WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર ! હવે તમે નક્કી કરી શકશો કે તમારી સોશિયલ મીડિયા લિંક્સ કોણ જોઈ શકશે
આ દિવસોમાં WhatsApp યુઝર્સની પ્રાઈવસી જાળવવા માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ નવું ફીચર યુઝર્સને નવો અનુભવ આપવા જઈ રહ્યું છે. આવનારા નવા ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ પ્રોફાઈલ લિંક્સ માટે પ્રાઈવસી સેટિંગ્સને સરળતાથી મેનેજ કરી શકશો.

આજના સમયમાં વોટ્સએપ એકબીજા સાથે જોડાયેલા રહેવાનું મુખ્ય માધ્યમ બની ગયું છે. વિશ્વભરના લાખો સ્માર્ટફોન યુઝર્સ તેમના ફોનમાં WhatsAppનો ઉપયોગ કરે છે. મેટા વ્હોટ્સએપ યુઝર્સની સુવિધા માટે સમયાંતરે નવા ફીચર્સ લાવતી રહે છે. વોટ્સએપમાં યુઝર્સની સુરક્ષા માટે ઘણી પ્રાઈવસી ફીચર્સ ઉપલબ્ધ છે. પરંતુ હવે બહુ જલ્દી લોકોને એક નવું પ્રાઈવસી ફીચર મળવા જઈ રહ્યું છે.

આ દિવસોમાં WhatsApp યુઝર્સની પ્રાઈવસી જાળવવા માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ નવું ફીચર યુઝર્સને નવો અનુભવ આપવા જઈ રહ્યું છે. આવનારા નવા ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ પ્રોફાઈલ લિંક્સ માટે પ્રાઈવસી સેટિંગ્સને સરળતાથી મેનેજ કરી શકશો. કંપની ટૂંક સમયમાં તેને આગામી અપડેટ્સ સાથે તે ફીચરને પ્લેટફોર્મ પર ઉમેરી શકે છે. ત્યારે તે ફીચરને લઈને કેટલીક માહિતી પણ આપી છે

WaBetaInfoના રિપોર્ટ અનુસાર, આ ફીચર પર હાલમાં કામ ચાલી રહ્યું છે. આ સુવિધા લાવવાનો હેતુ યુઝર્સને તેમના પ્રોફાઈલ લિન્કને સુરક્ષીત કરવાની મંજૂરી આપવાનો છે કે તેમની પ્રોફાઇલ સાથે લિંક કરેલા એકાઉન્ટ્સ કોણ જોઈ શકે છે તે અંગેનો કન્ટ્રોલ આપવાનો છે.

અહેવાલ મુજબ Android 2.25.5.19 માટે નવીનતમ WhatsApp બીટામાં એક Privacy વિભાગ છે જે ટૂંક સમયમાં વપરાશકર્તાઓને તેમની પ્રોફાઇલ લિંક કોણ જોઈ શકે છે તેની મંજૂરી આપશે. આ નવો વિભાગ ચાર વિકલ્પો આપશે 'Everyone', 'My contacts', 'My contacts except' અને 'Nobody'. આ લાસ્ટ સીન, ડિસ્પ્લે પિક્ચર અને રીડ રિસિપ્ટ્સ જેવી જ સુવિધાઓ પણ છે. WhatsApp આ વિકલ્પોના વપરાશકર્તાઓને વધુ નિયંત્રણ આપવા માંગે છે.

જે યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર તેમની પહોંચ વધારવા માંગે છે તેઓ એવરીવન વિકલ્પ પસંદ કરી શકે છે અને તેમના એકાઉન્ટને WhatsApp સાથે લિંક કરી શકે છે. આનાથી તેમની પ્રોફાઇલ કોન્ટેક્ટ્સ અને એવા લોકો માટે પણ દેખાઈ જશે જેમનો નંબર તેમના ફોનમાં સેવ નહીં હોય.

તેવી જ રીતે, જો યુઝર્સ ઇચ્છે તો, તેઓ તેમની સોશિયલ મીડિયા લિંકને ફક્ત તેમના કોન્ટેક્સમાં દેખાય તે રીતે પણ કરી શકે છે જે માટે My contactsનું ઓપ્શન હશે . એ જ રીતે, જે યુઝર્સ તેમની સોશિયલ મીડિયા અમુક જ લોકોને બતાવવા માગે છે તેઓ My contacts except વિકલ્પ પસંદ કરી શકે છે.

જો કે, મેટાએ આ સુવિધાની હાલ કોઈ જાણકારી આપી નથી તેમજ આ ફીચર ક્યારે આવશે તે અંગે પણ કોઈ માહિતી મળી નથી. પરંતુ, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે આગામી અપડેટ્સમાં દરેક માટે રિલીઝ કરવામાં આવશે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો






































































