AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ બંગાળમાં લોકશાહીનો મહાકુંભ: 91.66 ટકા મતદાન સાથે સર્જાયો આઝાદી પછીનો સૌથી મોટો રેકોર્ડ

આઝાદી પછીનો સૌથી મોટો રેકોર્ડ! બંગાળમાં બીજા તબક્કામાં 91.66 ટકા મતદાન થયું છે. મહિલાઓએ ફરી બાજી મારી છે, જ્યારે ચૂંટણી પંચે 532 કરોડની જપ્તી કરીને સપાટો બોલાવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં લોકશાહીનો મહાકુંભ: 91.66 ટકા મતદાન સાથે સર્જાયો આઝાદી પછીનો સૌથી મોટો રેકોર્ડ
Image Credit source: AI
| Updated on: Apr 29, 2026 | 9:36 PM
Share

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના બીજા તબક્કાએ ઇતિહાસના તમામ પાના ઉલટાવી દીધા છે. ચૂંટણી પંચ (ECI) ના તાજા આંકડા મુજબ, આ તબક્કામાં 91.66 ટકા જેટલું અધધ મતદાન નોંધાયું છે, જે આઝાદી પછીનું કોઈપણ રાજ્યનું સૌથી મોટું વોટિંગ રેકોર્ડ છે. આ આંકડાએ 2011 ના 84.27 ટકાના અગાઉના રેકોર્ડને ખૂબ પાછળ છોડી દીધો છે.

મહિલા શક્તિનો ફરી દેખાયો દબદબો

બંગાળની ચૂંટણીમાં હંમેશા મહિલાઓ નિર્ણાયક ભૂમિકામાં રહી છે અને આ વખતે પણ પરિણામ કંઈક એવું જ છે.

  • બીજા તબક્કામાં 92.28 ટકા મહિલાઓએ મતદાન કર્યું છે.
  • પુરુષ મતદારોનું પ્રમાણ 91.07 ટકા રહ્યું છે.
  • થર્ડ જેન્ડરના 91.28 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
  • બંને તબક્કા મળીને કુલ મતદાન 92.47 ટકા સુધી પહોંચી ગયું છે, જે એક નવો કીર્તિમાન છે.

ચૂંટણી પંચનો સપાટો: 532 કરોડની જપ્તી

શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્રે આ વખતે લોખંડી બંદોબસ્ત રાખ્યો હતો. અત્યાર સુધીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ચૂંટણી પંચે જે પગલાં લીધા છે તે આંકડા ચોંકાવનારા છે:

  • કુલ 532.88 કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
  • જેમાં 30 કરોડ રોકડ, 132 કરોડનો દારૂ અને 120 કરોડના નશીલા પદાર્થો સામેલ છે.
  • સુરક્ષા દળોએ 390 ગેરકાયદેસર હથિયારો, 598 કારતૂસ અને 1348 બોમ્બ પણ જપ્ત કર્યા છે.
  • આચાર સંહિતાના ભંગ બદલ રાજ્યભરમાંથી 23.49 લાખથી વધુ પોસ્ટર અને જાહેરાતો હટાવવામાં આવી છે.

મતદારો માટે ખાસ સુવિધાઓ

ચૂંટણીને વધુ સુગમ બનાવવા માટે પંચે કેટલીક નવી પહેલ કરી હતી:

  • દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર, સ્વયંસેવકો અને મફત ટ્રાન્સપોર્ટની સુવિધા આપવામાં આવી હતી.
  • ઉમેદવારોની ઓળખ સરળ બનાવવા માટે ઇવીએમ (EVM) બેલેટ પેપર પર પ્રથમ વખત રંગીન ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બીજા તબક્કાની 142 બેઠકો પર 1,448 ઉમેદવારોનું ભવિષ્ય 3.21 કરોડ મતદારોએ ઇવીએમમાં કેદ કર્યું છે. હવે આ બમ્પર વોટિંગ કોના પક્ષમાં જશે અને બંગાળની સત્તા કોને મળશે, તેનો ફેંસલો 4 મેના રોજ થનારી મતગણતરી બાદ સ્પષ્ટ થશે.

Assam Exit Polls 2026: આસામમાં ફરી ખીલશે કમળ ? એક્ઝિટ પોલમાં ભાજપની બમ્પર જીતનો અંદાજ; કોંગ્રેસના હાથમાંથી સરકી શકે છે સત્તાની તક

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">