Dating Apps પર તમને કોઈ કેમ પાછા મેસેજ નથી કરતુ ? જાણો અહીં આ પરિસ્થિતીમાં શું કરવું
ઘણીવખત એવું બને તે પરફેક્ટ મેચ મળી જાય તે પછી જ્યારે મેસેજ કરીને વાતચીત શરુ કરે છે ત્યારે મોટાભાગના લોકો પાછા મેસેજ કરતુ નથી જે કારણે ટેડિંગ એપ પર વાતચીત કરવી મુશ્કેલ બની જાય છે

કોઈને એકલા રહેવું ગમતું નથી, આ માટે તે ડેટિંગ એપના આધારે પોતાના પરફેક્ટ મેચ શોધે છે પણ ઘણીવખત એવું બને તે પરફેક્ટ મેચ મળી જાય તે પછી જ્યારે મેસેજ કરીને વાતચીત શરુ કરે છે ત્યારે મોટાભાગના લોકો પાછા મેસેજ કરતુ નથી જે કારણે ટેડિંગ એપ પર વાતચીત કરવી મુશ્કેલ બની જાય છે

ત્યારે ડેટિંગ એપ હિન્જે એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ADHD વાળા કોઈને ડેટ કરવા બાબતે હજુ પણ મોટી સંખ્યામાં ગેરમાન્યતાઓ છે, ખાસ કરીને જ્યારે ટેક્સ્ટિંગની ટેવની વાત આવે છે. મોટાભાગના લોકોને લાગે છે કે ઘણા લોકો તેમને ઈરાદાપૂર્વક Ghosting બનાવે છે, પરંતુ વાસ્તવમાં, 43 ટકા એડીએચડી ડેટર્સ મેચનો જવાબ આપવાનું ભૂલી જાય છે. ADHD ધરાવતી વ્યક્તિ માટે આ ખૂબ જ બોજ બની શકે છે, કારણ કે 71 ટકા હિન્જ વપરાશકર્તાઓ 24 કલાકની અંદર મેસેજના રિપ્લાયની આશા રાખે છે.

આથી દરેક ત્રણમાંથી એક વ્યક્તિ ડેટિંગ એપ પર મેસેજનો જવાબ આપવાનું ભૂલી જાય છે, જ્યારે તેમની મેસેજનો રિપ્લાન ન કરવાની કે ન જોવાની પ્રતિભાવની અભાવને ઉદાસીનતા તરીકે લેવામાં આવે છે. રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે ADHD ડેટ કરનારા 40 ટકા લોકો જ્યારે મેસેજિંગ મેચ થાય છે ત્યારે રિપ્લાયના કારણે પરેશાન થઈ જાય છે.

ત્યારે આવી પરિસ્થિતિમાં શું કરવું તો એક્સપર્ટ જણાવે છે કે તમારે તેમાં રીમાઇન્ડર સૂચનો સેટ કરવું જોઈએ. જેથી જો તમે કદાચ મેસેજ જોવાનું કે રિપ્લાય આપવાનું ભૂલી જાવ તો ફ્રી સમયમાં તમને તમારા મોબાઈલ ફોનમાં સેટ કરેલું રિમાઈન્ડર તમને તે યાદ કરવી શકે.

આ સાથે એક્સપર્ટ જણાવે છે કે જો તમે ડેટિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છો તો દિવસમાં એકવાર તે એપ્લિકેશનને ખોલીને રોજની ગતિવિધિઓ જરુરથી ચેક કરો કારણ કે ઘણી વખત મેચ રિક્વેસ્ટ કે મેસેજ આવ્યો હોય અને તમે ઘણા દિવસો શુધી એપ ખોલો નહીં તો તે નિરાશ થઈ રિક્વેસ્ટ પાછી લઈ લે છે કે મેસેજ ડિલિટ કરી દે છે એ સમજીને કે તમે તેમનામાં ઈન્ટ્રસ્ટેડ નથી.
