પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં સૌથી વધુ સુપર 10 કરવાનો રેકોર્ડ કોના નામે ? જુઓ ટોપ 5 પ્લેયરની યાદી
કબડ્ડી એ ચપળતાની રમત છે, જ્યાં ટીમની જીત સુનિશ્ચિત કરવા માટે મેટ પરના સાત ખેલાડીઓમાંથી પ્રત્યેકની શિસ્ત અને સંકલન જરૂરી છે. જો કે, તમારી ટીમને વિજય તરફ લઈ જવાનો એક માર્ગ પણ છે જે છે ઝડપથી સુપર 10 રેઇડ કરવાનો. ત્યારે સુપર 10 રેઈડનો કબડ્ડીના ઈતિહાસમાં કોના નામે છે ચાલો જાણીએ. અહીં તમને એ ટોપ 5 પ્લેયરના નામ જણાવીશું જેમણે સુપર 10નો રેકોર્ડ પોતાના નામે કર્યો છે

કબડ્ડી એ એક શારિરીક અને ચપડતાની રમત છે જ્યાં ટીમની જીત સુનિશ્ચિત કરવા માટે મેટ પરના સાત ખેલાડીઓમાંથી પ્રત્યેકની શિસ્ત અને સંકલન જરૂરી છે. જો કે, તમારી ટીમને વિજય તરફ લઈ જવાનો એક માર્ગ પણ છે જે છે ઝડપથી સુપર 10 રેઇડ કરવાનો ત્યારે સુપર 10 રેઈડનો કબડ્ડીના ઈતિહાસમાં કોના નામે છે ચાલો જાણીએ. અહીં તમને એ ટોપ 5 પ્લેયરના નામ જણાવીશું જેમણે સુપર 10નો રેકોર્ડ પોતાના નામે કર્યો છે

પ્રો કબડ્ડીમાં સૌથી વધુ સુપર 10ની યાદીમાં રાહુલ ચૌધરી 5માં સ્થાને છે. રાહુલ ચૌધરી તરીકે ઓળખાતા ‘ધ શોમેન’એ અત્યાર સુધીમાં 40 વાર આ સુપર 10 મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. રનિંગ હેન્ડ ટચના બેસ્ટ કબડ્ડી પ્લેયરમાના એક, રાહુલે પ્રો કબડ્ડી સિઝન 2 અને સિઝન 4 માં સૌથી વધુ સુપર 10 રેઈડ કરી હતી

બેંગલુરુ બુલ્સનો પવન સેહરાવત જેણે કુલ 105 મેચ રમી છે અને આ બધી મેચમાં કુલ 49 સુપર 10 રેઈડ કરીને ચોથા સ્થાને છે

નવીન કુમાર 85 PKL મેચોમાં 58 સુપર 10 સાથે આ યાદીમાં આગળ છે. દબંગ દિલ્હી કે.સી. રેઇડર પ્રો કબડ્ડીની દરેક બીજી મેચમાં સુપર 10 સાથેના લોટમાં શ્રેષ્ઠ સ્ટ્રાઇક-રેટ ધરાવે છે. નવીન કુમાર પ્રો કબડ્ડીમાં સતત બેક ટુ બેક 28 સુપર 10 નો રેકોર્ડ બનાવ્યો છે, જે લીગના ઈતિહાસમાં કોઈપણ ખેલાડી આજ સુધી બનાવી શકયો નથી અને આ સાથે તે ત્રીજા સ્થાન પર છે

બંગાળ વોરિયર્સનો મનિન્દર સિંહ 122 મેચોમાં 63 સુપર 10 સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. પંજાબમાં જન્મેલો રેઇડર સાતત્યનું પ્રતિક છે અને તેણે સિઝન 5 થી દરેક એડિશનમાં પાંચથી વધુ સુપર 10 બનાવ્યા છે. મનિન્દરને નજીકથી અનુસરે છે બેંગલુરુ બુલ્સનો પવન સેહરાવત જેણે 105 મેચમાં 49 સુપર 10 ફટકાર્યા છે

પ્રો કબડ્ડીમાં સુપર 10 હાંસલ કરવામાં આવે છે જ્યારે રેઇડર 10 કે તેથી વધુ પોઈન્ટ મેળવવામાં સફળ સૌથી સફળ કોઈ પ્લેયર પ્રદીપ નરવાલ છે. પીકેએલમાં સૌથી વધુ સુપર 10 રેડરનો રેકોર્ડ પ્રદીપ નરવાલના નામે છે.પ્રદીપે કુલ 153 મેચમાં 79 સુપર 10 રેઈડ કરી છે
