ખાન ત્રિપુટી જોતી રહી ગઈ અને ‘ખિલાડી’ મેદાન મારી ગયો, આ એક મૂવી એ બોક્સ ઓફિસનું આખું ગણિત ફેરવી નાખ્યું
બોલિવૂડના 'ખિલાડી' અક્ષય કુમારે બોક્સ ઓફિસ પર એક એવો રેકોર્ડ બનાવ્યો છે કે, જેણે ઈન્ડસ્ટ્રીના મોટા ગજાના સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે. સતત ફિલ્મો ફ્લોપ ગયા બાદ અક્ષયે 'ભૂત બંગલા' ફિલ્મથી દમદાર કમબેક કરીને ફિલ્મ ક્રિટિક્સની બોલતી બંધ કરી દીધી છે.

અક્ષય કુમારે પોતાના નામે એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે. તેની ફિલ્મ 'ભૂત બંગલા'એ રિલીઝના માત્ર 9 દિવસમાં ભારતમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે અક્ષય કુમાર હવે 20 ફિલ્મ સાથે 100 કરોડના ક્લબમાં પહોંચનાર પ્રથમ અભિનેતા બની ગયો છે. આ સિદ્ધિ અક્ષય કુમારની જબરદસ્ત સ્ટાર પાવર અને પ્રેક્ષકો સાથેના તેના કનેક્શનને ફરી એકવાર સાબિત કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી તેની ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી પરંતુ 'ભૂત બંગલા'એ બધું બદલી નાખ્યું છે. જો કે, હવે તે ફરી એકવાર બોક્સ ઓફિસનો બાદશાહ બની ગયો છે.

અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા' હાલમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મે ગઈકાલે 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. બીજી તરફ દુનિયાભરમાં આ ફિલ્મે 150 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. લોકો આ ફિલ્મને મન મૂકીને પ્રેમ આપી રહ્યા છે.

સૌથી વધુ 100 કરોડ રૂપિયા કમાનારી ફિલ્મોના અભિનેતાઓમાં અક્ષય કુમાર 20 ફિલ્મ સાથે પ્રથમ સ્થાને છે. તેના પછી સલમાન ખાન 18 ફિલ્મ સાથે અને અજય દેવગણ 16 ફિલ્મ સાથે બીજા તેમજ ત્રીજા સ્થાને છે. શાહરૂખ ખાનની 10 ફિલ્મો છે, જ્યારે રણવીર સિંહની 9 ફિલ્મો છે. રિતિક રોશન અને રજનીકાંતની 8-8 ફિલ્મો છે. વિજયની પણ 8 ફિલ્મો 100 કરોડ રૂપિયાની ક્લબમાં છે. તે જ સમયે, પ્રભાસ અને આમિર ખાનની 7-7 ફિલ્મો 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચૂકી છે.

કોવિડ-19 મહામારી પછી અક્ષય કુમારે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુની ઘણી ફિલ્મો સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. આમાં સૂર્યવંશી (195.04 કરોડ રૂપિયા), ઓએમજી 2 (150 કરોડ રૂપિયા), સ્કાય ફોર્સ (134.93 કરોડ રૂપિયા), હાઉસફુલ 5 (198.41 કરોડ રૂપિયા) અને જોલી એલએલબી 3 (117.6 કરોડ રૂપિયા) જેવી મૂવીનો સમાવેશ થાય છે.

અક્ષય કુમારની બીજી ફિલ્મો પણ 100 કરોડ રૂપિયાના ક્લબમાં જોડાયેલી છે. આમાં હાઉસફુલ 2, રાઉડી રાઠોર, હોલીડે: એ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી, એરલિફ્ટ, હાઉસફુલ 3, રુસ્તમ, જોલી એલએલબી 2, ટોયલેટ: એક પ્રેમ કથા, ગોલ્ડ, 2.0 (હિન્દી સંસ્કરણ), કેસરી, મિશન મંગલ, હાઉસફુલ 4 અને ગુડ ન્યૂઝનો સમાવેશ થાય છે.
Breaking News : આમિર ખાને કન્ફોર્મ કર્યુ, ‘3 ઇડિયટ્સ ‘ની સિક્વલ પર ચાલી રહ્યું છે કામ
