Breaking News : શું તમારા વાહનમાં મોડિફાઇડ વ્હાઇટ LED લાઇટ અને હોર્ન છે ? થઈ જજો સાવધાન, થશે કાર્યવાહી
ગુજરાત વાહન વ્યવહાર કમિશ્નરના આદેશ બાદ કડક કાર્યવાહી શરૂ. વાહનોમાં વ્હાઈટ લાઈટ અને મોડીફાઈડ હોર્ન સામે લેવાશે પગલાં. પોલીસે ઓટો-મોબાઈલ વિક્રેતાઓ સાથે કરી બેઠક. વ્હાઈટ લાઈટ અને મોડીફાઈડ હોર્ન ન લગાવવા અપીલ કરી. પ્રથમ 10 દિવસ લોકોને સમજાવ્યા બાદ કરાશે કાર્યવાહી.
ગુજરાત વાહન વ્યવહાર કમિશ્નરના આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. શહેરમાં વાહનોમાં ગેરકાયદે રીતે વપરાતી વ્હાઇટ લાઇટ અને મોડીફાઇડ હોર્ન સામે ટ્રાફિક પોલીસએ કડક વલણ અપનાવ્યું છે. આ દિશામાં જનજાગૃતિ અને નિયંત્રણ બંને પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ મામલે સુરત પોલીસ દ્વારા ઓટોમોબાઇલ્સના ડીલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ તેમજ સ્પેરપાર્ટ્સ વિક્રેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. કતારગામ ખાતે યોજાયેલી આ મહત્વની બેઠકમાં શહેર ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ અધ્યક્ષસ્થાને રહ્યા હતા.
બેઠક દરમિયાન સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ગેરકાયદે રીતે વ્હાઇટ લાઇટ અને મોડીફાઇડ હોર્નનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તમામ વેપારીઓને પોલીસને પૂરતો સાથ-સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
પોલીસનો મુખ્ય હેતુ શહેરમાં વ્હાઇટ લાઇટ અને મોડીફાઇડ હોર્નની સમસ્યાને જડમૂળથી દૂર કરવાનો છે. આ બેઠકમાં મોટી સંખ્યામાં ઓટોમોબાઇલ્સના ડીલરો હાજર રહ્યા હતા અને નિયમોનું પાલન કરવાની તૈયારી દર્શાવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતના 10 દિવસ સુધી લોકોને સમજાવવાની અને જાગૃત કરવાની કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી સાથે પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવશે.
આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

