AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોસ એન્જલસમાં 19મા ‘સાઉથ એશિયન બિઝનેસ એવોર્ડ્સ, સુરતના યોગી પટેલનું સ્પેશિયલ એવોર્ડથી સન્માન

લોસ એન્જલસમાં 19મો સાઉથ એશિયન બિઝનેસ એવોર્ડ્સ સમારોહ ભવ્યતાથી સંપન્ન થયો. દક્ષિણ એશિયાના ઉદ્યોગ, વિજ્ઞાન, કલા અને સમાજ સેવાના અગ્રણીઓને સન્માનિત કરાયા.

લોસ એન્જલસમાં 19મા 'સાઉથ એશિયન બિઝનેસ એવોર્ડ્સ, સુરતના યોગી પટેલનું સ્પેશિયલ એવોર્ડથી સન્માન
| Updated on: Feb 05, 2026 | 9:25 PM
Share

લોસ એન્જલસમાં આયોજિત પ્રતિષ્ઠિત South Asian Business Awards નો 19મો ભવ્ય સમારોહ સફળતાપૂર્વક યોજાયો. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના Los Angeles માં છેલ્લા ઓગણીસ વર્ષથી સતત યોજાતા આ એવોર્ડ્સ દક્ષિણ એશિયાના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાઓને સન્માનિત કરવા માટે જાણીતા છે. આ વર્ષે પણ બિઝનેસ સાથે સાથે વિજ્ઞાન, કલા, સામાજિક સેવા અને ઉદ્યોગ જગતના અગ્રણીઓને તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા.

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન અને નેતૃત્વ અનુભવી આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. મહમદ ઈસ્લામ, ડાયરેક્ટર અને ફાઉન્ડર, છેલ્લા 19 વર્ષથી આ પ્લેટફોર્મને સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છે. એવોર્ડ ચેરમેન પરિમલ શાહના માર્ગદર્શન હેઠળ પસંદગી પ્રક્રિયા પારદર્શક અને વિશ્વસનીય રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે K. J. Srinivasa, કોન્સ્યુલ જનરલ ઓફ ઈન્ડિયા, લોસ એન્જલસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિવિધ ક્ષેત્રોના વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા, જે ક્ષણ સમગ્ર સમારોહ માટે ગૌરવપૂર્ણ રહી.

આ સમારોહમાં સુરત સાથે જોડાયેલા અને અમેરિકાની રિપબ્લિકન પાર્ટીમાં યુવા નેતા તરીકે ઓળખાતા Yogi Patel ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા. તેમની રાજકીય સક્રિયતા અને સામુદાયિક સેવા બદલ તેમને સ્પેશિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ડો. કે. જે. શ્રીનિવાસાનું યોગી પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ યોગી પટેલ અને પરિમલ શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું આત્મીય સ્વાગત કર્યું હતું.

લોસ એન્જલસમાં ભારતીય સમુદાયના સક્રિય નેતા તરીકે યોગી પટેલની ભૂમિકા અને ડો. કે. જે. શ્રીનિવાસાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સમારોહે વિદેશમાં ભારતીય સંસ્કૃતિ, સમુદાયિક એકતા અને વ્યાપારિક શક્તિનું ઉત્કૃષ્ટ પ્રતિબિંબ રજૂ કર્યું. આ એવોર્ડ્સ માત્ર સન્માનનો કાર્યક્રમ નહીં, પરંતુ દક્ષિણ એશિયાઈ સમુદાયની વૈશ્વિક સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે.

હવે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે? જાણો

એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો
પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
g clip-path="url(#clip0_868_265)">