AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whisky War: એક એવુ યુદ્ધ જે 38 વર્ષ ચાલ્યુ, છતાં ન વહી લોહીની નદીઓ, ના છોડાઇ એકપણ વિનાશક મિસાઇલ કે ના થઈ એક પણ સૈનિકની શહાદત

કેનેડા અને ડેનમાર્ક વચ્ચે હંસ આઇલેન્ડ માટે 38 વર્ષ સુધી અનોખું ‘વિસ્કી વોર’ ચાલ્યું, જેમાં હિંસા નહીં પરંતુ વિસ્કી બોટલ અને ફ્લેગથી યુદ્ધ લડવામાં આવ્યું.

| Updated on: Apr 09, 2026 | 2:25 PM
Share
ઇતિહાસના પાનાઓ જ્યારે આપણે ફેરવીએ છીએ, ત્યારે 'યુદ્ધ' શબ્દ હંમેશા લોહીના ખેલ, વિનાશક મિસાઇલો અને સૈનિકોની શહાદતની યાદ અપાવે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોના ઇતિહાસમાં એક એવું પણ યુદ્ધ નોંધાયું છે, જે સાંભળવામાં કોઈ ફિલ્મી પ્લોટ કે રમુજી ટુચકા જેવું લાગે. (Image Credit Source: Social Media)

1 / 15
કેનેડા અને ડેનમાર્ક જેવા બે વિકસિત અને શાંતિપ્રિય દેશો વચ્ચે ૩૮ વર્ષ સુધી ચાલેલું આ 'વ્હિસ્કી વોર' (Whiskey War) સાબિત કરે છે કે દુનિયામાં વિવાદો ઉકેલવાની રીત હંમેશા હિંસક હોવી જરૂરી નથી. (Image Credit Source: Social Media)

2 / 15
આ આખા વિવાદનું કેન્દ્ર છે 'હંસ આઇલેન્ડ' (Hans Island). કેનેડાના એલ્સમિયર આઇલેન્ડ અને ડેનમાર્કના શાસન હેઠળના ગ્રીનલેન્ડ વચ્ચેના બરફીલા પાણીમાં સ્થિત આ ટાપુનું કદ જાણીને તમે ચોંકી જશો. (Image Credit Source: Social Media)

3 / 15
આ ટાપુ માત્ર 1200 મીટરનો છે. જો સામાન્ય સમજમાં કહીએ તો, આ કોઈ મોટા રહેણાંક પ્લોટ અથવા બે-ત્રણ ટેનિસ કોર્ટ જેટલી જ જગ્યા છે. આ પથ્થર જેવો નિર્જન ટાપુ બંને દેશોના કિનારાથી બરાબર 18 કિલોમીટરના સમાન અંતરે આવેલો છે. (Image Credit Source: Social Media)

4 / 15
જોકે આ ટાપુ પર ઘાસનું તરણું પણ ઉગતું નથી, છતાં બંને દેશો તેને છોડવા તૈયાર નહોતા. તેનું કારણ માત્ર જમીનનો ટુકડો નહોતો, પરંતુ આર્કટિક ક્ષેત્રમાં બદલાતી ભૌગોલિક સ્થિતિ હતી. (Image Credit Source: Social Media)

5 / 15
ગ્લોબલ વોર્મિંગને કારણે પીગળતો બરફ ભવિષ્યમાં નવા 'શિપિંગ રૂટ્સ' (નૌકા માર્ગો) અને કુદરતી સંસાધનો માટેના દ્વાર ખોલી શકે છે, અને હંસ આઇલેન્ડ આ વ્યૂહાત્મક રમતનું એક મહત્વનું પદુ (Footprint) ગણાય છે. (Image Credit Source: Social Media)

6 / 15
આ યુદ્ધની સૌથી આશ્ચર્યજનક અને રમૂજી બાબત તેની લડવાની પદ્ધતિ હતી. જ્યારે પણ કોઈ દેશના સૈનિકો આ ટાપુ પર ગણવેશમાં સજ્જ થઈને ઉતરતા, ત્યારે તેઓ હિંસા કરવાને બદલે એક 'મૈત્રીપૂર્ણ વિરોધ' નોંધાવતા. (Image Credit Source: Social Media)

7 / 15
કેનેડાના સૈનિકો જ્યારે ત્યાં પહોંચતા ત્યારે તેઓ પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવતા અને ત્યાં 'Welcome to Canada' (કેનેડામાં તમારું સ્વાગત છે) લખેલું બોર્ડ મૂકતા. આ સાથે જ તેઓ ડેનિશ સૈનિકો માટે ખાસ 'કેનેડિયન વ્હિસ્કી'ની બોટલ ભેટ તરીકે છોડી આવતા. (Image Credit Source: Social Media)

8 / 15
જ્યારે ડેનમાર્કના સૈનિકો આવતા, ત્યારે તેઓ કેનેડાનો ધ્વજ ઉતારી પોતાનો ધ્વજ લગાવતા, 'Welcome to the Danish Island' નું બોર્ડ લગાવતા અને ભેટમાં પ્રખ્યાત 'ડેનિશ સ્નેપ્સ' (Danish Schnapps) દારૂની બોટલ મૂકી જતા. (Image Credit Source: Social Media)

9 / 15
આ વિવાદના મૂળ ૧૯૭૩માં નખાયા હતા. તે સમયે કેનેડા અને ડેનમાર્ક વચ્ચે દરિયાઈ સરહદ નક્કી કરવા માટે એક ઔપચારિક સંધિ થઈ હતી. આ સંધિમાં બાકીની સરહદો તો નક્કી થઈ ગઈ, પરંતુ હંસ આઇલેન્ડ કોના ભાગે જશે તે નક્કી ન થઈ શક્યું. આ અનિશ્ચિતતાએ જ ૩૮ વર્ષ લાંબા 'શિષ્ટાચારથી ભરેલા યુદ્ધ'ને જન્મ આપ્યો. (Image Credit Source: Social Media)

10 / 15
આ અનોખી લડાઈની શરૂઆત 1984માં થઇ. 2005માં બંને દેશોએ આ નાના ટાપુનો મુદ્દો કાયમ માટે ઉકેલવાનો નિર્ણય લીધો. બંને દેશો NATO (નાટો)ના સભ્ય હતા અને તેમના વચ્ચે સારા સંબંધો હતા, તેથી તેઓ આ વિવાદ ઉકેલવા માટે ગંભીર હતા. ટનીતિક ચર્ચાઓ પછી, જૂન 2022માં 38 વર્ષ જૂના ‘વિસ્કી વોર’નો ઔપચારિક અંત આવ્યો. હંસ આઇલેન્ડને બંને દેશોમાં સમાન ભાગોમાં વહેંચી દેવામાં આવ્યું અને નવી લૅન્ડ બોર્ડર સ્થાપિત થઈ. (Image Credit Source: Social Media)

11 / 15
આ સંઘર્ષ ભલે રમૂજી લાગે, પરંતુ તે બંને દેશોની પોતાની સાર્વભૌમત્વ પ્રત્યેની અડગતા દર્શાવતો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે આ એક સંદેશ હતો કે અમે અમારી જમીન હકથી માંગીએ છીએ, પણ લડીને નહીં, રાજકીય ડિપ્લોમેસીથી. (Image Credit Source: Social Media)

12 / 15
આંતરરાષ્ટ્રીય બાબતોના વિશ્લેષણ મુજબ, આ વિવાદ ઉકેલાવામાં વિલંબનું મુખ્ય કારણ 'મધ્યરેખાનો સિદ્ધાંત' (Median Line Principle) હતો. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ, જ્યારે કોઈ ટાપુ બે દેશોની સરહદથી સમાન અંતરે હોય (અહીં ૧૮ કિમી), ત્યારે બંને રાષ્ટ્રો પાસે તેના પર દાવો કરવા માટે મજબૂત કાયદાકીય આધાર હોય છે. આ કાયદાકીય મડાગાંઠને કારણે જ કોઈ પક્ષ પીછેહઠ કરવા માંગતો નહોતો અને દાયકાઓ સુધી આ 'ડેડલોક' ચાલુ રહ્યો. (Image Credit Source: Social Media)

13 / 15
કેનેડા અને ડેનમાર્ક વચ્ચેનું આ 'વ્હિસ્કી વોર' હવે ઇતિહાસ બની ગયું છે (બંને દેશોએ હવે આ ટાપુને વહેંચી લેવાનો નિર્ણય કર્યો છે). પરંતુ, આ ઘટના વિશ્વના નેતાઓ માટે શીખવા જેવો પાઠ છે. આજના યુગમાં જ્યારે અનેક દેશો સામાન્ય સરહદી વિવાદોમાં પણ પરમાણુ શક્તિના જોરે એકબીજાને ડરાવે છે, ત્યારે વ્હિસ્કી વોર બતાવે છે કે સંયમ અને રમૂજ પણ ડિપ્લોમેસીના શક્તિશાળી સાધનો હોઈ શકે છે. (Image Credit Source: Social Media)

14 / 15
શું આજના હિંસક સમયમાં, જ્યારે સરહદો લોહીથી ખરડાઈ રહી છે, ત્યારે વ્હિસ્કી વોર ડિપ્લોમેસીનું એક ઉમદા અને પ્રેરણાદાયક ઉદાહરણ નથી? કદાચ, વિશ્વને સમજાવવાની જરૂર છે કે વિવાદો ઉકેલવા માટે બંદૂકની ગોળીઓ કરતાં 'સભ્યતા'ની વધુ જરૂર છે. (Image Credit Source: Social Media)

15 / 15

Ceasefire Breaking News: ‘લેબનોન યુદ્ધવિરામનો ભાગ નથી’ એવુ કહી ઈઝરાયેલે 10 મિનિટમાં 100 મિસાઇલ છોડી, અનેકના મોત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">