દાદીમાના ઘરેલું નુસખા ! વગર દવાએ શરદી-ખાંસીથી રાહત મળશે, રસોડામાં છુપાયેલ છે આ બીમારીઓનો ઈલાજ
જો તમને શિયાળા દરમિયાન શરદી, ખાંસી અને ગળામાં દુખાવો થતો હોય, તો તમારે ઘરેલુ ઉપાયો જરૂરથી અજમાવવા જોઈએ. આ ઘરેલું ઉપચારોથી તમે કોઈપણ દવા વિના શરદી અને ફ્લૂથી રાહત મેળવી શકો છો.

શિયાળાની શરૂઆત થતાં જ શરદી, ખાંસી અને છીંક જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. હવામાનમાં ફેરફારને કારણે લોકો ઘણીવાર ગળામાં દુખાવો અને ખાંસી જેવી સમસ્યાઓથી પીડાય છે. જો કે, આ મોસમી બીમારીઓનો ઈલાજ આપણા રસોડામાં જ રહેલો છે.

1. હૂંફાળું પાણી પીવાની આદત પાડો: શિયાળા દરમિયાન ઠંડુ અથવા ફ્રિજનું પાણી પીવાથી શરદી અને ખાંસી જેવી સમસ્યા થઈ જાય છે. એવામાં, તમારે દિવસમાં 6 થી 7 વખત હૂંફાળું પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી શરીર ગરમ રહે છે. બીજું કે, ગળાના દુખાવા, શરદી અને ખાંસી જેવી બીમારીઓથી રાહત મળે છે.

2. આદુ અને મધનું મિશ્રણ: આદુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણધર્મો હોય છે. એક ચમચી આદુનો રસ લો અને તેમાં એક ચમચી મધ ઉમેરો. હવે આ મિશ્રણનું દિવસમાં બે વાર સેવન કરો. આનાથી ગળાના દુખાવામાં અને ખાંસી બંનેમાં તાત્કાલિક રાહત મળી જશે.

3. તુલસી અને કાળા મરીની ચા: તુલસી અને કાળા મરી બંને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. 5 થી 7 તુલસીના પાન અને 2 કાળા મરી પાણીમાં ઉકાળો, આ પછી તેમાં થોડું મધ ઉમેરો. આ ચા પીવાથી શરીરની ગરમી વધે છે અને શરદી તેમજ ફ્લૂથી પણ રાહત મળી રહે છે.

4. દિવસમાં બે વાર સ્ટીમ ઇન્હેલેશન: નાક બંધ થવું અથવા ગળામાં દુખાવો થાય, તો દિવસમાં 2 વાર સ્ટીમ ઇન્હેલેશન કરવું અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. પાણીમાં થોડું કપૂર અથવા અજમો નાખીને સ્ટીમ ઇન્હેલેશન કરવાથી નાક ખૂલી જાય છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે.

5. હળદરનું દૂધ: સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર પીવો. હળદરમાં રહેલું કર્ક્યુમિન શરદી અને ખાંસી પેદા કરતા બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

6. મીઠાના પાણીથી કોગળા કરો: જો તમને ગળામાં દુખાવો અથવા બળતરા થાય, તો હુંફાળા પાણીમાં મીઠું ઉમેરો અને દિવસમાં બે વાર કોગળા કરો. આ એક અસરકારક ઘરેલું ઉપાય છે, જે ગળાના સોજાને ઘટાડે છે.

નિષ્ણાતોના મતે, આ ઉપાયો સાથે-સાથે પૂરતી ઊંઘ લો, ઠંડો આહાર ટાળો અને નારંગી, જામફળ તેમજ લીંબુ જેવા વિટામિન C થી ભરપૂર ફળોનું સેવન કરો. આનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત તમારી સામાન્ય જાણકારી માટે છે. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય કે મૂંઝવણ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લેવી.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
