AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં તોલમાપ વિભાગનો સપાટો, ઓછુ વજન જોખતા હોવાની ફરિયાદ મળતા સોના-ચાંદીના શોરૂમ પર ચેકિંગ

ગુજરાતમાં સોનાચાંદીના શો રૂમ પર તોલમાપ ખાતાએ મોટા પાયે ચેકિંગ હાથ ધર્યુ હતુ. 370 જેટલા શોરૂમમાં વજન કાંટાની તપાસ કરવામાં આવી. ગ્રાહકો દ્વારા નિયત વજન કરતા ઓછુ વજન આપતા હોવાની વ્યાપક ફરિયાદો સામે આવતા તોલમાપ વિભાગ એક્શનમાં આવ્યુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2026 | 10:00 PM
Share

ગુજરાતમાં તોલમાપ વિભાગે સપાટો બોલાવતા 370 જેટલા સોના ચાંદીના શોરૂમ પર મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ. નિયત વજન કરતા ઓછુ વજન અપાતુ હોવાની ગ્રાહકો દ્વારા વ્યાપક ફરિયાદો મળી હતી. જેના પગલે તમામ એકમોમાં વજન કાંટાની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 370 પૈકી 273 એકમો સામે કેસ કરવામાં આવ્યા. આ એકમો મુદ્રાંકન કર્યા સિવાયના વજન તોલમાપ ઉપયોગમાં લેતા હોવાનું તપાસમાં સામે આવ્યુ, કેટલાક એકમોએ ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરતા પણ કેસ કરવામાં આવ્યા. નિયમોનો ભંગ કરવા બદલ કૂલ ₹6.79 લાખની રકમ વસુલવામાં આવી.

ગુજરાતભરમાંથી અમદાવાદમાં સૌથી વધુ 61 એકમોમાં તોલમાપ વિભાગે ચેકિંગ કર્યુ હતુ. જેમાં 22 શોરૂમ સામે ઓછુ વજન આપવા સામે કેસ કરવામાં આવ્યો છે. ભરૂચ-નર્મદામાં 27 એકમોમાં તપાસ કરાઈ હતી. જે પૈકી 25 સામે કેસ કરાયો. જુનાગઢ-ગીર સોમનાથમાં 21 એકમોની તપાસ સામે 20 કેસ કરવામાં આવ્યા. ભાવનગર બોટાદમાં 20 એકમોની તપાસ સામે 17 કેસ કરવામં આવ્યા, સુરતમાં 20 એકમોમાં તપાસ કરાઈ જેમા 14 એકમો સામે ઓછુ વજન તોલવા બાબતે કેસ થયો છે.

Input Credit- Himanshu Patel- Gandhinagar

ICC T20 WC 2026: ભારતની આ ચાલથી બર્બાદ થઈ જશે પાકિસ્તાન ક્રિકેટ, ટીમ ઈન્ડિયા કોલંબો જશે, ટોસ માટે મેદાન પર આવશે સૂર્યકુમાર યાદવ

g clip-path="url(#clip0_868_265)">