એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કયો ફોન વાપરે છે? જાણો અહીં
તમને જણાવી દઈએ કે પુત્ર અનંત અંબાણીના ભવ્ય લગ્નનું આયોજન કરનારા અબજોપતિ અંબાણી કયા ફોનનો ઉપયોગ કરે છે? જાણો અહીં

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કયો ફોન વાપરે છે તે અંગે દરેક વ્યક્તિ જાણવા માંગે છે, તમને જણાવી દઈએ કે અયોધ્યા રામ મંદિરના ઉદ્દઘાટન દરમિયાન મુકેશ અંબાણી ફોનમાં સેલ્ફી લેતા તો તે બાદ તેમના હાથમાં ફોન દેખાયો હતો. ત્યારે તે ફોન કયો હતો ચાલો જાણીએ

તમને જણાવી દઈએ કે પુત્ર અનંત અંબાણીના ભવ્ય લગ્નનું આયોજન કરનારા અબજોપતિ અંબાણી કયા ફોનનો ઉપયોગ કરે છે? તેનો જવાબ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન લેવામાં આવેલી તસવીરોમાં રહેલો છે.

રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન, ઉપસ્થિતોએ મુકેશ અંબાણીને હાથમાં iPhone 15 Pro Max સાથે જોવા મળ્યો હતો. આ આ કોઈ સામાન્ય ફોન નથી. તે iPhone 15 શ્રેણીનું સૌથી મોંઘુ મોડેલ છે, જેની કિંમત 1 TB સ્ટોરેજ વેરિઅન્ટ માટે લગભગ 2 લાખ રૂપિયા અને 256 GB વેરિઅન્ટ માટે 1.50 લાખ રૂપિયા છે.

iPhone 15 Pro Max તેની શાનદાર સુવિધાઓ માટે પ્રખ્યાત છે. તેમાં પાછળના ભાગમાં 48MP, 12MP અને 12MP સેન્સર સાથે શક્તિશાળી કેમેરા સેટઅપ છે, તેમજ 12MP ફ્રન્ટ કેમેરા છે.

ગ્રેડ-5 ટાઇટેનિયમથી બનેલો, આ ફોન માત્ર મજબૂત જ નથી પણ વોટર પ્રુફ પણ છે. રસપ્રદ વાત એ છે કે, મુકેશ અંબાણી પરિવારમાં એકમાત્ર વ્યક્તિ નથી જેમની પાસે આ હાઇ-એન્ડ ડિવાઇસ છે.

તેમની પત્ની નીતા અંબાણી પણ સમારંભ દરમિયાન આ જ મોડેલ સાથે જોવા મળી હતી. જોકે અંબાણી પરિવારમાં દરેક વ્યક્તિ પાસે લેટેસ્ટ મોડલના ફોન છે. આ ફોટો 2024નો છે આથી બની શકે છે કે અંબાણી પરિવારે નવું મોડલ આવતા તે ફોન પણ ખરીદ્યો હોઈ શકે છે
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
