ઘૂંટણને ફોટામાં બતાવ્યા મુજબ રાખો. તમારા હાથથી પગની ઘૂંટી પકડો. તમારા પગ અને હાથને બને તેટલું ઉપરની તરફ ઉઠાવો. તમારો ચહેરો ઉપર હોવો જોઈએ. થોડીવાર આમ જ રહો. તે પછી સામામ્ય સ્થિતિમાં પાછા આવો.

4 / 5
શલભાસન - આ આસન કરવા માટે પેટના ભાગથી જમીન પર સૂઈ જાઓ. હથેળીઓને જાંઘ તરફ ફોટોમાં બતાવ્યા મુજબ રાખો. પગને ઉંચા કરો. ઘૂંટણ સીધા રાખો. થોડો સમય આ રીતે રહો અને પછી એ જ સ્થિતિમાં પાછા આવો.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati