કાચના ગ્લાસમાં જ દારૂ કેમ આપવામાં આવે છે ? આની પાછળનું રહસ્ય ચોંકાવનારું
દારૂ ગમે તે હોય, તેને પીવા માટે કાચના ગ્લાસનો જ ઉપયોગ કરવામાં આવે છે. એવામાં પ્લાસ્ટિક કે સ્ટીલના ગ્લાસમાં દારૂ પીરસવાનું કેમ સારું માનવામાં આવતું નથી? હવે આની પાછળનું કારણ તમે જાણશો તો હેરાન થઈ જશો.

પબ હોય, બાર હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, દારૂ હંમેશા કાચના ગ્લાસમાં જ છલકાવવામાં આવે છે. દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા છતાં લોકો તેને ઉત્સાહથી પીવે છે અને ખુશ થાય છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, દારૂ હંમેશા કાચના ગ્લાસમાં જ કેમ આપવામાં આવે છે? આની પાછળનું કારણ શું છે?

વાઇન નિષ્ણાતો કહે છે કે, સ્ટીલ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં વાઇન પીવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી પરંતુ આ બંનેમાં વાઇનનો મૂળ અહેસાસ મેળવવો શક્ય નથી.

નિષ્ણાતો માને છે કે, આપણી આંખો સૌથી પહેલા ખોરાક અને પીણાનો સ્વાદ અનુભવે છે. આ સિવાય, અન્ય ઇન્દ્રિયો દારૂની ગંધ અને પ્રવાહીના સ્પર્શને અનુભવવાનું કામ કરે છે.

દારૂ પીવામાં કાનનો ઉપયોગ થાય છે. એવું એટલા માટે કેમ કે જ્યારે બે ગ્લાસ અથડાય છે ત્યારે તેની ખનક કાન સુધી પહોંચે છે અને એ અવાજ દારૂની અનુભૂતિનો એક અદભૂત હિસ્સો બની જાય છે. આમ, દારૂ ફક્ત ચાખવામાં નહીં પરંતુ સાંભળવામાં પણ એક ખાસ અસર છોડી જાય છે.

હવે સ્ટીલ અને પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ પીવાનો સૌથી મોટો ગેરલાભ એ છે કે, તેમાં આ પ્રવાહી દેખાતું નથી અને ચીયર્સ કરતી વખતે ગ્લાસનો મધુર અવાજ પણ સંભળાતો નથી.

કાચના ગ્લાસમાં દારૂ પીવાથી તેનો રંગ, રચના અને પારદર્શકતા અનુભવાય છે, જે દારૂ પીનાર માટે એક મનમોહક અનુભવ બની જાય છે. આનાથી મન પર વધારે માનસિક અસર થાય છે. કાચનો ગ્લાસ દારૂની સુગંધને પણ જાળવી રાખે છે.

પ્લાસ્ટિકના ગ્લાસમાં, વાઇનની સુગંધ અને સ્વાદ બંને બદલાતા હોય તેવું લાગે છે, જે અનુભવને બગાડે છે. સ્ટીલના ગ્લાસમાં વાઇનના તાપમાન પર અસર પડે છે, જેનાથી દારૂનો વાસ્તવિક સ્વાદ મળતો નથી.

કાચના ગ્લાસમાં દારૂ પીવો એ ફક્ત એક માનસિક કારણ છે. જો કે, પ્લાસ્ટિક કે સ્ટીલના ગ્લાસમાં દારૂ પીવાથી કોઈ નુકસાન થતું નથી.
નોંધ: આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી છે. TV9 Gujarati કોઈપણ પ્રકારના મદ્યપાનનું સમર્થન કરતું નથી અને ન તો દારૂના સેવનને પ્રોત્સાહન કરવાનું કામ કરે છે. દારૂ પીવું આરોગ્ય માટે હાનિકારક છે, કૃપા કરીને સાવચેતી રાખો.
જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી એક ક્લિકમાં તમારૂ નોલેજ વધારો.
