AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો જમીન વિવાદ, ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, જુઓ Video

વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો જમીન વિવાદ, ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, જુઓ Video

| Updated on: Apr 29, 2026 | 9:32 PM
Share

ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં તેમના ઘર પાસેના કોર્પોરેશન પ્લોટ વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ નવી અરજી કરી છે.

ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કોર્પોરેશનના પ્લોટ વિવાદ મામલે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજી તેમના વડોદરા સ્થિત મકાનની બાજુમાં આવેલા પ્લોટ સંબંધિત છે. યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજના ચુકાદા સામે ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરી છે. અગાઉ સિંગલ જજની બેન્ચે નવા વર્ષની યાદી પર પ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ નકાર્યો હતો.

કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, કોઈ આદેશ કે પરિપત્ર ન હોવા છતાં બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી હતી. આ પહેલાં વડોદરા મહાનગર પાલિકાએ ટીપીની જમીન ખાલી કરવા માટે નોટિસ આપી હતી. આ નોટિસને પગલે યુસુફ પઠાણે અગાઉ સિંગલ જજની બેન્ચ સમક્ષ અરજી કરી હતી. આ નવો દાવ જમીન વિવાદના નિરાકરણ માટે યુસુફ પઠાણ દ્વારા કાનૂની લડાઈ ચાલુ રાખવા તરફ નિર્દેશ કરે છે.

રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">