તમારા ફોનની સ્ક્રીન પર દેખાતી ગ્રીન લાઇટ પર ક્યારેય ધ્યાન ગયું છે? ભૂલથી પણ તેને નજરઅંદાજ ન કરો
એન્ડ્રોઇડ સ્માર્ટફોન, આઇફોન કે પછી લેપટોપમાં તમે સ્ક્રીન પર કેટલીક વખત ખૂબ જ નાની ગ્રીન લાઇટ્સ જોઈ હશે. આ લાઇટ દરેક સમયે દેખાતી નથી, પરંતુ અમુક સમયે જ જોઈ હશે. જેને તમે નજરઅંદાજ કરતા હોવ છો, ત્યારે આજે અમે તમને જણાીશું કે આ ગ્રીન લાઈટ્સ શું છે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન, આઇફોન કે પછી લેપટોપમાં તમે સ્ક્રીન પર કેટલીક વખત ખૂબ જ નાની ગ્રીન લાઇટ્સ જોઈ હશે. આ લાઇટ દરેક સમયે દેખાતી નથી, પરંતુ અમુક સમયે જ દેખાય છે.

આ એક નોટિફિકેશન લાઇટ્સ છે, જે તમારી ગોપનીયતા સાથે સંબંધિત છે. ગૂગલે યુઝર્સની પ્રાઈવસી સુધારવા માટે આ ફીચર્સ એડ કર્યા છે.

આ લીલી લાઈટ જ્યારે તમારા ફોનમાં કેમેરા અથવા માઇક ચાલુ હોય ત્યારે દેખાય છે. કેટલાક ફોનમાં આ લાઇટ્સની સાથે આઇકોન્સ પણ દેખાય છે.

આ લાઇટ્સનો મતલબ કે તમે જે એપ ખોલી છે તે ફોનના કેમેરાનો ઉપયોગ કરી રહી છે. જ્યારે તમે આ રીતે કેટલીક એપ્સ ખોલો છો, ત્યારે તમને ગ્રીન લાઇટ સાથે માઇક આઇકોન દેખાય છે.

આ સિગ્નલ સૂચવે છે કે એપ સ્માર્ટફોનના માઈકનો ઉપયોગ કરી રહી છે. જ્યારે GPS અથવા અન્ય કોઈ લોકેશન સેન્સર ઉપયોગમાં હોય, ત્યારે તમે સ્ક્રીન પર નકશાનું ચિહ્ન જોયું હશે.

લાઈટ્સ અને આ બધા આઇકોન્સની મદદથી તમે એ પણ જાણી શકો છો કે તમારો ફોન હેક થયો છે કે નહીં. હેકર્સથી બચાવવામાં પણ આ આઇકોન્સ મદદ કરશે.

જો આ સેન્સર્સ તમારી પરવાનગી વિના ફોનમાં સક્રિય જોવા મળે, તો તમારે સમજી લેવું કે ફોન હેક થયો છે, કોઈ તમારી માહિતી ચોરી રહ્યું છે.

જો તમારા ફોનમાં પણ આવું ક્યારેય થાય છે, તો તમે ફોનના સેટિંગમાં જઈને એપ પરમિશન ચેક કરી શકો છો. જેનાથી તમે જાણી શકશો કે તમે આ એપને સેન્સરની પરવાનગી આપી છે કે નહીં.
