ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેયડ બેટ-દ્વારકાના સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓ? જુઓ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી 25મી ફેબ્રુઆરીના રોજ ઓખા અને બેટ-દ્વારકા ટાપુને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. રૂ. 978 કરોડથી વધુના ખર્ચે બનેલો ભારતના સૌથી લાંબો કેબલ સ્ટેયડ આ સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓએ તેની પર કરીશું એક નજર.

| Updated on: Feb 19, 2024 | 4:45 PM
આગામી 25 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી બેટ દ્વારકા અને ઓખાને જોડતા ફોરલેન કેબલ સ્ટેયડ સિગ્નેચર બ્રિજ ખુલ્લો મુકનાર છે. વડાપ્રધાન દ્વારા લોકાર્પણને લઈ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

1 / 8
આ અંગે દેવભૂમિ દ્વારકા કલેકટર જીટી પંડ્યાએ બતાવ્યુ હતુ કે, ઓખા અને બેટ દ્વારકાને જોડતો આ બ્રિજ કુલ લંબાઈ 2320 મીટર ધરાવે છે. જેમાં એપ્રોચ બ્રિજની વાત કરવામાં આવે તો, ઓખા તરફ 370 મીટર અને બેટ સાઈડમાં 650 મીટર લંબાઈ ધરાવે છે.

2 / 8
બ્રિજ બનવાને લઈ પરંપરાગત બોટ પરિવહનથી હવે યાત્રિકો અને સ્થાનિકોને મોટી રાહત સર્જાશે. અહીં આવતા યાત્રીકોને હવે જોખમી બોટ સવારીને બદલે બ્રિજ વડે માત્ર મિનિટોમાં જ ઓખા થી બેટ દ્વારકા પહોંચી શકાશે. જે અગાઉ બોટમાં અડધો કલાક જેટલો સમય મુસાફરીમાં લેતો હતો.

3 / 8
અહીં રાહદારીઓ માટે પણ વિશેષ સગવડ ઉભી કરવામાં આવી છે અને વ્યુઇંગ ગેલેરીની સુવિધા પણ તૈયાર કરાઈ છે. યાત્રિકો વાહન સિવાય ચાલીને તથા સાયકલ તેમજ ગોલ્ફ કાર્ટથી પણ પસાર થઈ શકાશે. રાહદારી યાત્રિકોને માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણીને માણવા મળશે.

4 / 8
સ્થાનિકો પ્રતિભાવ જણાવી રહ્યા છે કે, અમારે મેડિકલ સહિતની સ્થિતિમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને સ્થાનિકો અને યાત્રિકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. જેમાં હવે રાહત મળશે.

5 / 8
યાત્રિકો પણ હવે બેટ દ્વારકા દર્શને આવવા માટે હવે ઓછા સમયમાં જ પહોંચી શકશે. યાત્રિકો ફેરી બોટના બદલે સુંદર બ્રિજનો લાભ મેળવીને ઝડપથી દર્શન કરવા પહોંચી શકશે.

6 / 8
પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે, આ દરમિયાન દ્વારકાના સુંદર અને ભારતના લાંબા કેબલ સ્ટેયડ બ્રિજને ખુલ્લો મુકનાર છે.

7 / 8
આ બ્રિજને ખુલ્લો મુકવા માટે અહીં આવતા યાત્રાળુઓ રાહ જોઇ રહ્યા હતા. જે રાહનો હવે અંત આગામી 25મી ફેબ્રુઆરીએ આવી જનારો છે.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">