Expert Buying Advice: ફરી એકવાર 300ને પાર જશે આ સરકારી એનર્જી શેર? એક્સપર્ટે કહ્યું કરો રોકાણ
તમને જણાવી દઈએ કે આ શેર હાલમાં 220 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. આ શેરની કિંમત જુલાઈ 2024માં 310 રૂપિયા હતી, જે 7 ડિસેમ્બર, 2023 ના રોજ 63.22 રૂપિયાના નીચા સ્તરે હતી. એક વર્ષ અગાઉ 2023-24ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 2,852.05 કરોડથી ક્વાર્ટરમાં લોનની મંજૂરી વધીને રૂ. 8,723.78 કરોડ થઈ હતી.

જોકે શુક્રવારે આ શેરમાં સુસ્તીનું વાતાવરણ હતું, નિષ્ણાતો તેના પર બુલિશ જણાય છે. સ્થાનિક બ્રોકરેજ આનંદ રાઠીએ શેર ખરીદવાની સલાહ આપી છે. આ સાથે બ્રોકરેજે 265 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે.

અન્ય બ્રોકરેજ જેએમ ફાઇનાન્શિયલ સર્વિસિસના ડેરિવેટિવ્ઝ રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અક્ષય ભાગવતે જણાવ્યું હતું કે આ શેર પોર્ટફોલિયો રાખવાની જરૂર છે. કોઈ આ કંપનીના શેર ઉમેરવાનું પણ વિચારી શકે છે. મધ્ય ગાળામાં આ સ્ટૉકનો લક્ષ્યાંક રૂપિયા 250-260 રહેશે. તે જ સમયે, લાંબા ગાળામાં શેર 325 રૂપિયા સુધી જઈ શકે છે.

તમને જણાવી દઈએ કે IREDAના શેર હાલમાં 220 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. IREDA ના આ શેરની કિંમત જુલાઈ 2024 માં 310 રૂપિયા હતી, જે 7 ડિસેમ્બર, 2023 ના રોજ 63.22 રૂપિયાના નીચા સ્તરે હતી.

ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં IREDAનો ચોખ્ખો નફો 36 ટકા વધીને રૂ. 387.75 કરોડ થયો છે. મુખ્યત્વે આવકમાં વધારો થવાને કારણે કંપનીનો નફો વધ્યો છે. ગયા નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો રૂ. 284.73 કરોડ હતો.

નવીનીકરણીય ઉર્જા મંત્રાલય હેઠળ આવતી આ કંપનીની કુલ ઓપરેટિંગ આવક 2024-25ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 38.52 ટકા વધીને રૂ. 1,630.38 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,176.96 કરોડ હતી.

એક વર્ષ અગાઉ 2023-24ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 2,852.05 કરોડથી ક્વાર્ટરમાં લોનની મંજૂરી વધીને રૂ. 8,723.78 કરોડ થઈ હતી. IREDA એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4,461.87 કરોડની લોનનું વિતરણ કર્યું હતું જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 3,099.98 કરોડ હતું.

તાજેતરમાં IREDA ને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રિટેલ અને B2C (કંપની ટુ ગ્રાહક) બિઝનેસ માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્થાપવા માટે સરકાર તરફથી મંજૂરી મળી છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
