આધાર સાથે લીંક મોબાઈલ નંબર થઈ ગયો છે બંધ તો શું કરશો, જાણો સમગ્ર પ્રોસેસ
આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર બંધ થઈ જાય કે કાર્ડ બંધ થઈ જાય તો વ્યક્તિ મુશ્કેલમાં મુકાય જાય છે. કારણ કે હાલ મોટા ભાગનું કામ આધાર કાર્ડ દ્વારા જ થાય છે, અને બેન્ક સહિતની સંસ્થાઓના મેસેજ પણ આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર જ આવે છે, જ્યારે અનેક લોકોએ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ જ કરાવ્યો નથી. તો ચાલો અમે તમને જણાવીએ આધાર કાર્ડમાં બંધ મોબાઈલ નંબર બદલવાની સમગ્ર પ્રોસેસ.

જો આધાર સાથે લીંક કાર્ડ બંધ કે બ્લોક થઈ જાય ત્યારે તે મુશ્કેલી પેદા કરે છે અને વ્યક્તિ અટવાય જાય છે.

જો મોબાઇલ નંબર જે આધાર સાથે લીંક કરાવ્યો હોય તે રદ થઇ ગયો છે અથવા બદલાઇ ગયો છે તો તમારે પોતે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે અને મોબાઇલ નંબર અપડેટ કરાવાનો રહેશે.

આધાર કાર્ડ સાથે જોડાયેલો નંબર અપડેટ કરવા માટે તમારે આધાર કાર્ડ લઈને નજીકની પોસ્ટ ઓફિસ કે આધાર કેન્દ્ર પર જઈને ત્યાં તમારૂ વેરિફિકેશન કરશે.

તમારે તેના માટે ચાર્જ પણ ચુકવવો પડી શકે છે, અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર બદવાની પ્રોસેસ નાની છે, જો તમારી પાસે તે નંબર હોય જેમાં આધાર કાર્ડના મેસેજ આવતા હોય તો તમે ઓનલાઈન UADAIની વેબસાઈટ દ્વારા પણ કરી શકો છે.

પણ જો તમારી પાસે તે નંબર નથી કે બંધ થઈ ગયો છે અને તમારે આધાર કાર્ડમાં નંબર બદલવો છે તો તમારે ફરજીયાત આધાર કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસે જવુ પડશે.
