AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પહેલી 6 ઓવરમાં સૌથી ખરાબ પ્રદર્શન, IPL ઈતિહાસમાં પાવરપ્લેના ટોપ 5 સૌથી ઓછા સ્કોર, દિલ્હી ટોપ પર

IPL 2008 માં શરૂ થયું હતું, અને હાલ 19મી સિઝન ચાલી રહી છે. T20 ફોર્મેટમાં રમાતી આ ટુર્નામેન્ટમાં પાવરપ્લે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે 6 ઓવરના આ પાવરપ્લેમાં માત્ર 2 જ ફિલ્ડર 30-યાર્ડ સર્કલની બહાર હોય છે, જેથી બેટસમેનોને આક્રમક શોટ રમવાની છૂટ મળે છે. એવામાં પાવરપ્લેમાં મોટાભાગની ટીમો મોટો સ્કોર કરવામાં સફળ રહે છે. પણ કેટલીક એવી ટીમો પણ છે જે પાવરપ્લેમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી છે અને સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. ચાલો IPLમાં પાવરપ્લેમાં ટોપ 5 સૌથી ઓછા સ્કોર પર એક નજર કરીએ.

| Updated on: Apr 28, 2026 | 5:05 PM
Share
ક્રિકેટમાં પાવરપ્લેની પ્રથમ છ ઓવર આક્રમક બેટિંગ અને હાઈ રન-સ્કોરિંગ માટે જાણીતી છે.  પણ કેટલીક ટીમો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી છે અને સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. આવી ટીમો અને સૌથી ઓછા સ્કોર પર એક નજર.

1 / 6
IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પાવરપ્લેમાં સૌથી ખરાબ પ્રદર્શન કરવામાં પણ આગળ રહી છે. 2019 માં RCB સામે અને 2015 માં દિલ્હી ડેરડેવિલ્સ સામે CSK પાવરપ્લેમાં ફક્ત 16 રન જ બનાવી શકી હતી.  જે IPL ઈતિહાસમાં પાવરપ્લેમાં સૌથી ખરાબ પ્રદર્શનમાં પાંચમા ક્રમે છે.

2 / 6
IPL ઈતિહાસમાં પાવરપ્લેમાં ટોપ 5 સૌથી ખરાબ પ્રદર્શનમાં ચોથા ક્રમે પણ ચેન્નાઈ સુપર કિંગ્સ જ છે. CSK એ IPL 2011 માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પાવરપ્લેમાં માત્ર 15 રન જ બનાવ્યા હતા અને 2 વિકેટ પણ ગુમાવી હતી.

3 / 6
IPL 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદને રાજસ્થાન રોયલ્સના બોલરો સામે ભારે સંઘર્ષ કરવો પડ્યો. ટીમનો પાવરપ્લે સ્કોર ફક્ત 14 રન હતો અને SRH એ 3 વિકેટ પણ ગુમાવી દીધી હતી, જે IPL ઈતિહાસમાં પાવરપ્લેનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે.

4 / 6
IPL 2009માં RCB સામે રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ ખરાબ રહી. પાવરપ્લેમાં RR એ માત્ર 14 રન બનાવ્યા અને 2 વિકેટ ગુમાવી દીધી. આ IPLમાં પાવરપ્લેમાં બીજો સૌથી નાનો સ્કોર છે.

5 / 6
27 એપ્રિલ, 2026 ના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું અને IPLમાં પાવરપ્લેમાં સૌથી નાનો સ્કોર બનાવ્યો. RCBના બોલરો સામે તેમનો ટોપ ઓર્ડર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો. ટીમ પાવરપ્લેની 6 ઓવરમાં માત્ર 13 રન જ બનાવી શકી અને 6 વિકેટ ગુમાવી દીધી. આ પાવરપ્લેમાં કોઈ પણ ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન છે. (PC:PTI/X)

6 / 6

Breaking News : વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં 9,000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">