શિયાળામાં ઠંડીને કહો અલવિદા ! ઇમ્યુનિટી વધારવા અને પેટને ગરમ રાખવા માટે આ સુપરફૂડ્સને ડાયટમાં સામેલ કરો
શિયાળાની ઋતુમાં તાપમાન ઘટતાં શરીરને ગરમ રાખવું જરૂરી બને છે. ઠંડીમાં રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને શરીરને વધુ ઊર્જાની જરૂર પડે છે. તેથી તમારા પેટને અંદરથી ગરમ રાખવા અને સ્વાસ્થ્ય મજબૂત બનાવવા માટે આ ખોરાકને તમારા આહારમાં સામેલ કરવો જોઈએ.

શિયાળો આવતાની સાથે જ, તમને ધાબળામાંથી બહાર નીકળવાનું મન થતું નથી. તેમજ ઠંડી તમને આળસુ બનાવે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. તેથી, તમારા શરીરને બહારથી ગરમ રાખવા ઉપરાંત, તેને અંદરથી ગરમ રાખવું પણ મહત્વપૂર્ણ છે. તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જે તમારા પેટને ગરમ રાખે છે.

જમીનની અંદર થતા શાકભાજી, જેમ કે ગાજર, શક્કરિયા (sweet potato), બીટ ખાવાનું ભૂલશો નહીં. આ શાકભાજી ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે. તે તમારા પેટને ગરમ રાખે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતા નથી.

શરીરમાં કુદરતી ગરમી ઉત્પન્ન કરવા માટે બાજરી, રાગી, ઓટ્સ અને જુવારનું સેવન કરવું જોઈએ. આ ખોરાક ધીમે ધીમે પચાવે છે, જેનાથી શરીરને સતત ઊર્જા અને ગરમી મળતી રહે છે.

દરરોજ નાસ્તામાં બદામ, અખરોટ, તલની બનાવેલી વાનગી ખાવા જોઈએ તેમાં રહેલી ચરબી શરીરના તાપમાનને જાળવવામાં મદદ કરે છે. તેને તમે દૂધમાં ભેળવીને પણ પીઈ શકો છો.

શિયાળામાં દરરોજ 1 ચમચી ઘી ખાવાથી શરીર ગરમ રહે છે અને સાંધાનો દુખાવો પણ ઓછો થાય છે, કારણ કે ઘી સાંધાને લુબ્રિકેટ કરે છે.

શિયાળામાં નારંગી, સફરજન અને દાડમ જેવા ફળો ખાઓ. આ વિટામિન C થી ભરપૂર હોવાથી શરદી-ઉધરસ સામે રક્ષણ આપે છે. શરીરને તરત ગરમી અને પોષણ આપવા મદદરુપ સાબિત થાય છે.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.